PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરિટી ઓફ ઈન્ડિયા)એ નેશનલ પેન્શન સિસ્ટમમાં નવાં સબસ્ક્રાઈબર્સે ખાતું ખોલવા માટે આધાર બેઝ્ડ પેપરલેસ KYCની મંજૂરી આપી છે. PFRDAએ ઈ-એનપીએસ/પોઈન્ટ ઓફ પ્રેસન્સ સુવિધાઓને મંજૂરી આપી છે. તેનાથી હવે નવાં સબસ્ક્રાઈબર્સ ઓફલાઈન આધારને તેમની મંજૂરી સાથે ઈએનપીએસ ખાતું ખોલવા માટે ઉપયોગ લઈ શકશે.
UIDAI પોર્ટલ પરથી આધાર ફાઈલ ડાઉનલોડ કરી શકાશે
આધાર બેઝ્ડ ઓફલાઈન પેપરલેસ KYC વેરિફિકેશનની સંખ્યા 12 આંકડાવાળા ફિઝિકલ કોપીની જરૂરિયાત નહીં રહે. નવી પ્રોસેસમાં અરજદાર પાસવર્ડ સાથે આઝારની XML ફાઈલને ઈએનપીએસનાં માધ્યમથી UIDAI પોર્ટલનો એક્સેસ કરી ડાઉનલોડ કરી શકે છે. તેને જ KYC તરીકે આપી શકાય છે.
આ પદ્ધતિથી કામ સરળ બનશે
આ સુવિધાનો ફાયદો પોઈન્ટસ ઓફ પ્રેસન્સનાં માધ્યમથી ઈએનપીએસ અકાઉન્ટ ખોલવા માટે કરી શકાય છે. આ પ્રક્રિયામાં KYC ડિટેઈલ મશીન દ્વારા ઓળખવામાં આવે છે, જે UIDAI દ્વારા ડિજિટલી સાઈન્ડ હોય છે. તેનાથી અરજદાર જલ્દી ખાતું ખોલાવી શકે છે.
આધાર ઈ-KYC શું છે?
આ એક પેપરલેસ KYC પ્રક્રિયા છે, જે અરજદારની ઓળખાણ, સરનામું સહિતની માહિતી ઈલેક્ટ્રોનિક માધ્યમથી પ્રમાણ કરે છે. તેમાં બાયોમેટ્રિક્સ પણ આધારના ડેટાબેઝમાંથી થાય છે.
ઈન્ડસઈન્ડ અને કોટક મહિન્દ્રા બેંકે વીડિયો KYCની પરવાનગી આપી
ઈન્ડસઈન્ડ અને કોટક મહિન્દ્રા બેંકે પોતાના ગ્રાહકોને વીડિયોનાં માધ્યમથી KYCની મંજૂરી આપી છે. તેનાથી ઈન્ડસઈન્ડ બેંકમાં સેવિંગ અકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ બનાવી શકાય છે. કોટક મહિન્દ્રા બેંકમાં પણ તેનાથી અકાઉન્ટ ખોલાની શકાશે.
KYC એટલે શું?
KYC ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત એક ઓળખ પ્રક્રિયા છે, જેની મદદથી બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પોતાના ગ્રાહકો વિશે માહિતગાર થઈ શકે છે. KYC અર્થાત ‘નો યોર કસ્ટમર’ અર્થાત ગ્રાહકોને ઓળખો. બેંક અને અન્ય નાણાકીય કંપનીઓ ગ્રાહકો પાસેથી ફોર્મ ભરાવીને કેટલાક પ્રમાણ પત્રો પણ લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.