• Gujarati News
  • Utility
  • After BOB, HDFC And SBI, IDBI Has Also Launched Video KYC Facility For Customers, Now It Is Possible To Open A Home Savings Account.

સુવિધા:BOB, HDFC અને SBI પછી IDBIએ પણ ગ્રાહકો માટે વીડિયો KYC સુવિધા શરૂ કરી, હવે ઘેરબેઠાં સેવિંગ અકાઉન્ટ ખોલાવી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંકે VAO હેઠળ સંપૂર્ણ રીતે કોન્ટેક્ટલેસ અને પેપરલેસ સુવિધા આપી છે
  • IDBI બેંકે ગયા વર્ષે ઓક્ટોબરમાં વ્હોટ્સએપ પર બેંકિંગ સર્વિસ શરૂ કરી હતી

IDBI બેંકે ગ્રાહકો માટે વીડિયો KYC સુવિધા શરૂ કરી છે. આ સુવિધા હેઠળ હવે આ બેંકના ગ્રાહકો ઘેરબેઠાં જ સેવિંગ અકાઉન્ટ ખોલી શકશે. બેંકે સેવિંગ અકાઉન્ટ ખોલવા માટે વીડિયો અકાઉન્ટ ઓપનિંગ (VAO) સુવિધાની શરૂઆત કરી છે. આ સુવિધા મળ્યા પછી હવે ખાતું ખોલવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે. આ માટે ગ્રાહકે કોઇપણ પ્રકારનું ફિઝિકલ ફોર્મ ભરવાની પણ જરૂર નથી. બેંકે VAO હેઠળ સંપૂર્ણ રીતે કોન્ટેક્ટલેસ અને પેરલેસ સુવિધા શરૂ કરી છે.

ઘેરબેઠાં IDBIમાં ખાતું ખોલાવવાની પ્રોસેસ

  • સૌપ્રથમ તમારે IDBI બેંકની ઓફિશિયલ વેબસાઇટ https://www.idbibank.in પર જવાનું રહેશે.
  • આમાં તમારે વીડિયો KYC ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ વીડિયો KYCની લિંકમ ખૂલી જશે.
  • ત્યારબાદ તમે એક નવા પેજ પર આવી જશો. બધી માહિતી ભર્યા પછી continue પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો પાન નંબર દાખલ કરીને continue પર ક્લિક કરો.
  • પછી તમને ઇ-મેલ પર OTP મળશે, તે દાખલ કરો.
  • તમારી પર્સનલ ડિટેલ્સ ભરો.
  • અકાઉન્ટ ડિટેલ્સ ભરો અને continue પર ક્લિક કરો. તમારી એપ્લિકેશન પૂરી થઈ ગઈ.

વ્હોટ્સએપ બેંકિંગ સુવિધા ગયા વર્ષે શરૂ થઈ હતી
IDBI બેંકે ગયા વર્ષે ઓક્ટોબરમાં વ્હોટ્સએપ પર તેના ગ્રાહકો માટે બેંકિંગ સર્વિસ શરૂ કરી હતી. આ સુવિધા દ્વારા તમામ ગ્રાહકોને સરળતાથી મૂળભૂત બેંકિંગ સર્વિસિસ આપવામાં આવી રહી છે. વ્હોટ્સએપ બેંકિંગનો લાભ લેવા માટે ગ્રાહકે તેમના ફોનમાં બેંકનો વ્હોટ્સએપ નંબર સેવ કરવો પડશે અને તેમનો વ્હોટ્સએપ નંબર બેંકને આપવો પડશે. ત્યારબાદ બેંક તમારા વ્હોટ્સએપ નંબર પર આ સુવિધા શરૂ કરશે. તમારા નંબર પર આ સુવિધા શરૂ કરવા માટે તમારે બેંકનો સંપર્ક કરવો પડશે.

અગાઉ ઘણી બેંકો આ સુવિધા શરૂ કરી ચૂકી છે
બેંક ઓફ બરોડાએ પણ ઇન્સ્ટા ક્લિક સેવિંગ અકાઉન્ટ સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત કોઈની મદદ લીધા વિના સરળતાથી ઘેરબેઠાં અકાઉન્ટ ખોલી શકાય છે. આ સિવાય, HDFC બેંકે પણ વીડિયો KYC સુવિધા શરૂ કરી હતી. અગાઉ, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પણ જૂન 2020માં વીડિયો KYC સુવિધા શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...