તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Academic Calendar For 9th To 12th Grade Students Announced, Creative Learning And Vocational Skills Included For The First Time In Eight week Calendar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NCERT કેલેન્ડર:9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે એકેડમિક કેલેન્ડર જાહેર, આઠ સપ્તાહના કેલેન્ડરમાં પહેલી વખત ક્રિએટિવ લર્નિંગ અને વોકેશનલ સ્કિલને સામેલ કરવામાં આવી

2 મહિનો પહેલા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓલ્ટરનેટિવ એકેડમિક કેલેન્ડર બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. અગાઉ મંત્રીએ NCERT દ્વારા બનાવવામાં આવેલા પ્રાઈમરી અને ઉચ્ચ પ્રાઈમરી સ્ટેજ અને સેકેન્ડરી-હાયર સેકેન્ડરી વિદ્યાર્થીઓ માટે ચાર સપ્તાહનું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું હતું. 9માથી 12મા ધોરણ સુધી આ વેકલ્પિક કેલેન્ડરને પણ NCERTએ બનાવ્યું છે. કેલેન્ડરનો હેતુ વિદ્યાર્થીઓને ઘરે રહીને અભ્યાસમાં મદદ કરવાનો છે.

હિન્દી, ઈંગ્લિશ, ઉર્દુ અને સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે
કેલેન્ડરમાં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્કૂલોમાં અભ્યાસક્રમ આવતા કોર્સ અને ભણાવવામાં આવતા સંસાધનો સામેલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પ્રથમ વખત, કલાત્મક શિક્ષણ, શારીરિક અભ્યાસ, યોગ, વ્યાવસાયિક કુશળતા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વર્ગ પ્રમાણે અને વિષય મુજબની પ્રવૃત્તિઓને પણ હિસ્સો બનાવવામાં આવી છે. આ કેલેન્ડર હિન્દી, ઈંગ્લિશ, ઉર્દુ અને સંસ્કૃત ભાષાઓમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને માતા-પિતાની ચિંતા અથવા તણાવ ઓછો કરવાની ટિપ્સ પણ આપવામાં આવી છે.

21 સપ્ટેમ્બરથી 9થી 12મા ધોરણ માટે આંશિક રીતે શાળાઓ ખુલશે
આ ઓલ્ટરનેટિવ એકેડમિક કેલેન્ડરને ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા ડિવાઈસના ઉપયોગની જેમ જ બનાવવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓ સરળતાથી ઘરે જ શિક્ષણ મેળવી શકશે. તેમજ કેન્દ્ર સરકારની તરફ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન બાદ 21 સપ્ટેમ્બરથી આંશિક રીતે 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ માતાપિતાની પરવાનગી અને તેમની ઇચ્છાથી શાળાએ જઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો