• Gujarati News
  • Utility
  • 97 Lakh People Connected To The National Pension System In The Last One Year, The Number Of Subscribers Increased To 4.63 Crore

NPSમાં લોકોનો ઇન્ટરેસ્ટ વધ્યો:છેલ્લા એક વર્ષમાં નેશનલ પેન્શન સિસ્ટમમાં 97 લાખ લોકો જોડાયા, સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 4.63 કરોડ થઈ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 સપ્ટેમ્બર, 2020 સુધી બંને યોજનાઓમાં જોડાયેલા સબ્સક્રાઈબર્સની સંખ્યા 3.74 કરોડ હતી

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ ‘અટલ પેન્શન યોજના’ (PFRDA) અને ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (NPS)એ ડેટા જાહેર કર્યો છે. આ હેઠળ 1 વર્ષમાં (30 સપ્ટેમ્બર 2021 સુધી) આ યોજનાઓમાં જોડાનારાની સંખ્યામાં 24% વધારો થયો છે.

આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમની અલગ-અલગ યોજનાઓનાં સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 4.63 કરોડ સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલાં એટલે કે 30 સપ્ટેમ્બર, 2020 સુધી બંને યોજનાઓમાં જોડાયેલા સબસ્ક્રાઈબર્સની સંખ્યા 3.74 કરોડ હતી.

એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ પણ 35% વધ્યું
PFRDAના જણાવ્યા પ્રમાણે, 30 જૂન 2021 સુધી કુલ પેન્શન એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 6.67 લાખ કરોડ રૂપિયા એક વર્ષને આધારે 34.84% ગ્રોથ દર્શાવે છે. અટલ પેન્શન યોજના હેઠળ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં વર્ષને આધારે 32.13% ઉછાળો આવ્યો અને વધીને 3.13 કરોડ થઈ ગઈ છે.

અટલ પેન્શન યોજનામાં 5 હજાર રૂપિયાનું પેન્શન
અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષ સુધી દર મહિને 1000થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18થી 40 વર્ષની વ્યક્તિ ઈન્વેસ્ટ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સ્કીમ લે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ માટે ઈન્વેસ્ટ કરવું પડશે.

સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. 1થી 5 હજાર રૂપિયા પ્રતિ મહિનાનું પેન્શન લેવા માટે સબસ્ક્રાઈબર્સને 42થી 210 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવા પડશે.

NPS પણ બેસ્ટ ઓપ્શન
નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં 18થી 60 વર્ષની કોઈ પણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ તેમના નોકરિયાત જીવન દરમિયાન પેન્શન ખાતામાં નિયમિતપણે યોગદાન કરી શકે છે. એકઠા થયેલા રૂપિયાનો એક ભાગ એક જ વખતમાં ઉપાડી પણ શકે છે અને બાકી રકમનો ઉપયોગ રિટાયરમેન્ટ પછી નિયમિત આવક મેળવવા માટે કરી શકાય છે.