• Home
  • Utility
  • Airlines cannot charge fares at will for 3 months, the government has fixed flight rates

નિર્ણય / એરલાઇન કંપનીઓ 3 મહિના સુધી પોતાની મરજી પ્રમાણે ભાડું વસૂલી નહીં શકે, સરકારે ફ્લાઇટના રેટ નક્કી કર્યા

Airlines cannot charge fares at will for 3 months, the government has fixed flight rates
X
Airlines cannot charge fares at will for 3 months, the government has fixed flight rates

  • દિલ્હી અને મુંબઇ વચ્ચેની ફ્લાઇટનું મિનિમમ ભાડું 3,500 રૂપિયા અને મેક્સિમમ ભાડું 10,000 રૂપિયા રહેશે
  • પુરીએ જણાવ્યું કે, 25 મેથી શરૂ થનારી ફ્લાઇટ્સમાં મુસાફરી કરનારા મુસાફરોએ પ્રોટેક્ટિવ ગિયર અને ફેસ માસ્ક પહેરવા ફરજિયાત

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 12:38 PM IST

દિલ્હી. કેન્દ્ર સરકારે 25 મેથી લોકલ ફ્લાઇટ્સની કામગીરી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી દેશભરમાં લોકડાઉ હતું. જેના કારણે લોકલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હતી. હવે જ્યારે સરકારે ફ્લાઇટ્સ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે ત્યારે લોકોને કંપની દ્વારા લોવામાં આવતા મોં માગ્યા ભાવ ન ચૂકવવા પડે એ માટે સરકારે પોતે જ ડોમેસ્ટિક ફ્લાઇટ્સના રેટ નક્કી કરી દીધી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે આ સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેને લગતી મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. પ્રાઇવેટ કંપનીઓ મુસાફરો પાસેથી પોતાની મરજી પ્રમાણે ભાડું ન લે તે માટે સરકારે રૂટ પ્રમાણે ભાવ નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે, લોકલ ફ્લાઇટ ચલાવવા માટે મહત્તમ અને લઘુતમ ભાડા નક્કી કરવામાં આવ્યા છે, જે તમામ એરલાઇન્સે અનુસરવા પડશે. ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઇ ફ્લાઇટની ટિકિટનો ખર્ચ રૂ. 3,500થી 10,000 રૂપિયા વચ્ચે રહેશે.

દેશના 7 રૂટ્સને વિવિધ કેટેગરીમાં વહેંચ્યા

હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે, ફ્લાઇટના સમયગાળોને સાત જુદી જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. આ કેટેગરી 0-30 મિનિટ, 30-60 મિનિટ, 60-90 મિનિટ, 90-120 મિનિટ, 120-150 મિનિટ, 150-180 અને 180-210 મિનિટની છે. ઉદાહરણ તરીકે, દિલ્હીથી મુંબઇ માટે મિનિમમ ભાડું 3,,500૦૦ રૂપિયા હશે, જ્યારે મેક્સિમમ ભાડું 10,000 રૂપિયા હશે. તેમણે કહ્યું કે આ નિયમ અત્યારે 3 મહિનાનો રહેશે, જે 24 ઓગસ્ટની મધ્યરાત્રિ સુધી લાગુ રહેશે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ વિશે પણ વિચારવામાં આવશે

હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે, 25 મેથી શરૂ થનારી ફ્લાઇટ્સમાં મુસાફરી કરનારા મુસાફરોએ પ્રોટેક્ટિવ ગિયર, ફેસ માસ્ક અને સેનિટાઈઝર બોટલ જોડે રાખવાની રહેશે. ફ્લાઇટ્સ દરમિયાન એરલાઇન્સ ભોજન પીરસશે નહીં. ગેલેરી એરિયા અને સીટ્સ પર પાણીની બોટલ આપવામાં આવશે. હરદીપસિંહ પુરીએ એમ પણ જણાવ્યું કે, લોકલ ફ્લાઇટ ફરી શરૂ કરવાના અમારા અનુભવના આધારે આપણે કેટલીક કાર્યવાહીમાં ફેરફાર કરવો પડશે, તો જ આપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ વિશે વિચાર કરીશું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી