• Gujarati News
  • Utility
  • Admit Cards Issued For 10th 12th Standard Board Exams, Exams Will Be Held From 22nd January To 15th February

NIOS બોર્ડ 2021:10મા-12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યાં, 22 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)એ તેની ઓફિશિયલ વેબસાઇટ nios.ac.in પર જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021ની પરીક્ષા માટેનાં એડમિટ કાર્ડ બહાર પાડ્યાં છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેઓ એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ nios.ac.in પર જઇને ડાઉનલોડ કરી શકશે. થિયરી અને પ્રેક્ટિકલ બંને પેપર્સ માટે અલગ એડમિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. અગાઉ 10 જાન્યુઆરીએ પ્રેક્ટિકલ એક્ઝામનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું હતું.

બોર્ડે કોરોના ગાઇડલાઇન્સ બહાર પાડી
NIOSએ તેની વેબસાઇટ પર કોરોના પ્રોટોકોલની ગાઇડલાઇન્સનો સેટ પણ બહાર પાડ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા હોલમાં પ્રવેશતા પહેલાં આ સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. જે વિદ્યાર્થીઓએ NIOS 2021ના એપ્લિકેશન ફોર્મ સાથે તેમનો ફોટો સબમિટ કર્યો નથી, તેમણે તેમનું એડમિટ કાર્ડ મેળવવા માટે તેના રિજનલ સેન્ટરનો સંપર્ક કરવો પડશે. અત્યારે 10મા-12મા ધોરણની પ્રેક્ટિકલ એક્ઝામ્સ ચાલી રહી છે, જ્યારે થિયરી એક્ઝામ્સ 22 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ nios.ac.in પર જાઓ.
  • થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષા માટે હોલ અને ટિકિટ માટેની લિંક પર ક્લિક કરો.
  • તમારો રજિસ્ટ્રેશન નંબર અને હોલ ટિકિટ ટાઇપ કરીને એન્ટર મારો.
  • છેલ્લે સબમિટ પર ક્લિક કરવાથી એડમિટ કાર્ડ ડિસ્પ્લે થશે.
  • હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને એક પ્રિંટઆઉટ કાઢી લો.
અન્ય સમાચારો પણ છે...