તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • AICTE Releases Schedule For Academic Session 2021 22, Classes Of First Year Students To Be Start From September 15

એકેડમિક યર 2021-22:AICTEએ નવા સેશન માટે એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું, 15 સપ્ટેમ્બરથી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓના ક્લાસ શરુ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નિકલ કોર્સમાં એડમિશન માટે પ્રથમ રાઉન્ડનું કાઉન્સલિંગ 31 ઓગસ્ટ સુધી પૂરું થશે
  • બીજા રાઉન્ડનું કાઉન્સલિંગ 9 સપ્ટેમ્બર સુધી પૂરું થઇ જશે

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ ન્યૂ એકેડમિક સેશન માટે એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. કાઉન્સિલે જાણકારી આપી છે કે, દેશમાં દરેક ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં 15 સપ્ટેમ્બર 2021થી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓના ક્લાસ શરુ થશે. ટેક્નિકલ કોર્સમાં એડમિશન માટે પ્રથમ રાઉન્ડનું કાઉન્સલિંગ 31 ઓગસ્ટ સુધી પૂરું કરવાની જાહેરાત કરી છે.

9 સપ્ટેમ્બર સુધી બીજા રાઉન્ડનું કાઉન્સલિંગ પૂરું થશે
બીજા રાઉન્ડનું કાઉન્સલિંગ 9 સપ્ટેમ્બર સુધી પૂરું થઇ જશે. AICTEએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર એકેડમિક કેલેન્ડર 2021-22 જાહેર કર્યું છે. કાઉન્સિલે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સને આધારે આ કેલેન્ડર તૈયાર કર્યું છે. AICTEએ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓને આખી ફી સબમિટ કરવા માટે ફોર્સ ના કરે. વિદ્યાર્થીઓની ફી ત્રણ-ચાર ઇન્સ્ટોલમેન્ટમાં લઇ શકાય છે.

AICTEએ દરેક કોલેજને આદેશ આપ્યા
આ માટે AICTEએ દરેક કોલેજને આદેશ આપ્યો છે કે, તેઓ પોતાની બધી જાણકારી વેબસાઈટ પર ડિસ્પ્લે કરે અને ઈ-મેલ દ્વારા વિદ્યાર્થીઓને આ વિશે જાણકારી આપે. આની પહેલાં 5 મેના રોજ જાહેર કરેલા આદેશમાં કાઉન્સિલે ઇન્સ્ટિટ્યૂટને જ્યાં ઇન્ટરનેટ કનેક્શનની તકલીફ છે ત્યાં ઇન્ટરનેટ બેન્ડવિથ શેર કરવાનું કહ્યું હતું.