ભારતીય યુવાનો ભવિષ્યમાં નાણાકીય જરૂરિયાતને લઈને ગંભીર છે. પોતાની પહેલી પેઢીની સરખામણીએ તેઓ નાની ઉંમરે જ પોતાનું અને પરિવારનું ધ્યાન રાખવા માટે આર્થિક સ્થિતિ પર ફોકસ કરી રહ્યા છે. 60% યુવાન રોકાણકારોનું માનવું છે કે, ભવિષ્યના ખર્ચા અને નિવૃત્તિ પછીની જિંદગી માટે રૂપિયા અને સંપત્તિ રાખવી મહત્ત્વની વાત છે.
ખાસ કરીને મહામારીમાં આજુબાજુની સ્થિતિ જોઇને યુવાનોએ આ વિષય પર ગંભીરતાથી કામ કરવાનું શરુ કર્યું છે. 79.3% યુવાન રોકાણકારોએ તો વર્ષથી પણ ઓછા સમય પહેલાં ઈન્વેસ્ટ કરવાનું શરુ કર્યું છે. આ દાવો એક ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મના સર્વેમાં કર્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલાં ભારતીય મિલેનિયલ્સની આર્થિક આઝાદી સમજવા માટે આ સર્વે કરવામાં આવ્યો.
નાની ઉંમરમાં જ ઈન્વેસ્ટની દોડમાં યુવાનો સામેલ
સર્વેમાં સામેલ 18.3% યુવાનો આશરે ત્રણ વર્ષથી અલગ-અલગ જગ્યાએ રોકાણ કરી રહ્યા છે. 2.8% યુવાનો ત્રણ વર્ષથી વધારે સમય સુધી રોકાણ કરવાના ઓપ્શન પસંદ કરી રહ્યા છે. દેશભરમાં 18થી 30 વર્ષના 20 હજારથી વધારે યુવાનોનું ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાંમાં સર્વે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખબર પડી કે, યુવાનો ભવિષ્યને લઈને ઓછી ઉંમરે જ રોકાણની દોડમાં સામેલ થઈ રહ્યા છે.
મહામારી પછી વધારે રોકાણની ઈચ્છા
40.2% યુવાનોએ મહામારી પછી વધારે રોકાણ કરવાની ઈચ્છા જણાવી છે. તો બીજી તરફ 26.6% યુવા ઈન્વેસ્ટરને લાગે છે કે, તેમના રોકાણના નિર્ણય પર મહામારીની કોઈ અસર થઈ નથી. 25.8% યુવાનોએ મહામારી દરમિયાન સેલરી ઘટતા પોતાનું રોકાણ ઓછું કર્યું. મોટાભાગના લોકોનું માનવું છે કે, મહામારીને લીધે જોખમ લેવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે.
30.6%એ કહ્યું, રોકાણના નિર્ણય પર મિત્રો-સહકર્મીની સલાહ લઈએ છીએ
સર્વેમાં સામેલ 30.6%એ જણાવ્યું કે, જીવનશૈલી અને વ્યક્તિગત લક્ષ્યો જેમ કે ટ્રાવેલ વગેરે પણ ઈન્વેસ્ટ કરવું જરૂરી છે. માત્ર 9.5% મિલેનિયલ્સ જ પોતાના હાયર એજ્યુકેશન માટે ઈન્વેસ્ટ કરવા ઈચ્છે છે. તેઓ રોકાણ માટે મિત્રો અને સહકર્મીની સલાહ લે છે. 30.6% યુવાનો તેમના નજીકના સંબંધીઓની સલાહ લે છે. ન્યૂઝને આધારે 27.4% યુવાનો ઈન્વેસ્ટ કરે છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ઈન્વેસ્ટના નિર્ણય પર પરિવાર(13.9%) અને ઈન્વેસ્ટ એજન્ટ તથા એડવાઈઝર (4.6%)નો પ્રભાવ સૌથી ઓછો રહ્યો.
ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મના CEO હર્ષ જૈને કહ્યું, ભારતીય યુવાનોના મનમાં ઈન્વેસ્ટને લઈને પોઝિટિવ ચેન્જ જોવા મળી રહ્યા છે. સર્વે પરથી ખબર પડી કે, યુવાનો શીખવા માટે આતુર છે. આ ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટ વિશે પણ ઘણી બધી જાણકારી ધરાવે છે, જેથી પોતાની આર્થિક આઝાદી સુરક્ષિત રાખી શકે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.