• Gujarati News
  • Utility
  • AIIMS Delhi Will Be Recruiting For 416 Posts Including Senior Resident, Apply By 28th May

સરકારી નોકરી:AIIMS દિલ્હીમાં સીનિયર રેસિડન્ટ સહિત 416 જગ્યા પર ભરતી થશે, 28 મે સુધીમાં અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સ પાસે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હીએ સીનિયર રેસિડન્ટ/સીનિયર ડેમોસ્ટ્રેટરની જગ્યા માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 416 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 28 મે સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 416

લાયકાત આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ પાસે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. જગ્યા પ્રમાણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે ઓફિશિયલ જાણકારી જુઓ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
ઓનલાઈન અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 11 મે
ઓનલાઈન અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 28 મે

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન એક્ઝામને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ 28 મે સુધી ઓફિશિયલ વેબસાઈટ aiimsexams.ac.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.