• Gujarati News
  • Utility
  • After Punjab National Bank, Now Yes Bank Has Also Changed The Interest Rate Of FD, Now Maximum Interest Will Be 6.50%.

ફેરફાર:પંજાબ નેશનલ બેંક બાદ હવે યસ બેંકે પણ FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો, હવે મહત્તમ 6.50% વ્યાજ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબ નેશનલ બેંક બાદ હવે યસ બેંકે પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. યસ બેંક FD પર મહત્તમ 6.50% વ્યાજ ઓફર કરી રહી છે. હવે 1 વર્ષની FD પર 5.75 ટકા વાર્ષિક વ્યાજ મળશે. નવા વ્યાજ દર 5 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે.

હવે કેટલું વ્યાજ મળશે

સમયગાળોનવા વ્યાજ દર (% માં)
7થી 15 દિવસ3.25
31થી 45 દિવસ3.50
46થી 90 મહિના4.00
3 મહિનાથી 6 મહિના4.50
6 મહિનાથી 9 મહિના5.00
9 મહિનાથી 1 વર્ષ5.25
1 વર્ષ 18 મહિના5.75
18 મહિના 3 વર્ષ6.00
3 વર્ષથી 5 વર્ષ6.25
5 વર્ષથી 10 વર્ષ6.50

પંજાબ બેંકે પણ આ મહિને કર્યો હતો ફેરફાર
પંજાબ નેશનલ બેંક (PNB)એ તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. PNB આ સમયે 2.9%થી 5.25% સુધી વ્યાજ FD પર આપી રહી છે.

કેટલા સમયગાળાની FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે

સમયગાળોવ્યાજ દર (% માં)
7થી 45 દિવસ2.9
46થી 90 દિવસ3.25
91થી 179 દિવસ3.80
180થી 270 દિવસ4.40
271 દિવસ અથવા તેનાથી વધારે પરંતુ 1 વર્ષથી ઓછો4.40
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ5.00
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.10
3 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.25

SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)અત્યારે FD પર મહત્તમ 5.40% વ્યાજ ઓફર કરી રહી છે.

કયા સમયગાળાની FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે

સમયગાળો

વ્યાજ દર (%માં)
7થી 45 દિવસ2.9
46થી 179 દિવસ3.9
180થી 210 દિવસ4.4
211થી 1 વર્ષ4.4
1 વર્ષથી 2 વર્ષ4.9
2 વર્ષથી 3 વર્ષ5.1
3 વર્ષથી 5 વર્ષ5.3
5 વર્ષથી 10 વર્ષ5.4