• Gujarati News
  • Utility
  • Aadhaar Has To Be Linked With IRCTC To Book More Than 6 Railway Tickets In A Month, This Is The Process.

ફેરફાર:મહિનામાં 6થી વધુ રેલવે ટિકિટ બુક કરાવવા માટે આધારને IRCTC સાથે લિંક કરાવવું પડશે, આ રહી પ્રોસેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC) દ્વારા ટિકિટ બુક કરાવતા લોકો માટે જરૂરી સમાચાર. હવે તમે આધાર કાર્ડને IRCTC સાથે લિંક કરીને એક મહિનામાં 12 ટિકિટ બુક કરી શકો છો.

ટિકિટ બુકિંગના નિયમ બદલાઈ ગયા
અત્યાર સુધી IRCTC અકાઉન્ટમાંથી એક મહિનામાં મહત્તમ 6 ઓનલાઈન ટિકિટ બુક કરી શકાતી હતી પરંતુ હવે આધારને તમે IRCTC અકાઉન્ટ સાથે લિંક કરીને એક મહિનામાં 6ની જગ્યાએ 12 ટિકિટ બુક કરી શકો છો. IRCTC અકાઉન્ટ સાથે આધારને લિંક કરવાની પ્રોસેસ આ રહી.

આ રીતે આધાર સાથે લિંક કરો

  • સૌથી પહેલા IRCTCની સત્તાવાર ઈ-ટિકિટિંગ વેબસાઈટ irctc.co.in પર જવું.
  • હવે યુઝર ID અને પાસવર્ડ નાખીને લોગઈન કરો.
  • હવે હોમ પેજ પર દેખાઈ રહેલા ' My Account section' પર જઈને 'Aadhaar KYC' પર ક્લિક કરો.
  • ત્યારબાદ બીજા પેજ પર તમારો આધાર નંબર એન્ટર કરો અને 'Send OTP'પર ક્લિક કરો.
  • હવે તમારા આધાર કાર્ડની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. આ OTPને એન્ટર કરો અને વેરિફિકેશન કરો.
  • આધાર સાથે સંબંધિત જાણકારી જોયા બાદ 'Verify' પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા મોબાઈલ પર મેસેજ આવશે કે KYC ડિટેઈલ સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે.

પ્રોફાઈલ સાથે આધાર વેરિફાઈ કરવું જરૂરી

  • રેલવેના જણાવ્યા પ્રમાણે, ટિકિટ બુક કરવા માટે એક પેસેન્જરની પ્રોફાઈલ આધાર સાથે વેરિફાઈ હોવી જોઈએ. અહીં તમને માસ્ટર લિસ્ટ કામમાં આવશે.
  • માસ્ટર લિસ્ટમાં 'My Profile'ટેબ છે. અહીં તમારે પેસેન્જરનું નામ અને આધાર કાર્ડની માહિતી આપીને માસ્ટર લિસ્ટને અપડેટ કરવું પડશે.
  • જો કોઈ પેસેન્જરનું નામ પહેલાથી જ માસ્ટર લિસ્ટમાં છે તો તેની પ્રોફાઈલને એટિડ કરીને IDમાં આધાર નંબર દાખલ કરવો.
  • માસ્ટર લિસ્ટને ઓનલાઈન ટિકિટ બુક કરતા પહેલા જ અપડેટ કરવું પડશે. જેથી તમે 6થી વધારે ટિકિટ બુક કરી શકો.