ભરતી / IITEમાં શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફની કુલ 19 જગ્યાની ભરતી કરાશે

A total of 19 posts of academic and non-academic staff will be recruited at IITE

Divyabhaskar.com

Aug 10, 2019, 11:42 AM IST

યુટિલિટી ડેસ્ક: રાજ્ય સરકારની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE)માં શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફની કુલ 19 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પ્રક્રિયામાં 1 રજિસ્ટ્રાર, 9 આસિસ્ટન્ટ પ્રોફેસર, 6 એસોસિયએટ પ્રોફેસર તથા 3 પ્રોફેસરની જગ્યા માટે ઓનલાઇન અરજી મગાવવામાં આવી છે.

અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 22 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે. રજિસ્ટ્રારની નિમણૂક સીધી ભરતીના આધારે 5 વર્ષના કાર્યકાળ માટે રહેશે, જે સમાન શરતોથી રિન્યુ થશે.

રજિસ્ટ્રારની 1 જગ્યા જનરલ કેટેગરી માટે જ છે. તમામ જગ્યા માટે ડોક્યુમેન્ટ્સના બિડાણ સહિતનું ઓનલાઇન અરજી ફોર્મની પ્રિન્ટ IITEમાં છેલ્લી તારીખ સુધીમાં મોકલવાનું રહેશે. ઉપરાંત પોસ્ટ અંગેની લાયકાત, અરજી ફી વગેરે જરૂરી વિગતો www.iite.ac.in પર મેળવી શકાશે.

પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ

પોસ્ટ પે સ્કેલ (રૂપિયામાં) ગ્રેડ પે (રૂપિયામાં)
રજિસ્ટ્રાર 37,400થી 67,000 10,000
પ્રોફેસર 37,400થી 67,000 10,000
એસોસિયેટ પ્રોફેસર 37,400થી 67,000 9,000
આસિ. પ્રોફેસર 15,600થી 39,100 6,000

X
A total of 19 posts of academic and non-academic staff will be recruited at IITE
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી