કામની વાત:કોરોના મહામારીમાં તમારા પર લોનનો ઢગલો થઈ ગયો છે? આ 7 ટિપ્સથી ભાર હળવો કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ-અલગ લોન હોય તો તેની પ્રાયોરિટી નક્કી કરો
  • ટેક્સ બેનિફિટવાળી લોનને એક જ વારમાં ના ચૂકવો

કોરોના મહામારીને લીધે અનેક લોકોની આવક પર ખરાબ અસર પડી છે. ઘણા લોકોની નોકરી છીનવાઈ ગઈ તો ઘણા લોકો પર દેવું વધી ગયું. આ દરમિયાન મોંઘવારી પણ વધી અને સ્વાસ્થ્યના ખર્ચમાં પણ વધારો થતો ગયો. આને લીધે ઘણા લોકોને ઉછીના રૂપિયા કે લોનની મદદ લેવી પડી.

ઘણીવાર એવી સ્થિતિ પણ આવે છે કે એક લોન ચૂકવવા માટે બીજી લોન લેવી પડે. આનાથી લોકો લોનની માયાજાળમાં ફસાઈ જાય છે. આ તકલીફનું સોલ્યુશન છે. જો તમે પ્રાયોરિટી નક્કી કરીને લોન ચૂકવશો તો લોનમુક્ત થઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે....

નાની લોન પહેલાં ચૂકાવો
લોનમુક્ત થવાની આ સૌથી સારી રીત છે. નાની લોન પહેલાં ચૂકવી દો. એ પછી તમારા પર લોનનો ભાર હળવો થઈ જશે.

લોનનું અલગ બજેટ બનાવો
જો તમે એકથી વધારે લોન લઇને રાખી હોય તો બધાનું અલગથી બજેટ અને લક્ષ્ય બનાવો. જો અચાનક ક્યાંકથી પૈસા મળે તો પહેલા કઈ લોન ચૂકવશો તે નક્કી કરી લો.

પ્રાયોરિટી નક્કી કરો
લોન ચૂકવવા માટે પ્રાયોરિટી સેટ કરવી જરૂરી છે. એવું ના બને કે જેનો સમય વધારે હોય તે પહેલાં ચૂકવી દો અને જે અત્યારે લોન ભરવાની હોય તે ભરો જ નહીં. તેવામાં વ્યાજનો ભાર વધી શકે છે.

લોન રિસ્ટ્રક્ચર કરાવો​​​​​​​
જો કોઈ મોટી લોન હોય તો તમે રિસ્ટ્રક્ચર કરાવી શકો છો. ઘણી બેંક આ સુવિધા આપે છે. આ પ્રોસેસમાં ક્રેડિટ કાર્ડની રકમ પર્સનલ લોનમાં કન્વર્ટ કરવામાં આવે છે. સાથે જ પેનલ્ટી માફ કરવામાં આવે છે.

ઘટતા વ્યાજ દરનો લાભ લો
જો તમે ફ્લોટિંગ વ્યાજ દર પર લોન લીધી છે તો વ્યાજ દર ઘટે તો તમારી બેંક કે લોન લેનારી સંસ્થાને લોનના વ્યાજ દર ઘટાડવાના કહો. જો આવું ના થાય તો તમારી લોન ઓછી વ્યાજદરવાળી કોઈ બીજી બેંક કે પછી સંસ્થામાં શિફ્ટ કરાવી શકો છો.

ટેક્સ બેનિફિટવાળી લોનને એક જ વારમાં ના ચૂકવો
હોમ લોન, એજ્યુકેશન લોન અને બીજા અમુક કેસમાં પર્સનલ લોન પર ટેક્સ બેનિફિટ મળે છે. તેને નક્કી કરેલા સમયમાં ચૂકવવી વધારે ફાયદાકારક હોય છે. તેને એક સામટી ચૂકવવાની ઉતાવળ ના કરો.

આટલી વાતોનું ધ્યાન રાખો​​​​​​​
ક્યારેય ઓછા વ્યાજની લોન ચૂકવવા માટે વધારે વ્યાજ પર લોન ના લેવી. બેંક કે નામ સાંભળ્યું હોય તેવી સંસ્થાઓ પાસેથી જ લોન લેવી. લોન લેતા પહેલાં અલગ-અલગ જગ્યાએ વ્યાજદર ચેક કરી લો.