તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • A New Income Tax Website Has Been Launched, Which Will Have Many Special Features Along With A New Payment System

સુવિધા:ઈન્કમ ટેક્સની નવી વેબસાઇટ લોન્ચ થઈ, એમાં નવી પેમેન્ટ સિસ્ટમની સાથે ઘણી ખાસ સુવિધાઓ મળશે

2 મહિનો પહેલા

આવકવેરા વિભાગે 7 જૂનના રોજ મોડી સાંજે ઈ-ફાઈલિંગ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. ડાયરેક્ટર ઓફ ઈન્કમ ટેક્સના અનુસાર, ITR ફાઈલ કરવાની સત્તાવાર વેબસાઈટ incometax.gov.in થઈ ગઈ છે. અગાઉ એ http://incometaxindiaefiling.gov.in હતી. આવકવેરા વિભાગે 1-6 તારીખ સુધી વેબસાઈટને બંધ રાખી હતી અને કહ્યું હતું કે 7 જૂનથી નવી વેબસાઈટ લોન્ચ થશે. નવા પોર્ટલને 'ઇ-ફાઇલિંગ 2.0' કહેવામાં આવ્યું છે.

18 જૂનથી મોબાઈલ એપ શરૂ થશે
નવી વેબસાઈટ 7 જૂનથી શરૂ થઈ ગઈ છે, પરંતુ ટેક્સ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત 18 જૂનના રોજ એડવાન્સ ટેક્સના હપતાની તારીખ બાદ કરવામાં આવશે. એ સિવાય પહેલી વખત મોબાઈલ એપની સુવિધાને 18 જૂનથી શરૂ કરવામાં આવશે. એનાથી ટેક્સપેયર્સ ટેક્સ સંબંધિત કામકાજ એપ પર કરી શકશે.

નવી વેબસાઈટમાં આ ફીચર મળશે

  • નવી વેબસાઈટ વધારે યુઝર ફ્રેન્ડલી છે, જેનાથી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવામાં સરળતા રહેશે અને રિફંડ પણ જલદી મળશે.
  • તમામ ટ્રાન્ઝેક્શન, અપલોડ, અને પેન્ડિંગ એક્શન એક જ ડેશબોર્ડ પર દેખાય છે, જેથી યુઝર એને રિવ્યૂ કરી શકે અને જરૂરિયાતના હિસાબથી એક્શન લઈ શકે. એટલે એનાથી ITR ફાઈલ કરવું, એને રિવ્યૂ કરવું અને કોઈ એક્શન લેવાનું સરળ થઈ જશે.
  • ઓનલાઈન અને ઓફલાઈન બંને પરિસ્થિતિ માટે ITR માટે તૈયાર કરવાનું સોફ્ટવેર ફ્રીમાં ઉપલબ્ધ છે. એમાં કરદાતાઓને આસિસ્ટ કરવાની સુવિધા પણ છે અને પ્રી-ફાઈલિંગનો ઓપ્શન પણ છે, જેથી ઓછી ડેટા એન્ટ્રી કરવી પડે.
  • નવા પોર્ટલમાં એક નવી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરવામાં આવી છે, જેમાં ચુકવણીના ઘણા વિકલ્પ હશે, જેમ કે નેટ બેંકિંગ, UPI, RTGS,NEFT વગેરે.
  • કરદાતાઓના સવાલના જવાબ આપવા માટે ચેટબોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
  • 30 સપ્ટેમ્બર સુધી નાણાકીય 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાનું છે.
  • નાણાકીય વર્ષ 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ સુધી ફાઈલ કરવાનું છે. આ તારીખ સુધી ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા પર તમારે કોઈ વધારાનો ચાર્જ નહીં આપવો પડે.