તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • A Good Credit Score Makes It Easy For You To Get A Low Interest Rate Loan, High Credit Limit And Many Other Benefits Including Loan Transfer.

જાણકારી:સારો ક્રેડિટ સ્કોર તમને સરળતાથી ઓછા વ્યાજ દરે લોન અપાવે છે, હાઈ ક્રેડિટ લિમિટ અને લોન ટ્રાન્સફર કરવા સહિત અન્ય ઘણા ફાયદા મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સારો ક્રેડિટ સ્કોર (સિબિલ સ્કોર)ના ઘણા ફાયદા હોય છે. આની મદદથી તમને સરળતાથી લોન તો મળે જ છે પણ સાથે તેનો વ્યાજ દર પણ ઓછો રહે છે. સારો ક્રેડિટ સ્કોર તમારા માટે ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે તમને સારા ક્રેડિટ સ્કોર હોવાના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે પણ તમારો સ્કોર સુધારી શકો.

સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મળે છે
સારો ક્રેડિટ સ્કોર તમને સરળતાથી લોન અપાવે છે. પરંતુ તે તમને ઓછા વ્યાજ દરે પણ લોન આપે છે. તમારા ક્રેડિટ રિપોર્ટમાં તમારી લોનની અને તેને ચૂકવવાની બધી વિગતો સામેલ હોય છે. તેથી, જો આ સ્કોર સારો હશે તો બેંકો તમારા પર વિશ્વાસ કરશે અને તમને સરળતાથી લોન આપશે. આ સિવાય જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો બેંક અને NBFC તમને પ્રિ-અપ્રૂવ્ડ લોન પણ ઓફર કરે છે.

વધુ લોન મળે છે
સારો ક્રેડિટ સ્કોર દર્શાવે છે કે આજ સુધી તમે તમારી લોન યોગ્ય સમય પર ચૂકવી દીધી છે. તેથી, જ્યારે તમે બેંક અથવા NBFCમાંથી લોન લેવા જાઓ ત્યારે તે તમને તમારી જરૂરિયાત મુજબ સરળતાથી લોન આપશે. જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો બેંક તમને વધારે લોન નહીં આપે. બેંક તમને તમારી જરૂરિયાત મુજબ લોન આપવાની ના પાડી શકે છે.

સારા ક્રેડિટ કાર્ડ ઓપ્શન
તમને સારા ક્રેડિટ સ્કોર સાથે ક્રેડિટ કાર્ડ સરળતાથી મળશે. આ સિવાય તમારી પાસે ઘણી ફાઇનાન્સ કંપનીઓ અને બેંકો તરફથી ક્રેડિટ કાર્ડ ઓપ્શન ઉપલબ્ધ હશે. જેમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ તમારા માટે ક્રેડિટ કાર્ડ પસંદ કરી શકો છો. તમને કેશબેક અને ઓફર્સ જેવાં ઘણા ફાયદા પણ મળશે.

હાઈ ક્રેડિટ લિમિટ મળશે
સારા ક્રેડિટ સ્કોર સાથે તમે હાઈ ક્રેડિટ લિમિટવાળા કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ એક નિશ્ચિત લિમિટ સાથે આવે છે. જો તમે આ લિમિટ વટાવી જાઓ તો તમારો સ્કોર ઓછો થઈ જશે. પરંતુ મજબૂત સ્કોર સાથે તમારી પાસે હાઈ ક્રેડિટ લિમિટ માટે અપ્લાય કરવાનો ઓપ્શન રહે છે. આ ઉપરાંત, કાર્ડ પર વ્યાજ પણ ઓછું આપવું પડે છે.

લોન ટ્રાન્સફર કરવામાં સરળતા રહેશે
જો તમે તમારી લોન એક બેંકથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માગતા હો તો તમારે તમારી લોન બીજી બેંકમાંથી ટ્રાન્સફર કરતાં પહેલાં તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવો જરૂરી છે. જો તમારો ક્રેડિટ સ્કોર યોગ્ય ન હોય તો પછી શક્ય છે કે તે તમારી લોન ટ્રાન્સફર એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય.

ક્રેડિટ સ્કોર આ બાબતો પર આધારિત હોય છે
કોઈ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેની લોનની એલિજિબિલિટીને ખૂબ અસર કરે છે. ક્રેડિટ સ્કોર ઘણી ક્રેડિટ પ્રોફાઇલિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમાં એવું જોવામાં આવે છે કે તમે પહેલાં લોન લીધી હોય અથવા ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કર્યો હોય. કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર, પેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ સ્કોર રિપેમેન્ટ હિસ્ટ્રી, કરન્ટ લોન પર પેમેન્સ અને બિલોના સમયસર પેમેન્ટ પર આધારિત હોય છે.

30% ક્રેડિટ સ્કોર તેના પર નિર્ભર હોય છે કે તમે સમયસર લોન ચૂકવી રહ્યા છો કે નહીં. 25% સિક્યોર્ડ અથવા અનસિક્યોર્ડ લોન પર, 25% ક્રેડિટ એક્સપોઝર પર અને 20% લોનના ઉપયોગ પર આધારિત હોય છે.

ક્રેડિટ સ્કોર 300થી 900ની વચ્ચે ગણાય છે
સામાન્ય રીતે તો ક્રેડિટ સ્કોરની રેન્જ જેમ કે, ક્રેડિટ સ્કોર્સ 300થી 900 વચ્ચેની હોય છે. જો કે, 550થી 700નો સ્કોર બહુ સારો માનવામાં આવે છે. 700થી 900ની વચ્ચેનો સ્કોર બહુ સારો માનવામાં આવે છે. સારા ક્રેડિટ સ્કોરને મેન્ટેન રાખવા માટે કેટલીક રીતો છે.

ક્રેડિટ સ્કોર ફ્રીમાં ચેક કરી શકાય
મોબાઇલ વોલેટ એપ્લિકેશન પેટીએમએ ક્રેડિટ સ્કોર ચેક સુવિધા લોન્ચ કરી છે. હવે તમે યુઝર્સ ડિટેલમાં તમારો ક્રેડિટ રિપોર્ટ જોઈ શકો છો. આ દ્વારા તમે એક્ટિવ ક્રેડિટ કાર્ડ અને લોન અકાઉન્ટનો ક્રેડિટ રિપોર્ટ પણ જોઈ શકશો. પ્રોસેસ જાણવા અહીં ક્લિક કરો.