‘મંડપ એક, પતિ એક પણ પત્ની બે’:છોકરા સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો, બંને બહેનો સામે કેમ નહીં?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમે જોડિયા બાળકોની મોટિવેશનલ વાર્તાઓ ઘણી સાંભળી હશે પણ આજે અમે તમને મુંબઈની બે જોડિયા બહેનોનો એવો કિસ્સો સંભળાવવા જઈ રહ્યો છું કે, જેના કારણે એક બાળકે જેલની હવા ખાવી પડી.

ઘટના કંઈક એવી ઘટી કે, મહારાષ્ટ્રનાં સોલાપુરમાં આયોજિત એક લગ્ન સમારોહમાં રિંકી-પિંકી નામની બે જોડિયા બહેનોએ અતુલ નામનાં યુવક સાથે લગ્ન કર્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં યૂઝર્સનાં પ્રશ્નો શરુ થયા કે, આ લગ્ન કેવી રીતે કાયદેસર સાબિત થઈ શકે છે? પછી શું પોલીસે વરરાજાની સામે ભારતીય દંડ સંહિતા એટલે કે IPCની કલમ-494 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી. આ કિસ્સામાં માલેવાડીનાં રાહુલ ફૂલેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આજે કામના સમાચારમાં આ કિસ્સા અંગે વધુ વાત કરીએ
આજની સ્ટોરીનાં એક્સપર્ટ છે- એડવોકેટ પ્રશાંત ઘાઈ, ક્રિમિનલ એન્ડ ડિવોર્સ એક્સપર્ટ, દિલ્હી અને એડવોકેટ જાવેદ અહેમદ, દિલ્હી

સૌથી પહેલાં આ કિસ્સા સાથે જોડાયેલા અમુક પ્રશ્નોનાં જવાબો જાણીએ

પ્રશ્ન- હજુ સુધી આ આખી ઘટનામાં ફક્ત યુવક સામે કેસ નોંધવામાં આવ્યો છે, બંને યુવતીઓ સામે નહી, એવું કેમ?
જવાબ-
એડવોકેટ પ્રશાંત ઘાઈ મુજબ બંને બહેનોના આ પહેલા લગ્ન હતા પણ યુવકનાં નહી. એટલા માટે કેસ ફક્ત યુવક પર જ નોંધાયો છે, બંને યુવતીઓ પર નહી.

પ્રશ્ન- યુવક પણ પહેલી જ વાર પરણી રહ્યો છે તો આવું કેમ કહે છે કે, તે પહેલેથી પરણિત છે? આ વિશે થોડી વધુ માહિતી આપો
જવાબ
- એડવોકેટ પ્રશાંત ઘાઈ મુજબ આ આખા કિસ્સાને શરુઆતથી સમજો- જ્યારે પહેલી બહેન રિંકીને અતુલે વરમાળા પહેરાવી ત્યારે તેના પહેલા લગ્ન થઈ ગયા. આ જ રીતે જ્યારે તે બીજી બહેન એટલે કે પિંકીએ યુવકને વરમાળા પહેરાવી તો તેના પણ પહેલા જ લગ્ન હતા પરંતુ, અતુલ આ સમયે હિંદુ ધર્મ મુજબ રિંકી સાથે પહેલેથી પરણી ચૂક્યો હતો. આ રીતે અતુલના પિંકી સાથે બીજા લગ્ન હતા. આ કારણોસર યુવક પર કેસ થયો, યુવતીઓ પર નહીં.

આ બે લગ્નોને લઈને ભારતમાં જુદા-જુદા ધર્મોને લઈને કાયદો શું છે? તેની સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ જાણી લઈએ
પ્રશ્ન- શું હિન્દુ યુવક અને યુવતી એકસાથે બે લગ્ન કરી શકતા નથી?
જવાબ-
એડવોકેટ પ્રશાંત ઘાઈ મુજબ હિન્દુ ધર્મ પાળતાં લોકો એકસાથે બે લગ્ન કરી શકતા નથી. હિન્દુ મેરિજ એક્ટ-1995 અંતર્ગત તલાક વગર બીજા લગ્ન કરી શકાતા નથી. ભારતીય દંડ સંહિતા IPCની કલમ-494 અંતર્ગત એક પત્ની હોય ને બીજા લગ્ન કરવામાં આવે તો તે કાયદાકીય ગુનો ગણાશે અને તમારા નામ પર કેસ પણ નોંધાઈ શકે છે.

જો પતિ કે પત્ની તેના પાર્ટનર જીવંત હોય ને બીજા લગ્ન કરે તો તે લગ્નને કાયદાકીય માન્યતા મળતી નથી. આ ઉપરાંત બીજા લગ્ન કરનાર પતિ કે પત્નીને 7 વર્ષની સજા કે દંડ ભરવો પડી શકે છે.

ધ્યાનમાં રાખો- ભારતમાં તમામ ધર્મોના લગ્ન માટે અલગ-અલગ નિયમો અને કાયદા છે. ઉદાહરણ તરીકે હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનાં લોકોનાં લગ્ન હિંદુ મેરેજ એક્ટ હેઠળ થાય છે. મુસ્લિમોનાં લગ્ન મુસ્લિમ પર્સનલ લો હેઠળ કરવામાં આવે છે અને ખ્રિસ્તીઓનાં લગ્ન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ હેઠળ કરવામાં આવે છે. હાલનો મામલો હિંદુ છોકરા અને છોકરીનો હતો, તો સમજો કે, હિંદુ મેરેજ એક્ટમાં શું પરિભાષિત છે? આ માટે, નીચેનું ગ્રાફિક વાંચો અને તેને અન્ય લોકો સાથે શેર કરો-

પ્રશ્ન- મુસ્લિમ ધર્મમાં બે લગ્નને લઈને શું નિયમો છે?
જવાબ-
એડવોકેટ જાવેદ એદમહનાં મત મુજબ મુસ્લિમ ધર્મમાં બે લગ્નનાં નિયમો છે પરંતુ, તેમાં પણ અમુક શરતો છે. મુસ્લિમ પર્સનલ લો મુજબ 2 બહેનો સાથે એક જ સમયે લગ્ન ન કરી શકાય. જો પત્ની સાથે તલાક થઈ ગયો હોય કે તેનું નિધન થઈ ગયું હોય તો પતિ તેની બહેન સાથે લગ્ન કરી શકે.

અમુક સંબંધો એવા હોય છે કે, જેમાં લગ્ન કયારેય પણ શક્ય નથી. જેમ કે, કોઈ યુવક...

 • પિતાની માતા એટલે કે પોતાની દાદી સાથે
 • પિતાની બહેન એટલે કે પોતાની ફૈબા સાથે
 • માતાની માતા એટલે પોતાની નાની સાથે
 • માતાની બહેન એટલે કે પોતાની માસી સાથે
 • જો કોઈની સાથે દૂધનો સંબંધ જોડાયેલ હોય (છોકરો અને છોકરીએ એક જ માતાનું દૂધ પીધું હોય), તો આવા સંબંધમાં કોઈ લગ્ન કરી શકતું નથી.

પ્રશ્ન- મુસ્લિમ ધર્મંમાં એકસાથે બે લગ્ન કે નિકાહ કેવી રીતે થઈ શકે?
જવાબ-
એડવોકેટ જાવેદ અહેમદ મુજબ કોઈ વિધવા, તલાકશુદા કે બેસહારા મહિલાને ટેકો આપવા માટે તમે એકસાથે બે લગ્ન કરી શકો છો.

પ્રશ્ન- મુસ્લિમ વ્યક્તિ પોતાના આખા જીવનમાં કેટલા લગ્ન કે નિકાહ કરી શકે છે?
જવાબ-
એડવોકેટ જાવેદ અહેમદ કહે છે કે, મુસ્લિમ પર્સનલ લો મુજબ આખી જીવનમાં મુસ્લિમ વ્યક્તિ 4 લગ્ન કરી શકે છે.

પ્રશ્ન- મોટાભાગના લોકો એવું માને છે કે, મુસ્લિમ ધર્મંમાં બીજા, ત્રીજા કે ચોથા લગ્ન કરવા માટે પત્નીની પરમિશન લેવી પડે છે, શું આ વાત સાચી છે?
જવાબ-
એડવોકેટ જાવેદ અહેમદ કહે છે કે, તે જુદા-જુદા લોકોના કિસ્સા પર આધારિત છે. વાસ્તવમાં ભારતમાં મુસ્લિમો માટે 4 પ્રકારના કાયદા છે.

 • હનફી
 • હમ્બલ
 • સૈફઈ
 • આહલે હદીસ

જે લોકો હમ્બલને ફોલો કરે છે, તેઓેએ બીજા, ત્રીજા કે ચોથા લગ્ન માટે પત્નીની મંજૂરી લેવાની જરુર પડશે પણ જે હનફીને ફોલો કરે છે તેઓએ પત્નીની પરમિશન લેવી પડી નહી.

પ્રશ્ન - સારું તો ઈસાઈ અને પારસી ધર્મમાં બે લગ્નની મંજૂરી છે?
જવાબ-
એડવોકેટ પ્રશાંત ઘાઈ મુજબ બંને જ ધર્મોમાં એકસાથે બે લગ્ન કરવામાં આવી શકશે નહી​​​​​

પ્રશ્ન- તો હાલના કિસ્સામાં અતુલ રિંકી-પિન્કી સાથે લિવ-ઈનમાં રહ્યો હોત તો પણ વાંધો ન આવ્યો હોત?
જવાબ-
એડવોકેટ પ્રશાંત ઘાઇ મુજબ એવું બિલકુલ નથી. અતુલે એક જ બહેન સાથે લગ્ન કર્યા હોત અને બીજી બહેન સાથે તેની પત્નીની પરવાનગીથી લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતો હોત તો તેની સામે FIR નોંધવામાં આવી ન હોત.

પ્રશ્ન- લિવ-ઇન-રિલેશનશિપનો અર્થ શું છે?
જવાબ-
એડવોકેટ પ્રશાંત ઘાઇ મુજબ લિવ ઇન રિલેશનશિપમાં બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી સાથે રહે છે. તેમનો સંબંધ પતિ-પત્ની જેવો હોય છે, પરંતુ તેઓ એકબીજા સાથે લગ્નજીવનમાં બંધાયેલા હોતા નથી.

પ્રશ્ન- શું ભારતમાં લિવ ઇન રિલેશનશિપ પર કોઇ કાયદો છે?
જવાબ-
એડવોકેટ પ્રશાંત ઘાઇ કહે છે કે, સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, પુખ્ત વયની થયા બાદ વ્યક્તિ કોઈની પણ સાથે રહેવા કે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. કોર્ટનાં આ નિર્ણય બાદ ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદાકીય માન્યતા મળી ગઇ.

પ્રશ્ન-શું કોઈની સાથે 15 દિવસ રહેવું કે 1 મહિના પછી પણ તે લિવ-ઈન-રિલેશનશિપ માનવામાં આવશે, કાયદામાં તેની શું વ્યાખ્યા છે?
જવાબ-
એડવોકેટ પ્રશાંત ઘાઇ કહે છે કે, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005ની કલમ 2(F) હેઠળ લિવ-ઇન રિલેશનશિપની વ્યાખ્યા આપવામાં આવી છે. તેના વિશેની વિગતો જાણવા માટે નીચેના મુદ્દાઓ વાંચો-

ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ મુજબ લિવ-ઈન રિલેશનશિપની વ્યાખ્યા સમજો-

 • આ કપલને પતિ-પત્ની જેમ ઘરમાં સાથે રહેવું પડશે, આ માટે કોઇ સમયમર્યાદા નથી.
 • થોડા દિવસ સાથે રહો ને અલગ થઈ જાવ ને પછી સાથે રહેવાનું શરૂ કરો તો આવા સંબંધો લિવ-ઈન નહીં ગણાય.
 • દંપતીએ પતિ-પત્ની જેવી જ ઘરવખરીની વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે.
 • જો બાળક લિવ-ઈનમાં જન્મે તો તેને પ્રેમથી ઉછેરવું પડશે.
 • લિવ-ઇનમાં રહેવા માટે, બંને પાર્ટનર પુખ્ત વયના હોવા જરૂરી છે.

બંને બહેનોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે કેમ હા પાડી?
ખરેખર તો આઇટી પ્રોફેશનલ્સની બંને બહેનોએ આ નિર્ણય એટલા માટે લીધો હતો કારણ કે તેઓ લગ્ન બાદ અલગ રહેવા માંગતા ન હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેમના પરિવારે તેમની જુડવા દીકરીઓની આ માંગ પર નારાજગી વ્યક્ત કરી ન હતી અને બંનેના લગ્ન કરાવ્યા હતા.