તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • 5 Types Of Online Payment Services In The Country, Google Pay Is The Most Famous, Learn The Benefits Of E payment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હોટ્સએપ પેમેન્ટ પણ આવી ગયું:દેશમાં 5 પ્રકારની ઓનલાઇન પેમેન્ટ સર્વિસ, ગૂગલ-પે સૌથી ફેમસ છે, ઇ-પેમેન્ટના ફાયદા જાણો

5 મહિનો પહેલા

તાજેતરમાં દેશમાં વ્હોટ્સએપ ઓનલાઈન પેમેન્ટ સર્વિસ શરૂ થઈ છે. લોકડાઉન બાદ દેશમાં ટ્રાન્ઝેક્શન ખરેખર ડિજિટલ બન્યું છે. હાલમાં દેશમાં પાંચ પ્રકારની ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ચાલુ છે. UPI, વોલેટ, પેમેન્ટ ગેટવે, નેટ બેંકિંગ અને NEFTએ દેશમાં ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાને ડિજિટલ બનાવી છે. તેના વિશે જાણો...

1. UPI સર્વિસ શું છે?
વોલેટ સર્વિસ આપતી દરેક એપ UPI દ્વારા ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. એટલે કે, જો તમે ઈચ્છો તો તમે વોલેટથી પણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને UPIથી પણ. ભારતમાં ઈ-પેમેન્ટ માટે વોલેટ સર્વિસિસ પણ ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં જેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, તેમાં 50%થી પણ વધારે હિસ્સો વોલેટ એપનો છે. રિટેલ પેમેન્ટમાં આ આંકડો 85%થી પણ વધારે છે.

2. વોલેટ શું હોય છે?
વોલેટ સર્વિસમાં આપણે આપણા ક્રેડિટ, ડેબિટ કાર્ડ અને UPIના ઉપયોગથી શોપિંગ અને પેમેન્ટ માટે પૈસા એડ કરી શકીએ છીએ.

વ્હોટ્સએપ ઓનલાઈન પેમેન્ટ સર્વિસમાં શું નવું છે?
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની મંજૂરી મળ્યા પછી હવે વ્હોટ્સએપે પણ ઓનલાઈન પેમેન્ટ સેવાઓને લોન્ચ કરી દીધી.

  • એટલે કે, તમે વ્હોટ્સએપ દ્વારા માત્ર ચેટ જ નહીં પરંતુ ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. તે UPI દ્વારા ટ્રાન્ઝેક્શન સ્વીકારી રહ્યું છે
  • તમે તેનાથી ગૂગલ-પે અને ફોન-પેની જેમ જ ગિફ્ટ કાર્ડ અને કેશબેકનો લાભ લઈ શકો છો.
  • તેના માટે કોઈ બીજી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. વ્હોટ્સએપ આ સેવા મેસેજિંગ એપમાં જ અપડેટ થયા બાદ શરૂ કરશે.

3. શું છે NEFT?
નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે NEFT નેટ બેંકિંગની જેમ જ કામ કરે છે. આ એક નેશનલ પેમેન્ટ પોર્ટલ છે. તેનાથી દેશની તમામ બેંક જોડાયેલી છે.
તમે બેંક અથવા તેની વેબસાઈટ પર જઈને એક રજિસ્ટ્રેશન બાદ આ સેવાઓને એક્સસ કરી શકશો. તેના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કરી શકો છો.

4. નેટ બેંકિંગ
નેટ બેંકિંગમાં બેંકોનું એક કોમન સર્વર કામ કરે છે. તેનાથી બેંક ટૂ બેંક પેમેન્ટ સરળ થઈ જાય છે. ઇન્ટર કનેક્ટેડ સર્વરને કારણે પેમેન્ટ અને અકાઉન્ટ સંપૂર્ણ રીતે સિક્યોર રહે છે.

5: પેમેન્ટ ગેટવે શું છે?
આ એક એપ્લિકેશન છે જેના દ્વારા ઓનલાઇન પેમેન્ટ સરળ થઈ જાય છે. જ્યારે તમે કોઈ ઓનલાઇન સાઇટ પર પેમેન્ટ કરો તો મર્ચન્ટની સાઇટ તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડની ડિટેલ પેમેન્ટ ગેટવેને કન્ફર્મેશન માટે મોકલે છે. ત્યારબાદ પેમેન્ટ ગેટવે જ આ જાણકારીને બેંક પાસે વેરિફાય કરાવે છે અને તમારાં ખાતાંમાંથી રૂપિયા કાઢીને વેપારીના ખાતાંમાં મોકલે છે.
દેશની 4 લોકપ્રિય પેમેન્ટ ગેટવે સર્વિસિસ
1. સાઇટ્રસ-પે
પેમેન્ટ ગેટવે સાઇટ્રસ પે અત્યારે સમયમાં દેશમાં સૌથી વધારે ચલણમાં છે. આ સૌથી સુરક્ષિત પેમેન્ટ ગેટવેમાંથી એક છે. સાઇટ્રસ પે સાઇટ્રસ કેશ જેવી ઓનલાઇન વોલેટ સર્વિસ અને બિલ પેમેન્ટ માટે સાઇટ્રસ ક્યુબની સર્વિસ પણ આપે છે.

2. CC એવન્યુ
ઓનલાઇન પેમેન્ટ માટે CC અવન્યુ પણ એક પોપ્યુલર ગેટવે છે. તેના દ્વારા તમને ઓનલાઇન પેમેન્ટ કરવાના અનેક વિકલ્પો મળે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને આપણે દેશ-વિદેશની 18 ભાષાઓમાં ઉપયોગ કરી શકીએ છીએ. તેની ખાસ વાત એ પણ છે કે તેના દ્વારા તમે 27 દેશોની કરન્સીમાં ડીલ કરી શકો છો.

3. પેયુ બિઝ ઇન્ડિયા
પેયુ બિઝ ઇન્ડિયા પેમેન્ટ ગેટવે દરેક પ્રકારનું ઓનલાઇન પેમેન્ટ સ્વીકારે છે. તેના દ્વારા તમે કાર્ડ, નેટબેંકિંગ, વોલેટ, ઇન્ટરનેશનલ કાર્ડ, EMI અને IVRથી પેમેન્ટ કરી શકો છો. પેયુ બિઝ ઇન્ડિયા પણ 13 દેશોની કરન્સીમાં પેમેન્ટ એક્સેપ્ટ કરે છે. દેશની મુખ્ય બેંકોનું ઓનલાઇન પેમેન્ટ મેનેજમેન્ટ પેયુ બિઝ ઇન્ડિયા જ જુએ છે. એન્ડ્રોઇડ ફોનથી પેયુ બિઝ ઇન્ડિયા પર માત્ર એક ટેપથી જ પેમેન્ટ કરી શકાય છે.
4. ઝાક-પે
આ પણ ખૂબ જ ફેમસ પેમેન્ટ ગેટવે છે. ઝાક-પે તમામ ફોરેન અને ડોમેસ્ટિક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરે છે. તેના માધ્યમથી ડાઇનર્સ ક્લબ, વિઝા અને માસ્ટરકાર્ડથી પેમેન્ટ કરી શકાય છે. ઝાક-પે સિક્યોર અને ઇઝી પેમેન્ટ ગેટવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો