• Gujarati News
 • Utility
 • A Husband Cannot Sit At Home And Claim His Wife's Earnings, Why This Condition Is Not Applicable To The Wife

કામના સમાચાર:પતિ ઘરે બેસીને પત્નીની કમાણી પર હક કરી શકે નહીં, પત્નીને કેમ લાગુ નથી પડતી આ શરત

19 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા

આજકાલની મહિલાઓ પણ પણ પગભર થઇ રહી છે. પરંતુ ઘણા પરિવારજનો મહિલાઓને કમાણીનું સાધન એટલે કે Cash Cow સમજે છે. આ પ્રકારનું વર્તન મહિલા સાથે કરવું એ એક માનસિક ક્રૂરતા છે. પુરુષો ઘરે બેસીને મહિલાઓની કમાણી પર રોફ જમાવવા ઇચ્છતા હોય છે. આ મામલે કોર્ટ એકતરફી છૂટાછેડાની મંજૂરી આપી શકે છે.

શું છે સમગ્ર ઘટના?
એક કપલે આ 1999માં લગ્ન કર્યા હતા. 2001માં એક બાળકનો જન્મ થયો હતો અને 2017માં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેમાં પતિનો પરિવાર આર્થિક સંકડામણમાં હોવાનું જણાવ્યું હતું. ઝઘડા અને દેવાને કારણે પત્નીએ દુબઈમાં નોકરી પણ સ્વીકારી હતી. આ બાદ મહિલાએ તેણે પોતાના પતિના નામે એક ખેતર ખરીદ્યું હતું અને 2012માં સલૂન પણ ખોલી દીધું હતું, આમ છતાં પણ પતિ પગભર થઇ શક્યો ન હતો. 2013માં આ પરિવાર ભારત પરત ફર્યો હતો. મહિલાએ પોતાના પતિને લગભગ 60 લાખ રૂપિયા આપ્યા હતા, જેની બેન્કિંગ ડિટેલ કોર્ટમાં જમા કરાવવામાં આવી હતી.

આ કેસ મામલે પટિયાલા હાઉસ કોર્ટના વકીલ સીમા જોશી જણાવે છે.

સવાલ : ઘણા લોકોના મનમાં આ સવાલ જરૂર ઉઠતો હશે કે જો પતિ ઘરે બેસીને પત્નીની કમાણી પર આધાર રાખે છે તો માનસિક ક્રૂરતા તો પછી પત્ની ઘરે બેસીને પતિની કમાણી કેવી રીતે ખાઈ શકે?

જવાબ : ખરા અર્થમાં પતિએ જ કમાવવાનું હોય છે અને તેની જવાબદારી પણ છે. જ્યારે પત્નીને Secondary source of earning માનવામાં આવે છે. એટલે કે પત્ની નોકરી કે ધંધો કરે તે જરૂરી નથી. પત્ની બાળકોનો ઉછેર કરે છે, ઘર સંભાળે છે, રસોઈ બનાવે છે, સાસુ-સસરાલહ ધ્યાન રાખે છે અને બાકીનું કામ કરે છે. જો પતિ ઘરમાં રહીને આ કોઈ કામ કરતો ન હોય અને પત્નીની કમાણી પર આધાર રાખે છે તો તે માનસિક ક્રૂરતા છે.

સવાલ : જો કોઈ પુરુષ 'હાઉસ હસબન્ડ' છે અને મહિલાઓની જેમ ઘરનું બધું કામ છે અને પત્ની નોકરી કરે છે તો માનસિક ક્રૂરતા ગણી શકાય?
જવાબ :
જે રીતે મહિલાઓ ઘરનું ધ્યાન રાખે છે તે રીત જ પુરુષ ઘરનું ધ્યાન રાખે છે અને જ્યારે કોર્ટમાં કેસ થાય છે ત્યારે તે પ્રુફ કરી શકે છે કે નોકરી ન હોવાને કારણે ઘરની સંભાળ રાખી છે. તે સમયે પતિ પર માનસિક ક્રૂરતા ગણી શકાય નહીં.

તો હવે સવાલ એ થાય છે કે, માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડા થઇ શકે છે, તો તેનો જવાબ હા છે. પતિ કે પત્ની પૈકી કોઈ એકતરફી છૂટાછેડાની અરજી કરે છે તો છૂટાછેડા મળી શકે છે.

સવાલ 3 : જો પતિ -પત્ની પૈકી કોઈ એકને એકતરફી છૂટાછેડા લેવા હોય તો શું કરવું પડશે?
જવાબ : હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13માં વિવાદિત છૂટાછેડા એટલે કે એકતરફી છૂટાછેડાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે તેના માટે શું કરવું જોઈએ

 • સૌથી પહેલા ફેમિલી કોર્ટ કે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની રહેશે.
 • જો તમારા શહેરમાં ફેમિલી કોર્ટ ન હોય તો સેશન્સ કોર્ટમાં અરજી કરો.
 • અરજી અરજી કર્યા બાદ અન્ય પક્ષકારને કોર્ટ તરફથી નોટિસ મળશે.
 • કોર્ટમાં હાજર થવા માટે તારીખ આપવામાં આવશે. તે નિશ્ચિત તારીખ પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
 • પહેલી નોટિસ બાદ જો બીજો પક્ષ હાજર નહીં થાય તો કોર્ટ બીજી નોટિસ આપશે.
 • આ પછી પણ હાજર નહીં થાય તો ત્રીજી નોટિસ ફટકારવામાં આવશે.
 • ત્રીજી સૂચના બાદ પણ જો તે ન આવે તો માત્ર એક જ પક્ષની દલીલ સાંભળવામાં આવશે.
 • ત્યાર બાદ કોર્ટ નક્કી કરશે કે છૂટાછેડા મંજૂર કરવા કે નહીં.
 • સાથે જ સામેનો પક્ષ હાજર થશે તો પ્રથમ સમાધાનનો પ્રયાસ કરાશે.
 • સમાધાનમાં થોડા મહિનાનો સમય લાગી શકે છે, સમાધાન નહીં થાય તો કોર્ટ ચુકાદો આપશે.

સવાલ 4 : પાર્ટનરને છૂટાછેડા જોઈએ છે અને બીજો કોર્ટમાં હાજર થયા બાદ કહે છે કે તેને છૂટાછેડા નથી જોઈતા તો શું થશે?
જવાબ : જયારે આ સ્થિતિ ઉદભવે છે ત્યારે બંને ભાગીદારોના કાઉન્સેલિંગ કરવામાં આવશે. એટલે કે તેઓ પોતાના સંબંધને બચાવવાની કોશિશ કરશે. તે એક પરિણીત દંપતી પર કરવામાં આવતી એક પ્રકારની સાઇકોથેરાપી છે. આ દ્વારા નિષ્ણાતો તેમના સંબંધોમાં આવતી સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

સવાલ 5 : શું કાઉન્સેલરના નિર્ણય પર કોર્ટ નિર્ણય કરી શકે છે?
જવાબ : ના, કાઉન્સેલર કાઉન્સેલિંગ બાદ કોર્ટ અને પોલીસને પોતાનો અભિપ્રાય આપી શકે છે. આ રિપોર્ટના આધારે જજને ચુકાદો સંભળાવવાની ફરજ પાડવામાં આવતી નથી. જજ બંને પક્ષોનો અભિપ્રાય સાંભળ્યા પછી અને પુરાવા જોયા પછી જ પોતાનો ચુકાદો સંભળાવે છે.