• Gujarati News
  • Utility
  • 7 Ways To Listen To Students' Concerns, Including Taking Time To Talk To Children Outside Of Class

ટીચરે ઓનલાઇન બાળકોને કેવી રીતે ભણાવવા:વિદ્યાર્થીઓની તકલીફો સાંભળો, ક્લાસ સિવાય બાળકો સાથે વાત કરવા માટે સમય કાઢવા સહિત 7 રીત મદદરૂપ સાબિત થશે

એક વર્ષ પહેલા
  • એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, ઓનલાઇન ક્લાસિસમાં ઘણા ટીચર્સ નવા છે, આવી સ્થિતિમાં તેઓ પણ આત્મવિશ્વાસ નથી અનુભવી શકતા
  • સ્લાઇડની મદદથી વિષય ભણાવવાને બદલે શિક્ષકે કેમેરા સામે આવીને ભણાવવું, અસરકારક ટીચિંગની રીત શોધો અને તેનું પુનરાવર્તન કરો

સ્કૂલ ખૂલી ગઈ છે. પરંતુ હજી પણ બાળકો અને પેરેન્ટ્સના મનમાં કોરોના વાઈરસનો ડર છે. આટલું જ નહીં, ટીચર્સના મનમાં પણ વિદ્યાર્થીઓ સ્કૂલે પાછા આવશે એ વાતને લઈને ડર છે કારણ કે, એક જ બિલ્ડિંગમાં હજારો બાળકો સાથે રહીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ વાત તો અશક્ય લાગે છે.

મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને સ્કૂલે મોકલવા માગતા નથી અથવા તેઓ ઓનલાઈન ક્લાસને પણ પસંદ કરતા નથી. યુનેસ્કોના રિપોર્ટ પ્રમાણે, કોરોના વાઈરસને લીધે દુનિયાભરમાં 100 કરોડથી પણ વધારે બાળકોના અભ્યાસને અસર થઇ છે. માત્ર ભારતમાં આ આંકડો 32,07,13,810નો છે.

હવે મોટાભાગના બાળકો ઘરેથી જ અભ્યાસ કરવાના છે તો ડિજિટલ અભ્યાસમાં કેટલીક વસ્તુઓ સામેલ કરીને ઓનલાઈન એજ્યુકેશનને વધુ અસરકારક બનાવી શકાય છે. બાળકોની સાથોસાથ ટીચર્સે પણ ડિજિટલ એજ્યુકેશન માટે સતર્ક રહેવું પડશે. જો કે, ટીચર્સની તકલીફો પણ ઓછી નથી. ટેક્નોલોજીની ઓછી સમજ, બાળકો સાથે ન મળી શકવું, યોગ્ય વાતાવરણ ન હોવું જેવી પરિસ્થિતિઓનો શિક્ષકો સામનો કરી રહ્યા છે.

ટીચર્સને સહનશીલ બનવું પડશે
રાજસ્થાનના કોટા શહેરમાં સાઈક્યાટ્રીસ્ટ અને કાઉન્સલર ડો. નીના વિજયવર્ગીયના જણાવ્યા પ્રમાણે, ટીચર્સ પણ આ સિસ્ટમથી ટેવાયેલા ન હોવાથી ડરી રહ્યા છે અને તેમને ઓનલાઈન ક્લાસ દરમિયાન આત્મવિશ્વાસનો અનુભવ પણ થતો નથી.

આ ઉપરાંત, ઘણા શિક્ષકો પણ કેમેરા સામે બાળકોના વર્તનથી નારાજ છે. આ અંગે અમદાવાદના સાઇક્યાટ્રિસ્ટ અને કાઉન્સેલર ડો. ધ્રુવ ઠક્કર કહે છે કે, આ એક મજબૂરી છે કે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આપણે આ પરિસ્થિતિ સ્વીકારવી પડશે કારણ કે, તમે તેને બદલી નહીં શકો, આ કામચલાઉ છે, કાયમી નથી. થોડા મહિના માટે તમારે સહનશીલતા દાખવવી પડશે.

શિક્ષકો માટે 7 ટીપ્સ જે ઓનલાઇન ક્લાસને સુધારવામાં મદદ કરી શકે છે
1. સ્ટ્રીમને બદલે લેક્ચર રેકોર્ડ કરો:
જો તમારા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય તો રેકોર્ડ કરેલું લેક્ચર તેમના માટે મદદરૂપ થશે. કેટલાક કારણોસર વિદ્યાર્થીઓ લાઇવ ક્લાસ અટેન્ડ નથી કરી શકતા. પરંતુ જો તેમની પાસે ક્લાસનો રેકોર્ડ કરેલો વીડિયો હશે તો તેઓ તેને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે અને તેને ઘણી વાર જોઈ શકે છે.
2. બાળકોને કેમેરામાં દેખાઓ: ઘણી વખત શિક્ષકો કેમેરાનો સામનો કરવાને બદલે સ્લાઇડ શો પર આધાર રાખે છે. તેઓ સ્ક્રીન પર ટોપિક્સને સ્લાડ દ્વારા ચલાવે છે. કેટલાક રિસર્ચ જણાવે છે કે, લેક્ચર વીડિયોમાં જો ટીચરનો ચહેરો જોવા મળે તો વધુ અસરકારક રહેશે. બાળકો અભ્યાસ અને શિક્ષકને વધુ સારી રીતે સમજવામાં સમર્થ હશે.
3. સ્લાઇડ્સ ચેક કરો: વીડિયો પર અભ્યાસ દરમિયાન શિક્ષકો કોઈપણ વિષયને સમજાવવા માટે સ્લાઇડ્સની મદદ લે છે. કેટલીકવાર શિક્ષકો સ્લાઇડ્સ તૈયાર કરતી વખતે શબ્દોના કદ અને પ્રકારની કાળજી લેતા નથી. ક્લાસમાં કોઈ સ્લાઇડ બતાવતા પહેલાં એકવાર તે ચેક કરી લો. જેથી, કોઈપણ વિદ્યાર્થીને નાની સ્ક્રીન પર વિષયને સમજવામાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
4. વિદ્યાર્થીઓ માટે હાજર રહો: સમૂહમાં વીડિયો ક્લાસિસ માત્ર અભ્યાસ સુધી મર્યાદિત ન હોવા જોઈએ. તેની જગ્યાએ થોડો સમય એવો પણ કાઢો જેમાં તમે વિદ્યાર્થીઓની વાત સાંભળી શકો. ઝૂમ અથવા કોઈપણ સર્વિસ પર લોગઈન કરો અને વિદ્યાર્થીઓને નક્કી સમય જણાવી દો. ત્યારબાદ વિદ્યાર્થીઓ આવે તેની રાહ જુઓ અને તેમની સમસ્યાઓને ધ્યાનથી સાંભળો.
વિદ્યાર્થીઓ પાસેથી ફીડબેલ લેવાની આ રીત હોઈ શકે છે. જો કે, આ પ્રકારની મીટિંગને ફરજિયાત ન રાખવી. તેમાં જે સામેલ થવા માગે તે થઈ શકે એમ રાખવું. જો કોઈ વિદ્યાર્થી વાત કરવા ન આવે તો હેરાન થવાની જરૂર નથી. ધ્યાનમાં રાખો કે વિદ્યાર્થીઓ આ વાતને ખુશ છે કે તેમની પાસે આવો કોઈ ઓપ્શન છે.
5. બાળકોને તેમની જાતે સમસ્યાઓનું સમાધાન લાવવા દોઃ ઓનલાઈન ક્લાસિસ દરમિયાન તમે એવા નાના ગ્રુપ તૈયાર કરી શકો છો, જ્યાં બાળકો તમને પ્રશ્નો પૂછતા પહેલા સાથીઓની સલાહ લઈ શકે. બાળકોને તેમના હિસાબથી સંપર્ક બનાવવા માટે પ્રોત્સાહિત કરો. જો વિદ્યાર્થીઓ એકબીજા સાથે વધુ વાત નથી કરતા તો તમે ગ્રુપમાં સવાલ પૂછીને વાતચીત શરૂ કરવામાં મદદ કરી શકો છો.
6. મનની વાત શેર કરો: જો તમે ઓનલાઈન ક્લાસિસના કેસમાં નવા હો તો તેમાં તમારી જાતને ઓછી આંકવાની જરૂર નથી. ઓનલાઈન અભ્યાસ દરમિયાન શિક્ષકોએ બાળકોની સાથે ભાવનાત્મક રીતે વાત કરવી જોઈએ. બાળકોને જણાવવું જોઈએ કે, આ તમારો ઓનલાઈન ક્લાસિસનો પહેલો અનુભવ છે અને ભણાવતી વખતે તમે પણ શીખી રહ્યાં છો. આ ઉપરાંત, બાળકો પાસે ખૂલીને મદદ માગો અને તેમને એ જણાવો કે તમે તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો.
7. નવી રીત શોધો અને પુનરાવર્તન કરો: ઓનલાઈન અભ્યાસ દરમિયાન વારંવાર અભ્યાસની રીત બદલવાને કારણે બાળકોને મુશ્કેલી થઈ શકે છે. આવી સ્થિતિમાં, શિક્ષકે એ શોધવું જોઈએ કે બાળકોને વધુ સારી રીતે કેવી રીતે સમજાવી શકાય અને તમે તેમને કેવી રીતે સારી રીતે ભણાવી શકો છો. એકવાર તમે અસરકારક શિક્ષણ શૈલી શોધી લીધી તો તેનું વારંવાર પુનરાવર્તન કરો.

અન્ય સમાચારો પણ છે...