રાહત / SBI પછી અન્ય સરકારી બેંક પણ રેપો રેટ લિંક્ડ હોમ લોન આપશે

After SBI, other government banks will also provide repo rate linked home loans

Divyabhaskar.com

Aug 13, 2019, 03:52 PM IST

યુટિલિટી ડેસ્કઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવા પર પણ ઘણીવાર તમારા હપ્તા (EMI)માં ઘટાડો નથી આવતો. ગ્રાહકોની આ સમસ્યા દૂર કરવા ઘણી સરકારી બેંકો રેપો રેટ લિંક્ડ પ્રોડક્ટ્સ ઓફર કરી રહી છે, જે અંતર્ગત RBI જેટલો વ્યાજ દરમાં ઘટાડો કરશે એટલો જ ઘટાડો તમારા EMIમાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની હોમ લોનને રેપો રેટ સાથે જોડ્યા પછી હવે ઘણી બેંકોએ પણ આ પગલું ભર્યું છે.

આ છે એ બેંકો
સિન્ડિકેટ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક પણ હવે રેપો રેટ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ લાવશે. આનાથી રેપો રેટ લિંક્ડ પ્રોડક્ટ પર લોન લેનારાઓને ફાયદો થશે. કારણ કે, MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ) સાથે જોડાયેલ લોનમાં બેંક દર તરત નથી ઘટાડતી.

SBIએ જૂનમાં જ લોનને રેપો રેટ સાથે લિંક કરી હતી
જૂનમાં SBIએ લાંબા ગાળાની હોમ લોનને રેપો રેટ સાથે જોડી દીધી હતી. કોઈ પણ શુલ્ક લીધા વિના બેંક તેના જૂના ગ્રાહકોને રેપો રેટ બદલવા માટે ઓફર કરી રહી છે. RBI આ વર્ષમાં અત્યાર સુધી 1.10% દર ઘટાડી ચૂકી છે.

રેપો રેટ લિંક્ડ થવાથી ફાયદા અને નુકસાન બંને
રેપો રેટ લિંક્ડ પ્રોડક્ટથી ગ્રાહકોને ફાયદા સાથે નુકસાન પણ પહોંચી શકે છે કારણ કે, રેપો રેટ વધવાથી EMI પણ વધી જશે. એટલા માટે એવું નથી કે તમને દરેક વખતે ફાયદો જ થશે.

X
After SBI, other government banks will also provide repo rate linked home loans
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી