ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની ‘જીવન શાંતિ યોજના’ પેન્શન દ્વારા ગ્રાહકને ભાવિ સુરક્ષા પ્રદાન કરે છે. LICની આ પોલિસીની વિશેષતા તેમાં મળતું પેન્શન છે. ધારો કે કોઈ 45 વર્ષની વ્યક્તિ 10,00,000 રૂપિયા પોલિસામાં રોકાણ કરે છે તો તેને વાર્ષિક 74,300 પેન્શન મળશે. તમારી પાસે તરત જ અથવા 5, 10, 15 અથવા 20 વર્ષ પછી પેન્શન શરૂ કરવાનો વિકલ્પ હશે. 5,10,15 અથવા 20 વર્ષ બાદના ઓપ્શનમાં પેન્શનની રકમ વધી જશે પરંતુ તેની સાથે કેટલીક શરતો પણ છે. LICની જીવન શાંતિ યોજના એક નોન લિંક્ડ પ્લાન છે. આ સાથે તે એક સિંગલ પ્રીમિયમ યરલી સ્કીમ છે, જેમાં વીમાધારક પાસે તાત્કાલિક વાર્ષિકી અથવા સ્થગિત વાર્ષિકી પસંદ કરવાનો વિકલ્પ હોય છે.
ઓનલાઈન અને ઓફલાઈન પોલિસી ખરીદવી
આ સ્કીમ ઓફલાઇન તેમજ ઓનલાઇન પણ ખરીદી શકાય છે. LICની જીવન શાંતિ એક વ્યાપક વાર્ષિકી યોજના છે, જેમાં વ્યક્તિ અને તેના પરિવારને પણ લાભ મળશે.
પોલિસીની ખાસિયત
આ ઉંમરના લોકો ફાયદો ઉઠાવી શકે
LICની આ યોજના ઓછામાં ઓછી 30 વર્ષ અને મહત્તમ 85 વર્ષ માટે લઈ શકાય છે. ‘જીવન શાંતિ યોજના’માં પેન્શનના 1 વર્ષ પછી લોન થઈ શકે છે અને તે પેન્શન શરૂ થયાના 3 મહિના પછી તેને સરન્ડર કરી શકાય છે.
તાત્કાલિક અને સ્થગિત વાર્ષિકી બંને વિકલ્પો માટે પોલિસી લેતી વખતે વાર્ષિક દરોની ખાતરી આપવામાં આવશે. યોજના હેઠળ વિવિધ વાર્ષિકી વિકલ્પો અને વાર્ષિકી ચુકવણીની રીતો ઉપલબ્ધ છે. એકવાર પસંદ કર્યા પછી વિકલ્પ બદલી શકાતો નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.