• Gujarati News
  • Utility
  • 6% Of Corona Patients Recover From Heart Problems, Use Masks As A Vaccine To Avoid Heart Problems; Strengthen The Heart In 5 Ways, World Heart Day.

વર્લ્ડ હાર્ટ ડે:કોરોનાથી રિકવર થનારા 6% દર્દીઓને હૃદય સંબંધિત સમસ્યાઓ, બચવા માટે માસ્કનો વેક્સીનની જેમ પ્રયોગ કરો; આ 5 રીતથી હૃદયને મજબૂત બનાવો

ગૌરવ પાંડેયએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વિતા ધરાવતા લોકોને કોરોનાનું જોખમ વધારે
  • હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ એક્સર્સાઈઝ અને યોગ કરો, ફેટ ફૂડ ન ખાવો

આજે વર્લ્ડ હાર્ટ ડે છે. આ વર્ષે આપણા હૃદય પર સૌથી વધારે અસર થઈ છે અને ડેમેજ થયું છે. તેનું કારણ કોરોનાવાઈરસ જ છે. અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલ રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થનારા 80% લોકોને હૃદય સંબંધિત સમસ્યા થઈ છે. આ રિસર્ચ મે-જૂન મહિનામાં થયું હતું.

કોરોનાને કારણે આપણું હૃદય નબળું પડ્યું છે? તેના પર દેશના જાણીતા હૃદય રોગ નિષ્ણાત અને દિલ્હીમાં ડીએમ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સંજય કુમાર ચુઘ જણાવે છે કે તાજેતરમાં જે રિસર્ચ સામે આવ્યું છે તે પ્રમાણે, 2.6%થી 6% કોરોના દર્દીઓના હૃદય પર વાઈરસની અસર થઈ છે.

પહેલાં કેટલાક રિસર્ચ અને સ્ટડી થયા હતા, તેમાં આ આંકડા વધારે હતા. જોકે હવે આ સંખ્યા ઓછી થઈ છે. તેમાં એ લોકો પણ છે જેને પહેલાંથી જ હૃદય સંબંધિત સમસ્યા હતી અથવા એ લોકો જે હાઈ રિસ્ક ગ્રૂપમાં છે.

આ સિવાય જેને કેન્સર થયેલું છે, જેની પહેલાંથી જ એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે, જેને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે, જે મેદસ્વિતા ધરાવે છે અને ફેફસાંની ક્રોનિક બ્રોન્કાઈટિસ અથવા એમ્ફસીમા છે તે લોકોને વધારે જોખમ છે.

દેશમાં 6 કરોડથી વધારે હૃદયરોગના દર્દીઓ
કોરોના સિવાય પણ અનેક વસ્તુઓ છે જેનાથી આપણા હૃદયને જોખમ છે. તેમાં આપણી લાઈફસ્ટાઈલ અને ખાનપાનની આદત સામેલ છે. હૃદય સંબંધિત બીમારીના 15 મુખ્ય કારણોમાંથી 10 કારણો આપણા ખાનપાન સાથે જોડાયેલા છે. દેશમાં હૃદય રોગના દર્દીઓની સંખ્યા 6 કરોડથી વધારે છે. તેથી હૃદયને સ્વસ્થ રાખવાની જરૂર છે. આવો જાણીએ કોરોનાકાળમાં હૃદયનાં સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખશો...

હૃદય રોગના દર્દીઓને કોરોનાથી કેટલું જોખમ છે?

  • ડૉક્ટર સંજય કહે છે કે, કોવિડ-19 આવ્યા બાદ શરૂઆતના મહિનાઓમાં હૃદય પર કોરોનાની વધુ અસર જોવા મળી હતી. આનું કારણ એક એ પણ હતું કે ડૉક્ટર્સને કોરોના વિશે વધુ જાણકારી નહોતી. તેથી, શરૂઆતમાં એવી દવાઓ પણ આપવામાં આવી જેની હૃદય પર ઊંડી અસર પડી. તેમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા પણ અપાઈ. પરંતુ હવે પરિસ્થિતિ એવી નથી રહી.
  • સમય જતાં આ રોગ વિશે વધુ માહિતી બહાર આવી હોવાથી ડૉક્ટર્સે કોરોના દર્દીઓને નવી દવાઓ આપવાનું શરૂ કર્યું છે, જે પહેલાં કરતાં વધુ અસરકારક છે. આમાં રેમડેસિવીર અને ડેક્સામેથાસોન પણ સામેલ છે. હવે નવી સારવારમાં હૃદયને વધારે તકલીફ નથી થતી. તેથી, ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈપણ એવી દવા ન લેવી જે હૃદય માટે જોખમી સાબિત થાય. હૃદયના દર્દીઓને કોરોના વધુ અસર કરી શકે છે.

કોવિડના સમયમાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી?

  • ડૉક્ટર સંજય કહે છે કે, આ સમયે આપણે ઘરની બહાર ન નીકળવું જોઈએ. પરંતુ, જો તમારે કોઈ કારણસર નીકળવું પડે તો માસ્ક પહેરીને નીકળો. માસ્ક યોગ્ય રીતે પહેરો. તેને ક્યારેય તમારા નાકથી નીચે ન કરો અને તેને કાન પર પણ ન લટકાવો. કોરોનાથી પોતાની જાતને બચાવવી એ તમારા હાથમાં જ છે. ઘરની બહાર માસ્કનો જ વેક્સીનની જેમ ઉપયોગ કરો. આ સિવાય કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખો.
  • કોરોનાનું સૌથી વધુ જોખમ શ્વાસમાંથી નીકળતા ડ્રોપલેટ્સથી છે. તેથી, કોઈની સાથે વાતચીત દરમિયાન માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. તમારે પોતાની જાત સાથે અન્ય વ્યક્તિની સંભાળ રાખવા માટે પણ માસ્ક પહેરવો જોઈએ કારણ કે, જો તમે યુવાન હો તો કદાચ બચી જશો પરંતુ સામેવાળી વ્યક્તિ જો હાઇ રિસ્ક કેટેગરીમાં અથવા વૃદ્ધ હશે તો તેના જીવનને વધુ જોખમ હોઈ શકે છે. આ સિવાય, કોઈપણ દરવાજાને ખોલ્યા અને બંધ કર્યા પછી હાથને સેનિટાઇઝ કરી લો કારણ કે, એ દરવાજા પર અન્ય લોકોનો પણ સ્પર્શ થયો હોય છે.
  • ડૉક્ટર સંજયના જણાવ્યા પ્રમાણે, કપડાં અને માસ્ક સામાન્ય લોકો માટે તો કેટલીક હદ સુધી યોગ્ય છે, પરંતુ જો તમે હાઈ રિસ્ક ગ્રૂપમાં છો તો ઘરની બહાર જતા સમયે 3 લેયર માસ્ક અથવા N95 માસ્ક અવશ્ય પહેરવો.

જો તમે કોઈ અન્ય રોગથી પીડિત હો તો શું કરવું?
ડૉ. સંજયના કહેવા પ્રમાણે, જો તમને પહેલેથી જ કોઈ રોગ હોય તો તમારે કોરોનાનો ડર મનમાંથી કાઢીને હોસ્પિટલ જવું જોઈએ. ત્યાં ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી કારણ કે, લાંબા સમય સુધી ડૉક્ટરનો સંપર્ક ન કરવાથી તમારું જીવન જોખમમાં મુકાઈ શકે છે.

હૃદય રોગના દર્દીઓ માટે જરૂરી સલાહ?
ડૉક્ટર સંજયના જણાવ્યા પ્રમાણે, જો તમે હાઈ રિસ્ક ગ્રૂપમાં છો અને પહેલાથી એન્જિયોપ્લાસ્ટી અથવા કોઈ ઓપરેશન કરાવ્યું છે તો ડૉક્ટર તમને સેકન્ડરી પ્રિવેન્શન તરીકે ઈન્ફલ્યુએન્ઝાની વેક્સીન આપી શકે છે. હૃદયના દર્દીઓએ કોઈપણ જરૂરી સારવાર જેમ કે, એન્જિયોપ્લાસ્ટી જેવી સારવાર કોરોનાના કારણે ન ટાળવી જોઈએ. આજકાલ રેડિયલ એન્જિયોપ્લાસ્ટી, જે કાંડા દ્વારા કરવામાં આવે છે. તેમાં હોસ્પિટલમાં ઓછા સમય માટે રોકાવું પડે છે.

હૃદયને ભાવનાત્મક રૂપે કેવી રીતે મજબૂત બનાવવું?
સાયકોલોજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ ડૉક્ટર નિશા ખન્નાના જણાવી રહ્યા છે 5 રીત જેના દ્વારા તમે આ મુશ્કેલ સમયમાં તમારા હૃદયને ભાવનાત્મક રીતે મજબૂત બનાવી શકો છો…

1. પોઝિટિવ વિચારોઃ ખરાબ સમયમાં પોતાની જાતને ખુશ રાખો. હંમેશાં સકારાત્મક વસ્તુઓ વિશે વિચારો. તે કામ કરો, જે કરવાથી તમારામાં પોઝિટિવિટી આવે છે.

2. મોટિવેટ રહેવુંઃ દરેક બાબતમાં સારું જુઓ. તમારા મોટિવેશનલ લેવલને હંમેશાં હાઈ રાખો. તમારા ભાવિ ડ્રીમ વિશે વિચારો. કંઇક એવું કરવાનો પ્રયાસ કરો કે જે તમને મોટિવેટ કરે.

3. ખુશી શોધોઃ જ્યારે પણ તમે કોઈ કામ કરો છો અથવા ક્યાંક જાવ છો તો નાનામાં નાની વાતોમાં ખુશી શોધવાનો પ્રયાસ કરો.

4. પોઝિટિવ લોકોની સાથે સંપર્ક વધારવોઃ એવા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો, જેઓ પિઝિટિવ વિચારતા હોય છે. જેમને મળવાથી તમારામાં પોઝિટિવિટી આવે, તે તમને મોટિવેટ કરે. તમારે પણ તેની સાથે પોઝિટિવ વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

5. સારું વિચારોઃ હંમેશાં ધ્યાન નકારાત્મકતા પર વધારે જાય છે, ખાસ કરીને કોરોનાકાળમાં. તેથી આપણી સાથે પહેલાં જે કંઈ પણ સારું થયું છે, તેના વિશે વિચારો તેનાથી પોઝિટિવિટી આવશે.

બ્રિટનમાં કરવામાં આવેલી સ્ટડીમાં 15% દર્દીઓમાં ડિસઓર્ડર જોવા મળ્યો
અમેરિકાની જર્નલમાં જે રિસર્ચ પ્રકાશિત થયું છે, તેના સંશોધનકર્તા ક્લાયડ ડબ્લ્યુ યેંસીના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં સામે આવ્યું કે, 100માંથી 78 દર્દીઓનું હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો જોવા મળ્યો. જ્યારે બ્રિટનમાં કરવામાં આવેલા આવા જ સ્ટડીમાં સામે આવ્યું કે, કોરોનાના 1216 દર્દીઓમાં સંક્રમણ બાદ હૃદય સાથે સંબંધિત બીમારી જોવા મળી. 15% દર્દીઓમાં એવાં કોમ્પ્લિકેશન્સ સામે આવ્યાં જે ગંભીર હતાં અને જીવલેણ હતાં.

કોરોના સીધો ફેફસાં પર અટેક કરે છે, તેથી હૃદયના ટિશ્યુ નબળા થઈ જાય છે
દર્દીઓમાં લાંબા સમય સુધી કોરોનાની આડઅસર શા માટે દેખાય છે તે જાણવા માટેના પ્રયાસમાં વૈજ્ઞાનિકો વ્યસ્ત છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોના સીધો દર્દીના ફેફસાંને અસર કરે છે. જેનાથી શરીરમાં ઓક્સિજનનાં લેવલને અસર થાય છે. આ સ્થિતિમાં હૃદયને બીજા અંગો સુધી લોહી પહોંચાડવામાં ઘણી મહેનત કરવી પડે છે. સતત દબાણના કારણે હૃદયના ટિશ્યુ નબળા થવા લાગે છે અને હૃદય રોગ સંબંધિત કેસ સામે આવે છે.

અન્ય સમાચારો પણ છે...