• Gujarati News
 • Utility
 • 95% Marks Came After Taking Doctor's Medicine, Is There Any Formula To Make The Calculations Perfect?

ગણિતમાં થઈ રહ્યો હતો ફેઈલ:ડૉક્ટરની દવા લીધા પછી આવ્યા 95% માર્ક્સ, શું ગણતરીઓને પરફેક્ટ બનાવવા માટે કોઈ ફોર્મ્યુલા છે?

12 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોટાભાગનાં લોકોનાં બાળકો ગણિતમાં નબળા હોય છે પણ બાકીના સબ્જેક્ટમાં તેના માર્કસ ખૂબ જ ઓછા આવે છે. પેરેન્ટ્સ કંટાળીને તેમનું ટ્યૂશન શરુ કરાવી દે છે. હૈદરાબાદનાં એક માતા-પિતા પોતાના બાળકને લઈને ખૂબ જ ટેન્શનમાં હતા કારણ કે, તેમનું બાળક ગણિતમાં ખૂબ જ નબળું હતું. બાળકને મારવા કે ખીજાવાની જગ્યાએ તેઓએ બીજો જ એક રસ્તો અપનાવ્યો. તે પોતાના બાળકને લઈને સીધા ડૉક્ટર પાસે પહોંચ્યા. તે પણ જનરલ ફિઝિશિયન નહી પણ ન્યૂરોલોજિસ્ટ પાસે.

આ કિસ્સાની આગળ ચર્ચા કરીએ તે પહેલાં આપણે જાણી લઈએ કે, જો બાળકનાં માર્કસ ઓછા આવે કે, તે ભણવામાં નબળો છે તો તેની સાથે મારપીટ કરવાથી તેના પર નકારાત્મક અસર કેવી પડે છે?

જો અભ્યાસ માટે પેરેન્ટસ બાળક સાથે મારપીટ અને બળજબરી કરશે તો આ 5 ફેરફાર તમને બાળકનાં વર્તનમાં જોવા મળશે

 • ઈમોશનલી બાળક નબળો પડી જાય છે, તેને એવું લાગે છે કે ઘરમાં તેને કોઈ પ્રેમ જ કરતું નથી
 • દર વખતે તેની સાથે મારપીટ કરવાના કારણે તેના મનમાં એક ભય બેસી જાય છે અને તે કંઈપણ નવું કરવાથી દૂર ભાગે છે
 • તમે તેની સાથે જેટલી મારપીટ કરશો તેટલો જ તેનો આત્મવિશ્વાસ નબળો પડશે
 • તે દરેક બાબતમાં તમારો વિરોધ કરવા લાગશે, તેમનાં મનમાં એવી માનસિકતા બેસી જશે કે, તે કંઈ કરે કે ન કરે તેને માર તો પડવાનો જ છે. એવામાં તે પોતાની ઈચ્છા મુજબ જ કંઈક કરી લો
 • તેમનો ગુસ્સો વધી જશે અને તે હિંસક બની જશે

એટલા માટે બાળકને પ્રેમથી સમજાવો તેની નબળાઈને તેની તાકતમાં ફેરવવા વિશે વિચારો. એવું બની શકે કે, આ બાળકની જેમ તમારું બાળક પણ કોઈ તકલીફથી પીડાતું હોય અને બીજા બાળકો સાથે તેની તુલના કરવાના ચકકરમાં તમે તેની સાથે અન્યાય કરી રહ્યા હો. ચાલો ફરી પાછા આપણે ઉપરનાં કિસ્સા વિશે ચર્ચા કરીએ.

બાળકનો ઈલાજ કરનાર ન્યૂરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમારનું ટ્વીટ વાચી લો-

આ ટ્વીટ વાંચ્યા પછી અમે આ બાળકનો ઈલાજ કરનાર હૈદરાબાદનાં અપોલો હોસ્પિટલનાં ન્યૂરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમાર સાથે વાતચીત કરી.

ડૉક્ટરે અમને જણાવ્યું કે, મેં કેવી રીતે એક વિદ્યાર્થીને ગણિતમાં પાસ થવામાં મદદ કરી, તેનાં ગણિતનાં શિક્ષક જે કાર્ય ન કરી શક્યા તે મેં કરી બતાવ્યું. એક 15 વર્ષનાં બાળકનાં માતા-પિતા તેનાં બાળકને લઈને મારા ક્લિનિક પર આવ્યા અને મગજને તેજ કરતી દવાઓ અને ટોનિક આપવાનું કહેવા લાગ્યા, જેથી બાળકને ગણિતમાં રસ જાગે અને તેની સ્કિલ સારી થાય અને તે પરીક્ષા પાસ કરી શકે. મેં તેઓને જણાવ્યું કે, હું આવું કંઈ ન કરી શકું. આ વાત કર્યા પછી મેં તે બાળકનાં અમુક ટેસ્ટ કર્યા જેથી ખ્યાલ આવે કે, આ બાળક ગણિતમાં નબળો છે, તેની પાછળનું વાસ્તવિક કારણ શું છે?

ઉપર લખેલી વાતો વાંચીને તમારા મનમાં અનેક પ્રકારનાં પ્રશ્નો ઊભા થતાં હશે. તમે પણ કહેતાં હશો કે, જો આવો કોઈ ગાણિતિક ફોર્મ્યુલા હોય તો અમને પણ જણાવો.

ચાલો આ અંગે ડૉક્ટર સાથે વાત કરીએ....
પ્રશ્ન- શું બાળકને કોઈ બીમારી હતી? જેના કારણે તેના ગણિતમાં માર્કસ ઓછા આવતાં હોય?
જવાબ-
બાળકની સ્થિતિને સાંભળ્યા પછી મે તેના વિશે વાંચ્યું અને સમજ્યું. જે તેની સ્થિતિ હતી તેના પરથી મે સમજ્યું કે, તેનો મગજ આવી પરિસ્થિતિમાં થોડા સમય માટે વાઈ એટલે કે મિર્ગીનો શિકાર બની જતો. કોઈપણ કોઈપણ મુશ્કેલ પ્રશ્ન જોતાંની સાથે જ એપિલેપ્ટિક ફોર્મ મગજમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે, જેના કારણે મગજ વર્તમાન સ્થિતિમાં કામ કરતો નથી.

ઉપર લખેલી સમસ્યાઓ જ્યારે આવે છે ત્યારે આ બીમારીને મેડિકલ લેન્ગ્વેજમાં ‘કેલક્યુલેશન ઈન્ડ્યૂસ્ડ સીઝર’ કહે છે. ડૉક્ટરે તુરંત જ તેની સારવાર શરુ કરી અને તેનું રિઝલ્ટ પણ સારું આવ્યું. આ તો થઈ ગઈ તે બાળકની વાત, હવે કરીએ તે દરેક બાળકની વાત કે, જેમનાં ગણિતમાં માર્ક્સ ખૂબ જ ઓછા આવે છે.

પ્રશ્ન- વધુ પડતાં બાળકોને ગણિતનો વિષય મુશ્કેલ કેમ લાગે છે?
જવાબ-

ડૉ. સુધીરનાં મત મુજબ તેનાં બે કારણો છે:
પહેલું કારણ છે પસંદગી-
મોટાભાગનાં લોકોને ગણિત વિષય પસંદ જ હોતો નથી, જેના કારણે તે તેને મુશ્કેલ લાગે છે

બીજુ કારણ છે ભય-
ગણિતનાં પ્રશ્નો જોઈને જ ઘણા બાળકોનાં મગજમાં ડર બેસી જાય છે. તેમને એવું લાગે છે કે, તે ખૂબ જ અઘરું છે. જો કે, અઘરામાં અઘરી વસ્તુને પણ પ્રેક્ટિસ કરીને સરળ બનાવી શકાય. બાળક જ્યારે કોઈ સબ્જેક્ટથી ડરતાં હોય તો તેને અવગણે છે. વધુમાં વધુ સમય બીજા સબ્જેક્ટને આપે છે. આ જ કારણે તેના માટે આ સબ્જેક્ટ થોડો વધુ મુશ્કેલ બની જશે.

પ્રશ્ન- શું દરેક બાળક ન્યૂરોલોજિસ્ટની મદદથી સારા નંબર લાવી શકે છે?
જવાબ-

ડૉ. સુધીર- જો બાળકને ‘કેલક્યુલેશન ઈન્ડ્યૂસ્ડ સીઝર’ છે તો જ તે ન્યૂરોલોજિસ્ટની મદદથી સારા માર્કસ લાવી શકે. દરેક કેસમાં આવું થતું નથી. એવું નથી કે, આ બીમારીને લોકો ઓળખતાં જ નથી. 100-200 કેસ રિપોર્ટ થઈ ચૂક્યા છે. લોકો ઈલાજ કરાવવા આવે છે અને બાળક ટ્રિટમેન્ટ લીધા પછી ઠીક થઈ જાય છે.

પ્રશ્ન- તો પેરેન્ટ્સને કેવી રીતે ખ્યાલ આવશે કે, તેમના બાળકને કેલક્યુલેશન ઈનડ્યૂસ્ડ સીઝર છે, જેના કારણે તેમનું બાળક ગણિતમાં નબળું છે?
જવાબ-
એક દિવસમાં કોઈ પેરેન્ટ્સ આ સમસ્યાને ઓળખી ન શકે. બાળક પર નિરંતર ધ્યાન રાખવું પડશે. નીચે આપેલ ગ્રાફિક વાંચો અને બીજાને પણ શેર કરો-

પ્રશ્ન- આ બીમારી બાળકોમાં જ થાય છે કે, પુખ્ત વયનાં લોકોને પણ થઈ શકે છે?
જવાબ-
સામાન્ય રીતે તો બાળકોમાં જ આ બીમારી જોવામાં આવી છે પણ તે પુખ્ત વયનાં લોકોમાં પણ થઈ શકે. પુખ્ત વયનાં લોકો નોકરી કરે છે અને કાઉન્ટિંગ માટે કેલક્યુલેટરનો વિકલ્પ હોય છે. બાળકોને પરીક્ષામાં આવો કોઈ વિકલ્પ જોવા મળતો નથી એટલા માટે તે કેલક્યુલેટર વગર પ્રેક્ટિસ કરે છે. બાળકો ગણિતની ગણતરીઓને મગજથી સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે અને ‘કેલક્યુલેશન ઈન્ડ્યૂસ્ડ સીઝર’ એ મગજને લગતી બીમારી છે.

પ્રશ્ન- જો માતા-પિતા પોતાના બાળકમાં ઉપરોક્ત પદ્ધતિઓને ધ્યાનમાં લે છે અને ડૉક્ટર પાસે તેની સારવાર શરૂ કરે છે તો પછી તેની કાળજી લેવી મહત્વપૂર્ણ શું છે?
જવાબ-

ડૉ. સુધીર- ‘કેલક્યુલેશન ઈન્ડ્યૂસ્ડ સીઝર’થી પીડાતાં બાળકોનાં માતા-પિતાએ આ 7 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...

બાળકને સમયસર દવા આપો. દવાની આડઅસર છે કે નહીં તે ચકાસો.

 • જો એલર્જી, ફોલ્લીઓ અથવા વર્તનમાં ફેરફાર થાય છે તો તરત જ ડોક્ટર પાસે જાઓ.
 • રાત્રે સમયસર સૂવો. ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ પૂરી થવી જોઈએ.
 • બાળકને સમયસર ખવડાવો. ખાવાનાં કારણે શરીરમાં ગ્લૂકોઝની કમી આવી શકે છે, જે બાળક માટે યોગ્ય નથી.
 • બાળકને વધારે તણાવ ન લેવા દો. તેને વારંવાર વઢશો નહિ, આનાથી તે ટેન્શનમાં આવી શકે છે.
 • 2-3 મહિનામાં બાળક નોર્મલ દેખાશે, તેનો અર્થ એ નથી કે તમે દવા બંધ કરી દો.
 • 3 વર્ષ સુધી ડૉક્ટરની દેખરેખમાં બાળકને સમયસર દવા આપતાં રહો.

તમારું બાળક ગણિતમાં નબળું ન હોય. તે અન્ય કોઈ વિષયમાં નબળો હોય તો તેની પાછળનાં આ બીમારી સિવાયનાં અન્ય કારણો પણ હોઈ શકે છે. તે જાણવા માટે નીચેનું ગ્રાફિક વાંચો.

ઉપરોક્ત ગ્રાફિકમાં લખેલા બીમારીઓને થોડી વિગતવાર સમજીએ

થાઇરોઈડ : જો બાળક અભ્યાસમાં નબળું હોય તો તેના શરીરમાં થાઇરોઇડની સમસ્યા થઇ શકે છે. આ માટે તમારે ડૉક્ટરને મળીને તેનો ટેસ્ટ કરાવવો પડશે. એ પછી જ આપણે તેના વિશે જાણી શકીએ. થાઇરોઇડનાં કારણે બાળકને ભણવાનું મન થતું નથી.

વિટામિન બી-12ની ઉણપ : આ સમસ્યાથી મોટાભાગનાં લોકો પીડાઈ છે, જે આપણાં મગજને કાર્યરત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાકાહારી ખોરાકમાં વિટામિન બી-12ની ઉણપ હોય છે. તે માંસાહારી લોકોને ભરપૂર માત્રામાં મળે છે તેમ છતાં કેટલાક માંસાહારી લોકોના આંતરડામાં એન્ટીબોડીઝની હાજરીને કારણે વિટામિન બી-12 ઓછું થઈ શકે છે. આ કારણે બાળકો અભ્યાસમાં નબળા પડી શકે છે.

લર્નિંગ ડિસેબિલિટી : આ એક ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ છે. આ બીમારી બાળપણથી જ બાળકોમાં પણ થઈ શકે છે. આવામાં બાળકોને બોલવામાં, લખવામાં, વાંચવામાં, સાંભળવામાં અને બોલવામાં ઘણી તકલીફ પડે છે. તેને શીખવાનું મન થતું નથી અને તે વસ્તુઓમાંથી ચોરી કરવાનો અથવા તેનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે.

વિલ્સનની બીમારી : જ્યારે કોઈનાં શરીરમાં યૂરિન દ્વારા કોપર બહાર નથી આવી શકતું તો તે મગજમાં જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં બાળક ભણવામાં સારું હોય તો પણ ધીમે-ધીમે નબળું પડી જાય છે.

જો બાળક ગણિતમાં નબળું હોય તો તેમાં મગજની ભૂમિકા શું છે? તેનું વિજ્ઞાન સમજવું
ડૉ. સુધીર : દરેક વસ્તુનું આપણા મનમાં સંગીત, સૂર અને તેનાં ગીતો જેવું એક વિશિષ્ટ સ્થાન હોય છે. જો ગણિતની વાત હોય તો ગણતરી પણ થશે. મગજમાં એક પેરાઈટલ લોબ હોય છે, જે ગણતરીમાં કામ કરે છે. જો આ લોબમાં કોઈ દોષ હોય તો સ્ટ્રોક, ટ્યૂમર કે પેરાલિસિસ જેવી બીમારીને કારણે બ્લડ સપ્લાય બ્લોક થઈ જાય તો તે વ્યક્તિ યોગ્ય રીતે ગણતરી નહીં કરી શકે. આનાથી બાળક માટે ગણિતનાં પ્રશ્નો હલ કરવાનું પણ અશક્ય બની શકે છે કારણ કે, તે ભાગને નુકસાન થયું છે. આ સ્થિતિમાં બાળક ક્યારેય ગણતરી કરી શકતું નથી.

હું તમને ફરીથી કહું છું કે, યાદ રાખો કે ‘કેલક્યુલેશન ઈન્ડ્યૂસ્ડ સીઝર’ એ મગજ સાથે સંબંધિત રોગ છે, પરંતુ આમાં બાળકને ઝડપથી તંદુરસ્ત કરી શકાય છે અને બાળક કેલક્યુલેશનની સમસ્યાને દૂર કરી શકે છે અને ગણિતમાં સારા માર્કસ લાવી શકે છે.

જો બાળકને ઓછા માર્કસ આવે તો તેના કારણે પેરેન્ટ્સ ઠપકો આપે છે, તો પછી તેનું મગજ કેવી પ્રતિક્રિયા આપે છે તેના મનોવૈજ્ઞાનિક ભાગને સમજાવો?
ડૉક્ટર સુધીર : આવી સ્થિતિમાં માત્ર બે પ્રકારની ઇફેક્ટ્સ હોય છે. એક નકારાત્મક છે અને બીજું હકારાત્મક છે. નેગેટિવ ઇફેક્ટમાં બાળક ‘ડિપ્રેશન અને હતાશા અનુભવે છે. તે વિચારે છે કે, હું કોઈ કામનો નથી.’ પોઝિટિવ ઈફેક્ટમાં બાળક વિચારે છે કે, ‘મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હવે હું સારું કરીશ.’

આવી સ્થિતિમાં, ઠપકો બાળક પર નકારાત્મક અસર કરશે કે હકારાત્મક તે ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે.

જાણવા જેવું
‘કેલક્યુલેશન ઈન્ડ્યૂસ્ડ સીઝર’માં ફક્ત ગણિતનાં વિષયમાં જ કે બીજા કોઈમાં પણ તકલીફ પડે છે?

જ્યારે ગણતરીને લગતી કોઈ બાબત હોય અથવા પ્રશ્નનો ઉકેલ લાવવો પડે, ત્યારે ‘કેલક્યુલેશન ઈન્ડ્યૂસ્ડ સીઝર’ની સમસ્યા થઈ શકે છે.

અભ્યાસમાં બાળકનું મન સારું રહે તે માટે પેરેન્ટ્સ શું કરવું જોઈએ?
ડૉ.સુધીર- આના માટે બે રસ્તા છે:

 • સૌથી પહેલાં બાળકની મેડિકલ કોલમ ચેક કરો. જો તેને કોઈ સમસ્યા હોય તો તેની સારવાર કરાવો.
 • બીજું, બાળકને શેમાં રસ છે તેના પર ધ્યાન આપો. તે અભ્યાસમાં સારો હોય તે જરૂરી નથી, તે ગમે તે બાબતમાં સારો હોય કે તેમાં રસ ધરાવતો હોય. તેમાં બાળકને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો.
 • આ સિવાય નબળા બાળકની તુલના અન્ય બાળકો સાથે ન કરવી. તેને પૂછો કે, તેને શેમાં રસ છે?