તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • AIIMS, Rishikesh Recruitment 2021: 5327 Vacancies For Nursing Officer And More Posts, All India Institute Of Medical Sciences Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:AIIMS ઋષિકેશે નર્સિંગ ઓફિસર સહિત અલગ-અલગ 700 જગ્યા માટે ભરતી બહાર પાડી, એક્ઝામ વગર ઇન્ટરવ્યૂને આધારે સિલેક્શન થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોક-ઈન-ઇન્ટરવ્યૂ 10 મેથી 31 મે, 2021 સુધી લેવાશે
  • ઉમેદવાર પાસે માન્ય ઇન્સ્ટિટ્યુટ કે યુનિવર્સિટીમાંથી Bsc નર્સિંગની ડિગ્રી હોવી જોઈએ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS), ઋષિકેશે નર્સિંગ ઓફિસર, ટેક્નિકલ આસિસ્ટન્ટ સહિત અલગ-અલગ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 700 જગ્યા પર ભરતી કરવામાં આવશે. યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ AIIMSની ઓફિશિયલ વેબસાઈટ aiimsrishikesh.edu.in પર અરજી કરી શકે છે.

આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. કેન્ડિડેટ્સ 10 મેથી 31 મે 2021 સુધી (સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી) વોક-ઈન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે.

જગ્યા- 700

જગ્યાસંખ્યા
નર્સિંગ ઓફિસર (સ્ટાફ નર્સ ગ્રેડ- II)300
જુનિયર રેસિડન્ટ200
ટેક્નિકલ આસિસ્ટન્ટ100
સીનિયર રેસિડન્ટ100

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા ઉમેદવાર પાસે માન્ય ઇન્સ્ટિટ્યુટ કે યુનિવર્સિટીમાંથી Bsc નર્સિંગ કે Bsc નર્સિંગ(પોસ્ટ સર્ટિફિકેટ) કે પોસ્ટ-બેઝિક Bsc નર્સિંગ કે ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ મિડવાઈફરીનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.

આ ઉપરાંત સ્ટેટ/ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં નર્સીઝ એન્ડ મિડવાઈફના રૂપે રજીસ્ટર્ડ હોવા જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ:

વોક-ઈન-ઇન્ટરવ્યૂની તારીખ10 મેથી 31 મે
સમયસવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી
વેન્યુએમ્સ ઋષિકેશમાં ડિન એકેડમિક્સ

આ રીતે અપ્લાય કરો:
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ aiimsrishikesh.edu.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.