લોન / સંપત્તિ પર મળતી લોન એ રોકાણમાં મળતાં રિટર્ન જેવી જ હોય છે

A loan on a property is similar to the return on investment

Divyabhaskar.com

Aug 11, 2019, 04:46 PM IST

યુટિલિટી ડેસ્ક: લોન અગેન્સ્ટ પ્રોપર્ટી એક સુરક્ષિત લોન હોય છે, જેને અલગ અલગ જરૂરિયાતો માટે ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં વ્યક્તિ પોતાની સંપત્તિ ગિરવે મૂકીને મળતી રકમનો ઉપયોગ ઘણી આર્થિક જરૂરતોને પૂરી કરવા માટે થઈ શકે છે.

લોન ચૂકવવાની ક્ષમતા

લોન માટે અરજી કરતાં પહેલા તમારે લોન ચૂકવવાની ક્ષમતા અને તમારાં ખર્ચા પર આધારિત આર્થિક સ્થિતિનું આંકલન કરવું જરૂરી છે. તમારી વર્તમાન આવકને આધારે લોન ચૂકવવાની ક્ષમતા સ્પષ્ટ થાય છે. જો અરજદારની વર્તમાન આવકમાંથી 50% રકમ અન્ય લોનની ચૂકવણી કરવામાં જતી હોય તો, નાણાકીય કંપની તમને લોન આપવામાં સંકોચ કરશે અથવા તમને વધારે વ્યાજદર પર લોન આપવામાં આવશે. તેથી ત્યારે જ લોન લેવી જોઈએ જ્યારે તમે તેને સરળતાથી ચૂકવી શકતા હોવ.

લાયકાતની તપાસ કરો
લોન આપવાવાળી કંપની લાયકાતની તમામ શરતો પૂરી થાય તો જ અરજી સ્વીકાર કરશે. તેમાં ઉંમર, આવક, તમે કઈ કંપનીમાં કામ કરો છો, રહેઠાણ વગેરે સામેલ થાય છે. દરેક નાણાકીય કંપનીઓની તેમની અલગ અલગ લાયકાતની શરતો હોય છે. તેથી લોન લેતાં પહેલાં તે કંપનીની લાયકાતની શરતો જાણી લેવી જરૂરી છે. જો કંપનીની કોઈ શરત પૂરી નહીં થાય તો, શરૂઆતમાં જ તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં આ પરિસ્થિતિથી બચવા માટે અરજદાર ઓનલાઇન ફાઇનાન્શિયલ માર્કેટપ્લેસની વેબસાઈટ પર જઈને, લોન એલિજિબિલીટી કેલ્ક્યુલેટર ટૂલ પર જોઈ શકો છો.

યોગ્ય કંપની
સંપત્તિના બદલે લોન માટે લોન આપતી કંપની તમારી સંપત્તિનું મુલ્યાંકન કરે છે. તે લોનની પ્રોસેસ, જરૂરી દસ્તાવેજો અને ઔપચારિકતાઓમાં સામેલ પ્રક્રિયાનો ભાગ હોય છે. તેથી તમારી લાયકાત અને જરૂરિયાત મુજબ તમારે લોન આપનાર કંપનીની પસંદગી કરવાની રહેશે. અરજદાર ઓનલાઇન ફાઇનાન્શિયલ માર્કેટપ્લેસ પર જઈને લોન આપનાર કંપનીની પસંદગી કરી શકે છે. આ પ્રકારની લોન લાંબા સમયગાળાની હોય છે. તેથી વ્યાજ દર, પ્રોસેસ ચાર્જ, લોનની શરતો વગેરે પાસાઓ પર વિવિધ કંપનીઓની સરખામણી કરવી જરૂરી છે.

ક્રેડિટ રિપોર્ટની તપાસ
લોનની અરજી કરતાં પહેલાં ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટની તપાસ કરવી જરૂરી છે. જો તેમાં કોઈ ખામી જણાય તો અરજી અસ્વીકાર કરવામાં આવે છે. લોન આપનાર કંપનીઓ ક્રેડિટ રિપોર્ટ અને સ્કોર ચેક કરીને તમારી ક્રેડિટ હિસ્ટ્રી જોવે છે. સ્કોર ઓછો હોવાનો મતલબ એ થાય છે કે, અરજદારની ઓછી વિશ્વસનિયતા થાય છે. તેના કારણે તમારી અરજી સ્વીકારવામાં આવતી નથી અથવા તમારે વધારે વ્યાજ ચૂકવીને લોન લેવી પડે છે. ક્રેડિટ રિપોર્ટ નિયમિત તપાસવી જોઈએ, જેથી જો તેમાં કોઈ ખામી અથવા છેતરપિંડી થઈ હોય તો તેની જાણ થઈ શકે. ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ ઓનલાઇન ફાઇનાન્શિયલ માર્કેટપ્લેસ પર જઈને જાણી શકાય છે, તેમજ દર મહિને અપડેટ પણ મેળવી શકાય છે.

X
A loan on a property is similar to the return on investment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી