લોકો એવું વિચારતા હોય છે કે, વારંવાર આધાર કાર્ડમાં નામ અને જન્મતારીખ બદલી શકાય છે. પરંતુ આ બિલકુલ ખોટું છે. આધારકાર્ડમાં અમુક જ વસ્તુઓ હોય છે જે વારંવાર બદલી શકાય છે. આ માટે તમારે UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની વેબસાઈટ પર જવું પડશે. શું તમને ખબર છે કે, તમે આધાર કાર્ડમાં ફક્ત 2 વાર જ નામ અપડેટ કરી શકો છો. આજે અમે તમને કામના સમાચારમાં જણાવીશું કે, કઈ ડિટેલ્સને તમે વારંવાર અપડેટ કરી શકો છો.
ફક્ત 2 જ વાર અપડેટ કરી શકો છો નામ
આધાર કાર્ડમાં તમે તમારું નામ ફક્ત બે વાર જ બદલી શકો છો. જો જન્મતારીખની વાત કરવામાં આવે તો તમે જન્મ તારીખ પણ એક જ વાર બદલી શકો છો. તો એડ્રેસ ગમે તેટલી વાર બદલી શકો છો.
જેન્ડરમાં પણ કરી શકો છો બદલાવ
જો તમારે જેન્ડર બદલાવવી હોય તો તેના માટે પણ સુવિધા છે. તમે તે એક જ વાર બદલી શકો છો.
મર્યાદા કરતાં વધુ ફેરફાર કરવા માટે શું કરવાની જરૂર છે?
જો તમે નામ, જન્મ તારીખ અને લિંગમાં એકથી વધુ વખત ફેરફાર કરવા છે તે વાત પણ સંભવ છે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે અપવાદની સ્થિતિ હશે. આ માટે તમારે ફરીથી આધારની પ્રાદેશિક કચેરીની મુલાકાત લેવી પડશે.
આધારના પ્રાદેશિક કાર્યાલયનો સંપર્ક કરો
આ સ્થિતિમાં તમારે સૌથી પહેલા આધારના પ્રાદેશિક કાર્યાલય અથવા help@uidai.gov.in પર ઈમેલ કરવાનો રહેશે. આ પછી તમારે તેનું કારણ જણાવવું પડશે કે કે તમે કેમ ફેરફાર કરવા માગોં છો. આ પછી ફેરફાર સંબંધિત વિગતો અને તેના પુરાવા આપવાના રહેશે. આધારની પ્રાદેશિક કચેરીને લાગે કે તમારી અપીલ માન્ય છે, તો પ્રાદેશિક કાર્યાલય તેને મંજૂરી આપશે.જો તમારી અપીલ માન્ય નહીં હોય તો મંજૂરી આપવામાં આવશે નહીં.
મોબાઈલ નંબર સાચો હોવો જરૂરી
જો તમારો સાચો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ થયો નથી, તો તમારે તેને અપડેટ કરાવવા માટે પહેલા આધાર કાર્ડ સેન્ટરની મુલાકાત લેવી પડશે.જો મોબાઈલ નંબર અપડેટ હોય તો તમે ઓનલાઈન કેટલાક ફેરફાર કરી શકો છો.
ચાર્જ આપવો પડશે.
જો તમે આધારકાર્ડમાં કોઈ ફેરફાર કરાવો છો તો આ માટે તમારે નાનો ચાર્જ પણ ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, બાયોમેટ્રિક અપડેટ માટે તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે ડેમોગ્રાફિક અપડેટ માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. આધારને રંગમાં ડાઉનલોડ કરવા માટે 30 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.