તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • A Task Force Was Formed To Solve The Problems Of The Students, Helpline Number Was Also Revealed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UGC:વિદ્યાર્થીઓની સમસ્યાઓના નિરાકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી, હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો

10 મહિનો પહેલા
 • UGCએ દેશભરની યુનિવર્સિટીઓમાં સેશન એન્ડિંગ એક્ઝામ, એડમિશન પ્રોસેસ અને ક્લાસિસ વગેરેને લઈને માર્ગદર્શિકા જારી કરી
 • તમામ યુનિવર્સિટીઓમાં 1 જુલાઈથી 31 જુલાઇ 2020 સુધી સેમેસ્ટર અને વાર્ષિક પરીક્ષાઓ યોજવા માટેની સૂચના

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ કોરોનાવાઈરસ મહામારીની વચ્ચે વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવા અને હલ કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સથી  વિવિધ માધ્યમથી સંપર્ક કરવા માટે એક હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. તે ઉપરાંત, તમામ યુનિવર્સિટીઓને પણ પોતાના વિદ્યાર્થીઓ માટે ગ્રીવાંસ સેલ બનાવવા માટે અને હેલ્પલાઈન જારી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જારી કરવામાં આવેલ નંબર દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષા અને એકેડમિક એક્ટિવિટીઝથી સંબંધિત પ્રશ્નો પૂછી શકે છે.

ઈ-મેલ આઈડી પર પણ ફરિયાદ કરી શકાય છે
UGC ટાસ્ક ફોર્સની સાથે વિદ્યાર્થીઓ ટીચર્સ અને સંસ્થાઓની સમસ્યાને લઈને પણ સંપર્ક કરી શકે છે. ટાસ્ક-ફોર્સથી સંપર્ક કરવા માટે હેલ્પલાઈન નંબર 011-23236374 જારી કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ઈ-મેલ આઈડી covid19help.ugc@gmail.com દ્વારા પણ સંપર્ક કરી શકે છે. તેમજ આ હેતુ માટે કમિશનના પોર્ટલ પર બનાવવામાં આવેલ પેજ https:// www. ugc.ac.in/grievance/student_reg.aspx પર પણ ફરિયાદ કરી શકાય છે અથવા ફરિયાદ ઓનલાઈન પણ રજિસ્ટર કરાવી શકો છો. 

UGCએ જારી કરી ગાઈડલાઈન્સ
અગાઉ, UGCએ દેશની તમામ યુનિવર્સિટીઓમાં સેશન એન્ડિંગ એક્ઝામ, એડમિશન પ્રોસેસ અને ક્લાસિસ શરૂ કરવા વિશે માર્ગદર્શિકા જારી કરી હતી. UGCએ પોતાની ગાઈડલાઈનમાં સંસ્થાઓના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અને કોવિડ-19થી વિદ્યાર્થીઓ અને અન્ય તમામ હોદ્દેદારોને બચાવા માટે સૂચના પણ આપવામાં આવી હતી. UGC દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા મુજબ, તમામ યુનિવર્સિટીઓને સેમેસ્ટર અને વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઇથી 31 જુલાઇ, 2020 ની વચ્ચે અને 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2020 દરમિયાન પ્રવેશ પ્રક્રિયા યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત વર્તમાન વિદ્યાર્થીઓ માટે 1 ઓગસ્ટથી ક્લાસિસ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે પ્રવેશ પછી નવા વિદ્યાર્થીઓ માટે 1 સપ્ટેમ્બર 2020 થી ક્લાસિસ શરૂ કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો