તક / એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડમાં આસિસ્ટન્ટ સહિતની કુલ 300 જગ્યાની ભરતી કરાશે

A total of 300 vacancies including Assistant will be recruited at LIC Housing Finance Limited

Divyabhaskar.com

Aug 09, 2019, 12:43 PM IST

યુટિલિટી ડેસ્ક: એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા ખાલી પડેલી આસિસ્ટન્ટ, એસોસિએટ અને આસિસ્ટન્ટ મેનેજરની દેશભરમાં ખાલી પડેલી 300 જગ્યા પર પ્ર‌વેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા તથા 21થી 28 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે.

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે, જેમાં અરજી કરનારા ઉમેદવારોએ અરજી માટે https://ibpsonline.ibps.in/lichflaaug19/ વેબસાઈટ પર જઈને પોતાની અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26મી ઓગસ્ટ રહેશે. ત્યારબાદ અરજી કરનારા ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. અરજી કરનારા ઉમેદવારોએ અરજી કર્યા પછી અપ્લિકેશન ફી ભરવાની રહેશે જે 500 રૂપિયા રાખવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારો ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ કે નેટ બેંકિગ દ્વારા ઓનલાઈન ફીની રકમ ચૂકવી શકશે.

ફીની ચૂકવણી કર્યા બાદ 9 અને 10 ઓક્ટોબરે ઓનલાઈન પરીક્ષા રાખવામાં આવશે, જેમાં માઈનસ પદ્ધતિથી પરિક્ષામાં માર્કસ આપવામાં આવશે. જો એક જવાબ ખોટો હશે તો તેને આપેલ માર્ક્સમાંથી 0.24 માર્કસ કાપી લેવામાં આવશે. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને જ ખાલી પડેલી જગ્યાની ફાળવણી કરવામાં આવશે.

લાયકાત અને પે સ્કેલ
આ ભરતીમાં આસિસ્ટન્ટની પોસ્ટ માટે ગ્રેજયુએશન વીથ મિનિમમ 55%, એસોસિએટની પોસ્ટ માટે ગ્રેજયુએશન વિથ મિનિમમ 60% અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ગ્રેજયુએશન વિથ મિનિમમ 60% તેમજ PGDBA/PGDBM/PGPM/PGDM અને MBAની ડિગ્રી માન્ય ગણાશે. આસિસ્ટન્ટની પોસ્ટ માટે બેઝિક પે સ્કેલ 13,980 રૂપિયા, એસોસિએટની પોસ્ટ માટે બેઝિક પે સ્કેલ 21,270 અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બેઝિક પે સ્કેલ 32,815 રૂપિયા રાખવામાં આવ્યો છે.

આસિસ્ટન્ટની અને એસોસિએટની પોસ્ટ માટે જુદા જુદા રિજન પ્રમાણે ભરતી થશે જ્યારે આસિસ્ટન્ટ મેનેજરની ભરતી ઓલ ઈન્ડિયા મેરિટ પ્રમાણે કરવામાં આવશે.

X
A total of 300 vacancies including Assistant will be recruited at LIC Housing Finance Limited
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી