તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • After Axis Bank And IndusInd Bank, Now IDFC First Bank Has Changed The Interest Rate Of FD.

બેંકિંગ:એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક બાદ હવે IDFC ફર્સ્ટ બેંકે FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

IDFC ફર્સ્ટ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. હવે બેંક FD પર તમને 2.75થી લઈને 6% સુધી વ્યાજ મળશે. નવા દર 1 મેથી લાગુ થઈ ગયા છે. અગાઉ બેંકે સેવિંગ્સ અકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. હવે તમને સેવિંગ્સ અકાઉન્ટ પર મહત્તમ 5% વ્યાજ મળી રહ્યું છે જે પહેલા 6% હતું.

હવે FD પર કેટલું વ્યાજ મળશે​​​​​​​​​​​​​​

સમયગાળોવ્યાજ દર (% માં)
7થી 14 દિવસ સુધી2.75
15થી 29 દિવસ સુધી3.00
30થી 45 દિવસ સુધી3.50
46થી 90 દિવસ સુધી4.00
91થી 180 દિવસ સુધી4.50
181 દિવસથી 1 વર્ષ ઓછો5.25
1 વર્ષથી 2 વર્ષ5.50
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.75
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ6.00
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.75

હવે સેવિંગ અકાઉન્ટ પર મહત્તમ 5% વ્યાજ મળશે
નવા વ્યાજ દર અનુસાર 1 લાખથી ઓછું બેલેન્સ મેન્ટેન કરશે તેમને 4% વ્યાજ મળશે. જે કસ્ટમર 1 લાખથી 10 લાખની વચ્ચે બેલેન્સ મેન્ટેન રાખશે તેમને 4.5% વ્યાજ મળશે, જ્યારે 10 લાખથી વધારે અકાઉન્ટ બેલેન્સ મેન્ટેન કરવા પર 5% વ્યાજ મળશે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ બેંકે સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો હતો.

એક્સિસ બેંક અને ઈન્ડસઇન્ડ બેંકે પણ FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો
એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંકે પણ આ મહિને FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે, એક્સિસ બેંક હવે FD પર મહત્તમ 5.75% વ્યાજ આપી રહી છે. તેમજ ઈન્ડસઈન્ડ બેંક હવે FD પર મહત્તમ 6.25% વ્યાજ આપી રહી છે.

એક્સિસ બેંક હવે કેટલું વ્યાજ આપી રહી છે

સમયગાળોનવા વ્યાજ દર(% માં)
7 દિવસથી 29 દિવસ2.50
30 દિવસથી 90 દિવસ3.00
3થી 6 મહિના3.50
6થી 11 મહિના 25 દિવસ4.40
11 મહિના 25 દિવસથી 1 વર્ષ 5 દિવસ5.10
1 વર્ષ 5 દિવસથી 1 વર્ષ 11 દિવસ5.15
1 વર્ષ 11 દિવસથી 15 મહિના5.10
15 મહિનાથી 18 મહિના5.20
18 મહિનાથી 2 વર્ષ5.25
2 વર્ષથી 5 વર્ષ5.40
5 વર્ષથી 10 વર્ષ5.75

ઇન્ડસઇન્ડ બેંક હવે કેટલું વ્યાજ આપી રહી છે

​​​​​​​સમયગાળોવ્યાજ (% માં)
7થી 30 દિવસ સુધી2.50
31થી 45 દિવસ સુધી3.00
46થી 60 દિવસ સુધી3.50
61થી 90 દિવસ સુધી3.75
91થી 120 દિવસ સુધી4.00
121થી 180 દિવસ સુધી4.50
181થી 210 દિવસ સુધી5.00
211થી 269 દિવસ સુધી5.25
270થી 354 દિવસ સુધી5.50
355થી 364 દિવસ સુધી6.00
1 વર્ષથી 61 મહિના સુધી6.50
61 મહિનાથી વધારે6.25

​​​​​​​​​​​​​​