રેલવેની રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ હવે ટ્રેન અને ફ્લાઈટ બાદ બસની સેવા પણ શરૂ કરી દીધી છે. 22 રાજ્યોમાં 50 હજારથી વધારે સરકારી અને ખાનગી બસ સેવાનો ફાયદો તમે તેના દ્વારા લઈ શકો છો. તમે બસો ઓનલાઈન પણ બુક કરાવી શકો છો. તેના માટે તમારે IRCTCની વેબસાઈટ પર જવું પડશે. તે ઉપરાંત તમને ડિસ્કાઉન્ટ પણ મળશે.
29 જાન્યુઆરીથી સેવા શરૂ થઈ છે
IRCTCના જણાવ્યા પ્રમાણે, બસની સેવા 29 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. રેલવે મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગ્રાહક બાબતોના મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નેતૃત્વમાં IRCTC ધીમે ધીમે દેશની પહેલી સરકારી "વન સ્ટોપ શોપ ટ્રાવેલ પોર્ટલ" તરીકે મજબૂત રીતે આગળ વધી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, હવે એક જ પ્લેટફોર્મ પર મુસાફરોને ત્રણ મુખ્ય મુસાફરી માટે સુવિધા છે. તેમાં ટ્રેન, ફ્લાઈટ અને બસ સામેલ છે.
મોબાઈલ એપ પર માર્ચના પહેલા સપ્તાહથી સુવિધા મળશે
IRCTCના જણાવ્યા પ્રમાણે, બસની સુવિધા મોબાઈલ એપ પર માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થઈ જશે. ત્યારબાદ મોબાઈલના માધ્યમથી બસ ટિકિટ બુક કરાવી શકાશે. તેને 22 રાજ્યો ઉપરાંત ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ કવર કર્યા છે. તેમાં રોડવેઝ એટલે કે રાજ્યોની સરકારી બસો અને ખાનગી બસ ઓપરેટરોને સામેલ કરવામાં આવ્યા છે.
પ્રાઈવેટ એપને ટક્કર આપવાની તૈયારી
અત્યાર સુધી જેટલી પણ આ પ્રકારની ઓનલાઈન સેવા આપતી એપ અથવા એગ્રીગેટર છે, તેઓ તમામ પ્રકારની સેવા આપે છે. તેમાં બસ, ટ્રેન, હોટેલ, ફ્લાઈટ જેવી તમામ સુવિધાઓ હોય છે. IRCTCએ પણ આ પ્રકારની યોજના બનાવી છે. હવે તેણે મુખ્ય મુસાફરીનાં ત્રણેય માધ્યમોને પોતાની એપ અને વેબસાઇટમાં સામેલ કરી લીધી છે. ઓનલાઈન બસ બુકિંગની આ નવી સુવિધામાં ગ્રાહકોને ઘણી સેવાઓ મળશે.
બસોના રસ્તાઓ, સુવિધા અને રેટિંગ પણ જોઈ શકાશે
તેમાં વિવિધ પ્રકારની બસોના રસ્તોઓ, સુવિધા, રિવ્યુ, રેટિંગ અને બસના ફોટાના આધારે તમે બસ પસંદ કરી શકો છો. તે ઉપરાંત ગ્રાહકો તેમના પિક-અપ અને ડ્રોપ પોઈન્ટ અને ટાઈમિંગને પણ જોઈ શકશે. બેંક અને ઈ-વોલેટ ડિસ્કાઉન્ટ પણ તેમાં સામેલ રહેશે. એટલે કે તમે ઈચ્છો તો તે સમયે જે બેંક પર ઓફર અથવા ડિસ્કાઉન્ટ છે, તેનો ઉપયોગ બસોની બુકિંગ માટે કરી શકો છો.
ગામડાં સુધી પહોંચવાની યોજના
IRCTCના જણાવ્યા પ્રમાણે, ટ્રેન અને ફ્લાઈટ દ્વારા અમે પહેલેથી મુસાફરીની સુવિધા આપી રહ્યા છે. પરંતુ હવે દેશના દૂરના વિસ્તારોમાં, ગામડાંઓમાં પણ બસો દ્વારા અમારી પહોંચ બનાવી રહ્યા છીએ. તેનાથી ત્યાંના લોકોને એક ક્લિક પર સેવા મળી જશે. IRCTCની ઓનલાઈન બસ બુકિંગ સુવિધા https://www.bus.irctc.co.in/home પર મળશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.