તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Air India Passengers Will Be Able To Change Their Free Travel Schedule Till June 30, But These Conditions Have To Be Accepted.

મુસાફરોને રાહત:એર ઈન્ડિયાના પેસેન્જર્સ 30 જૂન સુધી ફ્રીમાં મુસાફરીનું શિડ્યુઅલ બદલી શકશે, પરંતુ આ શરતો સ્વીકારવી પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એર ઈન્ડિયાના મુસાફરો દેશના કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર મુસાફરીની તારીખ, ફ્લાઈટ નંબર અને સેક્ટરમાં ફેરફાર કરી શકશે

કોરોના મહામારીની બીજી લહેરથી દેશના ઘણા રાજ્યોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત ઘણા ભાગોમાં ટ્રાન્સપોર્ટને પર અસર થઈ છે. આ દરમિયાન સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ તેના મુસાફરોને મોટી રાહત આપી છે.

એર ઈન્ડિયાના મુસાફરો દેશના કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર મુસાફરીની તારીખ, ફ્લાઈટ નંબર અને સેક્ટરમાં ફેરફાર કરી શકશે. જો કે, આ ઓફર 30 જૂન 2021 સુધીની મુસાફરી માટે ઉપલબ્ધ છે. તેના અંતર્ગત ટિકિટ ડેટમાં એક જ વખત ફેરફાર કરી શકાશે. એર ઈન્ડિયાએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.

એર ઈન્ડિયાની ટિકિટમાં ફેરફારને લઈને કેટલીક શરતો છે...
આ ઓફર ઘરેલુ મુસાફરીની સાથે તમામ 98 ડોક્યુમેન્ટ્સ પર લાગુ છે. પરંતુ એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ પર જારી ટિકિટ પર આ ઓફર લાગુ નથી, કેમ કે તેના પર ફ્રી ચેન્જનો ઓપ્શન પહેલાથી જ આપવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના મુસાફરો પોતાની હાલની ટિકિટોની વેલિડિટી પ્રમાણે, નવી તારીખ માટે ફરીથી બુકિંગ પણ કરી શકે છે. એટલું જ નહીં ટિકિટ કયા દિવસે ખરીદવામાં આવી છે, તેની પણ ફ્રી ચેન્જ ઓપ્શન પર કોઈ અસર નહીં થાય.

મુસાફરો માટે ઘણા પ્રકારની સુવિધા
જો કોઈ પેસેન્જરને સેક્ટરમાં ફેરફાર કરવો છે, તો એક વખત ફરીથી ટિકિટ જારી કરવાનો ચાર્જ માફ કરવામાં આવશે. જો કે, અન્ય ચાર્જિસની ચૂકવણી કરવી પડશે. જે મુસાફરો આ પહેલા પણ ફ્રી ઓફરનો લાભ લઈ ચૂક્યા છે, તેઓ એક વખત ફરીથી તેનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ આ વખતે માત્ર ઓફર વન ટાઈમ માટે જ છે.

તેમજ જો તમે અગાઉની ટિકિટ ઈકોનોમી ક્લાસની લીધી હતી, પરંતુ 25 જૂનના રોજ ઈકોનોમી ક્લાસની જગ્યાએ બિઝનેસ ક્લાસમાં છે. આવી સ્થિતિમાં તમારે ટિકિટના ખર્ચમાં આવતી વધારાની રકમ પેમેન્ટ કરવી પડશે. તેમજ જો ટિકિટ એક જ પ્રકારના બુકિંગ ક્લાસમાં ઉપલબ્ધ છે, પરંતુ ટેક્સમાં ડિફરન્સ છે તો તે તમારે ચૂકવવો પડશે.

અન્ય સમાચારો પણ છે...