સરકારી નોકરી:AIIMSએ ફેકલ્ટીની 147 જગ્યા પર ભરતી જાહેર કરી, 18 જુલાઈ સુધી ઓનલાઈન અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, અનુભવ અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS),કલ્યાણીએ ફેકલ્ટીની 147 જગ્યા પર ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ જગ્યા માટે ઉમેદવાર 18 જુલાઈ,2021 સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે થશે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MCI માન્ય સંસ્થાનની MBBS/MD/DMની ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ :

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધારે ના હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 147

જગ્યાસંખ્યા
આસિસ્ટન્ટ પ્રોફેસર28
એસોસિએટ પ્રોફેસર22
એડિશનલ પ્રોફેસર32
પ્રોફેસર65

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, અનુભવ અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને પે મેટ્રિક્સ લેવલ 12થી લેવલ 14A પ્રમાણે દર મહીને સેલરી આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ: 1000 રૂપિયા
રિઝર્વ કેટેગરી: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ aiimskalyani.edu.in/recruitment.html પર ઓનલાઈન મોડમાં અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.