તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • AILET 2021| Application Process For All India Law Entrance Test Begins, 20 May Is The Last Day For Application; Examination Will Be Held On June 20

AILET 2021:ઓલ ઈન્ડિયા લૉ એન્ટ્રન્સ ટેસ્ટ માટે એપ્લિકેશન શરૂ, 20 મે અરજી કરવાની છેલ્લી તારીખ; 20 જૂને પરીક્ષા

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

NLU (નેશનલ લૉ યુનિવર્સિટી), દિલ્હીએ AILET (ઓલ ઈન્ડિયા લૉ એન્ટ્રન્સ ટેસ્ટ) માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી છે. પરીક્ષામાં સામેલ થનારા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટનાં માધ્યમથી 20 મે સુધી અરજી કરી શકશે. ઉમેદવારોની અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. અરજી માટે nationalallawuniversitydelhi.in અથવા nludelhi.ac.inનાં માધ્યમથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકાય છે.

20 જૂને થશે પરીક્ષા
આ પહેલાં NLUએ પરીક્ષાની તારીખ બદલી 20 જૂન કરી હતી. પહેલાં આ પરીક્ષા 2 મેના રોજ યોજાવાની હતી, પરંતુ તેને લંબાવી હવે 20 જૂન કરવામાં આવી છે. આ વિશે NLU ઓફિશિયલ વેબસાઈટ પર એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. CBSE બોર્ડ અને લૉ એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ ક્લેશ થવાથી તારીખો લંબાવાઈ છે.

કોણ અરજી કરી શકે છે?
PhD માટે અરજી કરનારા ઉમેદવારો પાસે 55% અંકો સાથે LLM અથવા સમકક્ષ કાયદાની ડિગ્રી હોવી જોઈએ. તો SC, ST અને PwD કેટેગરીના ઉમેદવારોએ મિનિમમ 50% હાંસલ કરેલા હોવા જોઈએ. આ સિવાય BA LLB માટે અરજી કરનારા ઉમેદવારોએ 12મા ધોરણમાં 45% (આરક્ષિત વર્ગ માટે 40%) સાથે પાસ થયેલા હોવા જોઈએ. જ્યારે LLMના ઉમેદવારો LLBમાં 50%(આરક્ષિત શ્રેણી માટે 45%)થી પાસ થયેલા હોવા જોઈએ.

5 જૂને એડમિટ કાર્ડ જાહેર થશે
લૉ એન્ટ્રન્સ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ 5 જૂને જાહેર થશે. પરીક્ષાનાં માધ્યમથી 5 વર્ષના BA LLB, LLM અને PhD પ્રોગ્રામમાં એડમિશન કરવામાં આવે છે. BA LLB પ્રોગ્રામ માટે AILET આધારિત 110 સીટ છે, જ્યારે LLM પ્રોગ્રામ માટે 70 સીટ છે. એપ્લિકેશન ફી તરીકે ઉમેદવારોએ 3050 રૂપિયા આપવાના રહેશે. જ્યારે SC, ST અને PwD કેટેગરી માટે 1050 રૂપિયા ફી રહેશે. ગરીબી રેખા નીચે (SC/ST) શ્રેણીના અરજદારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...