• Home
  • Utility
  • A new chapter on online education has been added, this chapter was not in the draft released last year

નવી શિક્ષણ નીતિ પર કોવિડ-19ની અસર / ઓનલાઈન એજ્યુકેશનને લગતું એક નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું, ગત વર્ષે જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં આ ચેપ્ટર નહોતું

A new chapter on online education has been added, this chapter was not in the draft released last year
X
A new chapter on online education has been added, this chapter was not in the draft released last year

  • ટેલિવિઝન અને કોમ્યુનિટી રેડિયો દ્વારા પણ અભ્યાસ હાથ ધરવામાં આવશે
  • પહેલાથી ઉપલબ્ધ ઓનલાઈન પ્લેટફોર્મને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:23 AM IST

કેન્દ્ર સરકારે બુધવારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી. 34 વર્ષ પછી દેશની શિક્ષણ નીતિમાં આ પરિવર્તન આવ્યું છે. તેમાં પ્રાઈમરી એજ્યુકેશનથી લઈને રિસર્ચ લેવલ સુધીના ફેરફાર સામેલ છે.

અત્યાર સુધી એવું સમજવામાં આવી રહ્યું છે કે, 2020માં આવેલી નવી શિક્ષણ નીતિ સંપૂર્ણ રીતે 2019ના ડ્રાફ્ટના આધારે તૈયાર કરવામાં આવી છે. પરંતુ, આ સંપૂર્ણ રીતે યોગ્ય નથી. નવી શિક્ષા નીતિ પર કોવિડ-19 મહામારીની પણ અસર થઈ છે. ઓનલાઈન એજ્યુકેશન સંબંધિત એક નવું ચેપ્ટર વર્ષ 2020માં ઉમેરવામાં આવ્યું છે.

2019ના ડ્રાફ્ટમાં કુલ 23 ચેપ્ટર હતા. જ્યારે બુધવારે જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં 24 ચેપ્ટર છે. આ 24મુ ચેપ્ટર છે Online and Digital Education: Ensuring Equitable Use of Technology એટલે તમામ લોકો માટે ટેક્નોલોજીનો ઉપયોગ સુનિશ્ચિત કરવો.

શું છે આ નવા ચેપ્ટરમાં?
સરકારની તરફથી જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિના સત્તાવાર દસ્તાવેજમાં આ ચેપ્ટર અંગે લખવામાં આવ્યું છેઃ મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિથી એ જાણવા મળ્યું છે કે, શિક્ષણની પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત આપણે નવા વિકલ્પોની પણ જરૂર છે, તેથી તેને ઉમેરવામાં આવ્યું છે.

નવી શિક્ષણ નીતિની ડ્રાફ્ટ સમિતિના સભ્ય આર.એસ કુરીલના જણાવ્યા પ્રમાણેઃ આ ચેપ્ટર ટ્રાફ્ટમાં નહોતું. સરકારે બાદમાં મહામારીને કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખતા તેને ઉમેર્યું છે. જો કે, આ ફેરફાર વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા યોગ્ય છે. તેનું ભવિષ્ય પણ સારા પરિણામ આવશે.

દેશમાં ડિજિટલ ડિવાઈડ છે
ઓનલાઈન એજ્યુકેશન પર ભાર મૂકવાની સાથે પોલિસીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન એજ્યુકેશનનો લાભ સંપૂર્ણ રીતે ત્યાં સુધી નથી લઈ શકાય, જ્યાં સુધી દેશમાં ડિજિટલ ડિવાઈડ છે. ડિજિટલ ડિવાઈડનો સરળ અર્થ એ છે કે, મોટાભાગના લોકોની પાસે ઓનલાઈન એજ્યુકેશન માટે સંસાધનો ઉપલબ્ધ નથી.

ઓનલાઇન એજ્યુકેશનનું માળખું સાત તબક્કામાં તૈયાર થશે

  • ઓનલાઈન એજ્યુકેશન અંગેના આ નવા ચેપ્ટરમાં સાત તબક્કાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જેના હેઠળ દેશમાં ઓનલાઈન એજ્યુકેશનનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
  • NETF, CIET, NIOS, IGNOU, IITs, NITs દ્વારા ઓનલાઈન એજ્યુકેશનનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
  • દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.
  • SWAYAM, DIKSHA જેવા ઈ-લર્નિગ પ્લેટફોર્મને પહેલા કરતા વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે.
  • ડિજિટલ કન્ટેન્ટનો મોટો સ્ત્રોત તૈયાર કરવામાં આવશે. જેમાં નવા કોર્સ-વર્ક, લર્નિંગ ગેમ્સ વગેરે ડેવલપ કરવામાં આવશે.
  • ડિજિટલ ડિવાઈડને ધ્યાનમાં રાખતા ટેલિવિઝન રેડિયો અને કોમ્યુનિટી રેડિયોના માધ્યમથી પણ ઈ-લર્નિંગ કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે.
  • DIKSHA, SWAYAM અને SWAYAMPRABHA જેવા ઈ-લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા વર્ચ્યુઅલ લેબ બનાવવામાં આવશે. જેની મદદથી ઓનલાઈન વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ અને એક્સપેરિમેન્ટ કરી શકશે.
  • શિક્ષકોને શીખવવામાં આવશે કે તેઓ એક ઓનલાઈન એજ્યુકેશન માટે કેવી રીતે કન્ટેન્ટ ક્રિએટર બની શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી