નિયમ / જો તમે સ્કૂલ બદલીને CBSEમાં એડ્મિશન લવા ઈચ્છો છો, તો પહેલાં નિયમો જાણી લો

cbse issues new rules of school change

divyabhaskar.com

Apr 09, 2019, 12:11 PM IST

યુટિલિટી ડેસ્કઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને ધોરણ 12 માટે CBSE સ્કૂલમાં એડ્મિશન લેવાં ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નવા નિયમો રજૂ કર્યા છે. CBSEના નવા નિયમો અનુસાર, 9મું અને 11મું ધોરણ કોઈ અન્ય શાળામાં કર્યું હશે તો બીજી સ્કૂલમાં એડ્મિશન લેવા માટે CBSE બોર્ડના નવા નિયમોનું પાલન કરવું પડશે.


આ માટે બોર્ડે અરજીની છેલ્લી તારીખ પણ બદલીને વહેલી કરી દીધી છે. પહેલાં ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખી 31 ઓગસ્ટ હતી, જ્યારે હવે આ તારીખ બદલીને 15 જુલાઈ કરી દેવામાં આવી છે. CBSEની સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલા જાહેરનામામાં શાળા બદલવાના નિયમોને આઠ શ્રેણીઓમાં કારણો સાથે આપવામાં આવ્યા છે. આ જાહેરનામામાં શાળા બદલવાનાં કારણો વિશે માહિતી આપવામાં આવી છે.


હવે નવા નિયમો અનુસાર, વિદ્યાર્થીઓએ શાળા બદલવાનું કારણ જણાવવું પડશે અને તેના દસ્તાવેજો પણ આપવા પડશે. સીબીએસઇ દ્વારા જારી કરવામાં આવેલાં કારણોમાં પેરેન્ટ્સની ટ્રાન્સફર અને પરિવારનું સ્થળાંતર (વ્યાપાર બદલવા પર, નવું ઘર લેવા પર, ભાડાંનું ઘર બદલવા પર) તેને સંબંધિત ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. આ સિવાય જો વિદ્યાર્થી બીજી હોસ્ટેલમાં જવાથી શાળા બદલતું હોય અથવા ફેઇલ થવાથી કે સારા શિક્ષણ માટે શાળા બદલવા ઈચ્છતું હોય તો પણ તેણે ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. શાળા અને રહેઠાંણ વચ્ચે વધુ અંતર હોવાથી અથવા તો તબીબી જરૂરિયાતોના કારણે જો કોઈ વિદ્યાર્થીને શાળા બદલવાની ફરજ પડી હોય એવા સંજોગોમાં પણ CBSE બોર્ડને સંબંધિત ડોક્યુમેન્ટ્સ આપવા ફરજિયાત છે.


આ દસ્તાવેજો આપવા પડશે

  • પેરેન્ટ્સની ટ્રાન્સફર પર: વાલીનો પત્ર, વિદ્યાર્થીના પાછલા વર્ગની માર્કશીટ, પાછલા વર્ષનું રિપોર્ટ કાર્ડ, પ્રાંતીય ટ્રાન્સફર પ્રમાણપત્ર, પેરેન્ટ્સની કંપનીનો લેટર, જ્યાં તેમની ટ્રાન્સફર થઈ છે.
  • સ્થળ બદલવા પર: હાઉસિંગ સર્ટિફિકેટ, ભાડા કરાર, વ્યવસાયનું સરનામું બદલાવા પર જૂના વ્યવસાયનું સરનામું અને દસ્તાવેજ. જો કંપની બદલી હોય તો કંપનીનો લેટર અને નવું ઘર લેવા પર સંબંધિત બેંક લોન વગેરે દસ્તાવેજ અને ભાડાંનું ઘર બદલવા પર જૂનાં ભાડાંના ઘરનું અગ્રીમેન્ટ.
  • હોસ્ટેલમાંથી શિફ્ટ થવા પરઃ તેની ફીઝ, ફીઝનું બેંક ટ્રાન્ઝેક્શન.
  • ફેલ થવા પરઃ વિદ્યાર્થીની માર્કશીટ
  • વધુ સારું એજ્યુકેશન મેળવવા બીજી સ્કૂલમાં એડ્મિશન લેવા પરઃ વિદ્યાર્થીએ છેલ્લું રિપોર્ટ કાર્ડ આપવું પડશે.
  • સ્કૂલ દૂર હોવાની સ્થિતિમાં: પેરેન્ટ્સ તરફથી એક એફિડેવિટ આપવું જરૂરી છે, જેમાં લખ્યું હોય કે સ્કૂલથી ઘર આટલા કિલોમીટર દૂર છે.
  • તબીબી જરૂરિયાતની સ્થિતિમાં: મેડિકલ સર્ટિફિટકેટ આપવું આવશ્યક.
X
cbse issues new rules of school change
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી