તમે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપની ખરીદીનો વિચાર કરી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે છે. આજે રાતે 12 વાગ્યા પછી અર્થાત 14 ડિસેમ્બરથી પ્રાઈમ મેમ્બરશિપની કિંમત વધી જશે. કંપની 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો ભાવવધારો કરવા જઈ રહી છે. હવે વેબ સિરીઝ અને મૂવીઝ જોવા માટે વધારે પૈસા આપવા પડશે.
વાર્ષિક પ્લાનમાં 500 રૂપિયાનો વધારો
આજથી એમેઝોન પ્રાઈમના વાર્ષિક પ્લાન માટે અગાઉ કરતાં 500 રૂપિયા વધારે આપવા પડશે. વાર્ષિક પ્લાન માટે 999 રૂપિયાને બદલે 1499 રૂપિયા આપવા પડશે. ભાવવધારા સાથે નવી કિંમતોનું લિસ્ટ જોઈ લો...
એમેઝોન પ્રાઈમના ફાયદા
1. અનલિમિટેડ સ્ટ્રીમિંગ
પ્રાઈમ વીડિયોમાં 1 હજારથી વધારે પોપ્યુલર બોલિવુડ બ્લોકબસ્ટર, હોલિવુડ મૂવીઝ અને ટીવી શૉનો એક્સેસ મળે છે. આ કન્ટેન્ટ ગમે તેટલી વખત જોઈ શકાય છે.
2. ફાસ્ટ અને ફ્રી ડિલીવરી
પ્રાઈમ મેમ્બર્સને એમેઝોન શોપિંગ એપથી ફ્રી ડિલીવરી મળે છે. 1 દિવસની અંદર પ્રોડક્ટ મેળવી શકાય છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુના ગ્રાહકોને 2 કલાક સુધીની ફાસ્ટ ડિલીવરી મળે છે.
3. એડ ફ્રી મ્યુઝિકની મજા
પ્રાઈમમાં 1 કરોડથી વધારે પ્રોડકાસ્ટની મજા ઈંગ્લિશ, હિન્દી, તમિળ, પંજાબી, તેલુગુ સહિતની ભાષામાં ફ્રીમાં માણી શકાય છે. મ્યુઝિક ડાઉનલોડ કરવાનો પણ ઓપ્શન મળે છે.
4. એલેક્સા વોઈસ કન્ટ્રોલ
તેની મદદથી ટાઈપ કર્યા વગર સર્ચ કરી શકાય છે. મોબાઈલમાં વોઈસ કમાન્ડ આપી ફેવરિટ મ્યુઝિક સાંભળી શકાય છે.
5. ICICIના ગ્રાહકોને લાભ
એમેઝોન પે અને ICICI બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને શોપિંગ પર 5% સુધીના રિવોર્ડ પોઈન્ટ મળે છે. તેમાં 1 રિવોર્ડ પોઈન્ટ 1 રૂપિયાનો હોય છે. આ રિવોર્ડ પોઈન્ટ એમેઝોન પે બેલેન્સમાં એડ થાય છે.
6. પોપ્યુલર મોબાઈલ ગેમનો ફ્રી એક્સેસ
ટોપ ઈન્ટરનેશનલ અને ઈન્ડિયન મોબાઈલ ગેમનો એક્સેસ મળે છે. તેમાં વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયિનશિપ 2, મોબાઈલ લીજેન્ડ: બેન્ગ બેન્ગ, વર્ડ્સ વિધ ફ્રેન્ડ્સ, બ્લેક ડેઝર્ટ મોબાઈલ જેવી ફેમ્સ ગેમ રમી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.