• Gujarati News
  • Utility
  • AIIMS Explains How To Identify Black Fungus As Early As Possible, Know All The Instructions Included In The Guideline

દર્દી-ડૉક્ટરને સલાહ:AIIMSએ બ્લેક ફંગસની વહેલી તકે ઓળખ કરવા માટેની રીત જણાવી, ગાઇડલાઇન્સમાં સામેલ તમામ સૂચનો જાણો

7 મહિનો પહેલા
  • આ ગાઇડલાઇન્સમાં કોવિડ વોર્ડમાં જોખમવાળા તમામ દર્દીઓની ઓળખ કરવા અને તેમનામાં બ્લેક ફંગસની પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે
  • જાણો AIIMSએ દર્દીઓ અને તેમની સંભાળ રાખતા લોકોને શું સલાહ આપી

AIIMS દિલ્હીના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સ્ટડીએ ગયા બુધવારે પોતાના કોવિડ વોર્ડમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસની વહેલી તકે તપાસ અને એને અટકાવવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

આ ગાઇડલાઇન્સમાં કોવિડ વોર્ડમાં જોખમવાળા તમામ દર્દીઓની ઓળખ કરવા અને તેમનામાં બ્લેક ફંગસની પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ગાઇડલાઇન્સમાં કોરોના દર્દીઓને પોતાની તપાસ કરાવવા સિવાય બ્લેક ફંગસનાં લક્ષણો પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

ડૉક્ટરોના અનુસાર, મ્યુકરમાઇકોસિસના કેસ કોરોનાના તે દર્દીઓમાં જોવા મળી રહ્યા છે જેમને સ્ટિરોઇડ્સ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને તે લોકોમાં જે ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત છે. ડૉક્ટરનું કહેવું છે કે ડાયાબિટીસ અને બ્લેક ફંગસના ઈન્ફેક્શનની વચ્ચે મજબૂત સંબંધ છે.

જાણો AIIMSએ દર્દીઓ અને તેમની સંભાળ રાખતા લોકોને શું સલાહ આપી છે...

AIIMSએ આંખના ડૉક્ટરને જોખમવાળા તમામ દર્દીઓની તપાસ કરવા કહ્યું

  • AIIMSએ આંખોના ડૉક્ટરોને આવા તમામ જોખમવાળા દર્દીઓની બ્લેક ફંગસ માટે બેઝિક તપાસ કરવા માટે કહ્યું છે.
  • બેઝિક તપાસ બાદ દર્દીને રજા આપવામાં આવે ત્યાં સુધી દર અઠવાડિયે આવી તપાસ કરાવવામાં આવે.
  • ડૉક્ટરોએ દર્દીઓને ડિસ્ચાર્જ થયા બાદ પણ દર બે સપ્તાહમાં ત્રણ વખત ફોલોઅપ તપાસ કરવાની સૂચના આપી છે.