તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • 9 Out Of 10 Women Do Not Consult A Doctor About Menstrual Health, The Effect Of Corona On The Menstrual Cycle

સર્વેમાં ખુલાસો:10માંથી 9 મહિલાઓ મેન્સ્ટ્રુઅલ હેલ્થને લઈને ડૉક્ટરની સલાહ નથી લેતી, કોરોનાની મેન્સ્ટ્રુઅલ સાઈકલ પર અસર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી મહિલાઓના સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ છે. કોરોનાના તણાવના કારણે ભારતીય મહિલાઓની મેન્સ્ટ્રુઅલ સાઈકલ અનિયમિત થઈ ગઈ છે. તેમજ 10માંથી 9 મહિલાઓ તેમના મેન્સ્ટ્રુઅલ હેલ્થ સંબંધિત કોઈપણ સમસ્યાને લઈને ડૉક્ટરની સલાહ નથી લેતી.

મહિલા હાઈજીન સાથે સંબંધિત એવરટીને તેના છઠ્ઠા વાર્ષિક વાર્ષિક મહાવરી સ્વચ્છતા સર્વે રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે કોરોનાના તણાવના કારણે ભારતીય મહિલાઓની મેન્સ્ટ્રુઅલ સાઈકલ અનિયમિત થઈ ગઈ છે.

41% મહિલાઓને મેન્સ્ટ્રુઅલ સાઈકલ અનિયમિતતાની ફરિયાદ
આ વર્ષે મહિલાઓની મહાવરી પર કોરોના અને લોકડાઉનની અસરનો ખાસ કરીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત 41 ટકા મહિલાઓએ આ દરમિયાન મેન્સ્ટ્રુઅલ સાઈકલમાં અનિયમિતતાની વાત કરી. જ્યારે આ સર્વેમાં ભાગ લેનારી મહિલાઓમાંથી માત્ર 13.7 ટકા મહિલાઓ જ કોરોના સંક્રમિત હતી.

આ સર્વે દેશના મોટા શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં 18થી 35 વર્ષની વય જૂથની લગભગ 5000 મહિલાઓની વચ્ચે કરવામાં આવ્યો.

11% મહિલાઓ જ મેન્સ્ટ્રુઅલ હેલ્થ વિશે ખુલીને વાત કરે છે
એક અન્ય સર્વેમાં જાણવા મળ્યું કે 10માંથી 9 મહિલાઓ તેમના મેન્સ્ટ્રુઅલ હેલ્થ સંબંધિત કોઈપણ કન્સર્ન માટે ડૉક્ટરની સલાહ નથી લેતી. આ સર્વેમાં એ વાત પણ સામે આવી કે દેશમાં લગભગ 11 ટકા મહિલાઓ જ પિરિઅડ્સ અને મેન્સ્ટ્રુઅલ હેલ્થ વિશે કોઈની સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે. આ સર્વે રિયો પેડ્સે ક્રિએટિવ એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન કંપની શ્બાંગની સાથે મળીને કર્યો છે.

મેન્સ્ટ્રુએશન હાઈજીન પ્રોડક્ટસ ખરીદવામાં કમ્ફર્ટેબલ મહેસૂસ નથી કરતી મહિલાઓ
રિપોર્ટ્સના અનુસાર, 34 વર્ષથી વધુની ઉંમરની માત્ર 44 ટકા મહિલાઓ જ મેન્સ્ટ્રુએશન હાઈજીન પ્રોડક્ટસ ખરીદવમાં સહજતા અનુભવે છે. જ્યારે 34 વર્ષથી ઓછી ઉંમરની 74 ટકા મહિલાઓ આ પ્રોડક્ટ ખરીદવામાં કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે.

મહિલાઓને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાની મંજૂરી નથી
મેન્સ્ટ્રુએશન એટલું નિષિદ્ધ છે કે લગભગ 53 ટકા મહિલાઓને આજે પણ પિરિઅડ્સ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી નથી. જો કે, 34 વર્ષથી ઓછી ઉંમરની 76 ટકા મહિલાઓ પિરિઅડ્સ દરમિયાન આવી પ્રવૃત્તિમાં સામેલ થવા માટે ખુદને અશુદ્ધ અથવા અપવિત્ર નથી માનતી.

યંગ જનરેશન પિરિઅડ્સને લઈને જાગૃત છે
સર્વેના અનુસાર, કુલ 64 ટકા મહિલાઓએ જણાવ્યું કે, તેમને પિરિઅડ્સ દરમિયાન ક્રિટિકલ ક્રેમ્પ્સ થાય છે. આ અંગે ડૉક્ટરોનું કહેવું છે કે, એક તરફ મેન્સ્ટ્રુએશનને લઈને દેશમાં સ્થિતિ સારી નથી, તો બીજી તરફ યંગ જનરેશનની તેના પ્રત્યે જાગૃતિ થોડી રાહત આપી શકે છે.

આજે પણ ખોટી મેન્સ્ટ્રુઅલ પ્રેક્ટિસથી થતા જોખમોને મહિલાઓ જાણતી નથી
સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે, ઘણી ગ્રામીણ અને શહેરી મહિલાઓને આજે પણ ખોટી મેન્સ્ટ્રુઅલ પ્રેક્ટિસથી થતા જોખમો અંગે ખબર નથી. તેનો સામનો કરવા માટે એજ્યુકેશન જ સૌથી શ્રેષ્ઠ રીત છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે તેમને શરૂઆતથી જ યોગ્ય મેન્સ્ટ્રુઅલ પ્રેક્ટિસ વિશે જણાવવું સૌથી જરૂરી છે.

PCOD પણ ભારતીય મહિલાઓમાં મોટી સમસ્યા
ભારતમાં 12-45 વય જૂથની છોકરીઓમાં દર 5માંથી 10 ટકા મહિલાઓને આ બીમારીનો સામનો કરવો પડે છે અને 70 ટકા એવી મહિલાઓ છે જેમને જાણકારી પણ નથી કે તેઓ PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝથી પીડિત છે.