તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • AC, TV, Cars, Smartphones Will Become More Expensive From April 1, Find Out How Much The Burden On Your Pocket Will Increase

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારીની ગરમી:AC, TV, કાર, સ્માર્ટફોન 1 એપ્રિલથી મોંઘા થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો બોજ વધશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરમીની સિઝન શરૂ થવા જઈ રહી છે, પરંતુ તમારા કપાળ પર પરસેવો વધતી મોંઘવારી લાવશે. પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી જ આસમાને પહોંચી ગયા છે. હવે ફરીથી એક એપ્રિલથી ઘણી અન્ય વસ્તુઓ મોંઘી થવાની છે. ગરમી પહેલા ઈલેક્ટ્રોનિક કંપનીઓ AC, કૂલર, ફ્રિજ જેવી પ્રોડક્ટની કિંમતમાં વધારો કરશે. જો તમે કાર અથવા બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક એપ્રિલ પહેલા તેના માટે વધુ પૈસા ચૂકવવા પડશે. હવાઈ મુસાફરી પણ મોંઘી થશે.

જાણો એક એપ્રિલથી તમારા ઘરનું બજેટ કેવી રીતે ખરાબ થશે અને એક વર્ષમાં ત્રીજી વખત કેમ હવાઈ મુસાફરી મોંઘી થશે...

ઈલેક્ટ્રોનિક પ્રોડ્ક્ટસ મોંઘા થશેઃ ગરમી શરૂ થઈ ગઈ છે અને ફ્રીજ, કૂલર AC સહિત આ સેગમેન્ટની લગભગ તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ડિમાન્ડ વધવાની છે. તે પહેલા જ નિર્માતા કંપનીઓએ જાહેરાત કરી છે કે એક એપ્રિલથી મોટાભાગની વસ્તુઓની કિંમતમાં વધારો કરવામાં આવશે. વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કિંમતમાં વધારો થયો હોય. જાન્યુઆરીમાં પણ કંપનીઓએ લગભગ 20% કિંમત વધારી હતી.

કંપનીઓ મોંઘા કાચા માલ અને વધતા ઉત્પાદન ખર્ચનું કારણ જણાવી રહી છે. તે સિવાય ચીનથી આવતો કાચો માલ પણ ઓછો થઈ ગયો છે. તે સાથે જ ગ્લોબલ માર્કેટમાં ઓપન સેલ પેનલ એક મહિનામાં લગભગ 35% મોંઘી થઈ છે. તેનાથી પેનાસોનિક, હાયર અને થોમસન જેવી બ્રાન્ડે કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

આવી જ રીતે ફ્રીજ, કૂલર સહિત પંખા પણ આગામી દિવસોમાં મોંઘા થઈ જશે. જો કે, કેટલીક બ્રાન્ડ્સ માર્ચનો પોતાનો સ્ટોક વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર સારી ઓફર રજૂ કરી રહી છે, જેમાં હફલ એન્ડ કાફ, પેનાસોનિક અને એલજીનું નામ સામેલ છે. અહીં ગ્રાહકોને 40% સુધીની છૂટ આપવામાં આવી રહી છે. વધુ જાણકારી તમે કોઈપણ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર જઈને મેળવી શકો છો.

સ્માર્ટફોન મોંઘા થશેઃ સરકારે બજેટમાં લોકલ મોબાઈલ પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર, અને એડોપ્ટર, ગેજેટ્સ, બેટરી, હેડફોન પર ઈમ્પોર્ટ ડ્યુટી 2.5% વધારવાની વાત કહી હતી. તેનાથી સરકારનો ખજાનો તો ભરાશે પરંતુ તમે સ્માર્ટફોન ખરીદવા જશો તે તમારા બજેટ પર ભારે પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, સ્માર્ટફોન બનાવતી કંપનીઓ આવનાર દિવસોમાં ફોનને 500 રૂપિયાથી વધારે મોંઘા કરી શકે છે.

કારની સવારી મોંઘી પડશેઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ અને નિસાન ઈન્ડિયાએ પોતાની કારની કિંમત 1 એપ્રિલથી વધારવાની જાહેરાત કરી છે. તે સિવાય કેટલીક બીજી કંપનીઓ પણ છે જે વિવિધ મોડેલને મોંઘા કરી શકે છે. કાર બનાવતી કંપનીઓએ પણ મોંઘા કાચા માલનું તેનું કારણ જણાવ્યું છે. કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી કિંમતોમાં વધારો કરવો અમારી મજબૂરી છે. જો કે, કિંમત કેટલી વધશે તેના પર કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગાડીઓની કિંમત 3-5% સુધી વધી શકે છે.

ટૂ-વ્હીલર પણ મોંઘા થશેઃ દેશની મુખ્ય ટૂ વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોર્પે જણાવ્યું કે, તે પોતાના ટૂ વ્હીલરની કિંમતમાં 2500 રૂપિયા સુધીનો વધારો કરશે. બાઈક અને સ્કૂટરના કયા મોડેલ પર કેટલી કિંમત વધારવી તે માર્કેટના હિસાબથી નક્કી કરવામાં આવશે. ગ્રાહકોના ખિસ્સા પરની તેની અસર ઘટાડવા માટે કંપની તેના ખર્ચ બચતનો કાર્યક્રમ આગળ વધારી રહી છે.

ફ્લાઈડનું ભાડું મોંઘુ થશેઃ હવાઈ ભાડું વધ્યા બાદ હવે એવિએશન સિક્યોરિટી ફી (ASF) વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફીમાં વધારો થવાને કારણે 1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થઈ જશે. ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે વર્તમાનમાં ASF 160 રૂપિયા છે, જેને વધારીને 200 રૂપિયા કરી દેવામાં આવી છે. તે સિવાય ઈન્ટરનેશનલ પેસેન્જર્સ માટે તેને 5.2 ડોલરથી વધારીને 12 ડોલર કરવામાં આવી છે. આ જાણકારી DGCAએ ગત સપ્તાહે નોટિફિકેશન જાહેર કરીને આપી હતી. નવા રેટ 1 એપ્રિલ 2021થી જે ટિકિટ લેવામાં આવશે તેના પર લાગુ થશે.

જો કે કેટલાક ટ્રાવેલર્સને તેમાંથી છૂટ આપવામાં આવી છે-

  • જે બાળકની ઉંમર 2 વર્ષથી ઓછી છે
  • કોઈની પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ છે
  • એરલાઈનના ક્રૂ મેમ્બર જે ડ્યુટી પર છે
  • કનેક્ટિંગ ફ્લાઈટના પેસેન્જર પર આ નિયમ લાગુ નહીં થાય

આ અગાઉ સરકારે વધતી ફ્યુલની કિંમતના કારણે વર્ષમાં બીજી વખત હવાઈ મુસાફરીનું ભાડું વધાર્યું હતું, માર્ચમાં પ્રાઈસ બેન્ડના મિનિમમ ભાડામાં 5% અને ફેબ્રુઆરીમાં મિનિમમ ભાડામાં 10% અને મેક્સિમ ભાડામાં 30%નો વધારો કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો