જો તમારે બેંક સાથે સંબંધિત કોઈ જરૂરી કામ છે તો એને આજે જ પતાવી લો, કેમ કે આવનારા 4 દિવસ સુધી સતત બેંક બંધ રહેશે. જોકે 4 દિવસની આ સતત રજા માત્ર શિલોંગમાં જ રહેશે. અન્ય સ્થળોએ 16, 17 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે.
16 અને 17 ડિસેમ્બરે હડતાળ
દેશના સરકારી બેંકના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઊતરશે, જેને કારણે આ બંને દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે.
ડિસેમ્બર મહિનામાં આજનો દિવસ છોડીને હવે 16 દિવસ બાકી છે. આ 16 દિવસમાંથી 10 દિવસ બેંક બંધ રહેવાની છે. જોકે આ બેંક હોલિડે વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોય છે.
તારીખ | બંધ રહેવાનું કારણ | ક્યાં બંધ રહેશે |
16 ડિસેમ્બર | બેંક હડતાળ | બધી જગ્યાએ |
17 ડિસેમ્બર | બેંક હડતાળ | બધી જગ્યાએ |
18 ડિસેમ્બર | યુ સો સો થામની ડેથ એનિવર્સરી | શિલોંગ |
19 ડિસેમ્બર | રવિવાર | બધી જગ્યાએ |
24 ડિસેમ્બર | ક્રિસમસ | આઇઝોલ |
25 ડિસેમ્બર | ક્રિસમસ અને ચોથો શનિવાર | બધી જગ્યાએ |
26 ડિસેમ્બર | રવિવાર | આઈઝોલ |
27 ડિસેમ્બર | ક્રિસમસ સેલિબ્રેશન | આઈઝોલ |
30 ડિસેમ્બર | યુ કિઆંગ નોંગબાહ | શિલોંગ |
31 ડિસેમ્બર | ન્યૂ યર ઇવનિંગ | આઈઝોલ |
RBIએ જાહેર કરે છે રજાઓનું લિસ્ટ
RBIની ગાઇડલાઇન અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. અહીં ડિસેમ્બર મહિના માટે RBIની લિસ્ટની સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. એના આધારે તમારે તમારી બેંક સાથે સંબંધિત કામ તરત જ પતાવી લેવા, જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર જવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.