• Gujarati News
  • Utility
  • 5 Post Office Schemes Including PPF, Time Deposit Scheme And Kisan Vikas Patra Earn More Interest Than FD, Find Out How Much Return You Will Get If You Invest For 10 Years

ઇન્વેસ્ટમેન્ટ:PPF, ટાઇમ ડિપોઝિટ સ્કીમ અને કિસાન વિકાસ પત્ર સહિત પોસ્ટ ઓફિસની 5 સ્કીમમાં FD કરતાં વધુ વ્યાજ મળે છે, 10 વર્ષ રોકાણ કર્યું તો કેટલું રિટર્ન મળશે જાણો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • PPF અકાઉન્ટ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે
  • કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 6.9% વ્યાજ મળી રહ્યું છે

ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં સરકારે સ્મોલ સેવિંગ સ્કીમમાં કોઈ ઘટાડો કર્યો નથી. આને કારણે આ સ્કીમ્સમાં હજી પણ ફિક્સ ડિપોઝિટ (FD) કરતાં વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે. તેમાં રોકાણ કરીને તમે સારું રિટર્ન મેળવી શકો છો. અહીં તમને પોસ્ટ ઓફિસની આવી 5 સ્કીમ વિશે જણાવવામાં આવ્યું છે જેમાં તમને રોકાણ પર FD કરતાં વધુ વ્યાજ મળશે.
PPF સ્કીમ

  • આ યોજના હેઠળ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. આ સિવાય તેને કોઈપણ બેંક અથવા કોઈપણ પોસ્ટ ફિક્સમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.
  • આ ખાતું ફક્ત 100 રૂપિયાથી જ ખોલાવી શકાય છે. પરંતુ પછી દર વર્ષે 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. આ ખાતામાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • આ યોજના 15 વર્ષ માટે છે. જેમાંથી પૈસા અધવચ્ચે ઉપાડી નથી શકાતા. પરંતુ 15 વર્ષ પછી આ યોજના 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.
  • આ ખાતું 15 વર્ષ પહેલાં બંધ નહીં કરાવી શકાય. પરંતુ 3 વર્ષ પછી આ ખાતાં સામે લોન લઈ શકાય છે. જો કોઈ ઇચ્છે તો આ અકાઉન્ટના 7મા વર્ષથી નિયમો હેઠળ પૈસા ઉપાડી શકે છે.
  • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર વધુ કે ઓછો થઈ શકે છે. અત્યારે આ ખાતાંમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે.
  • આ યોજનામાં રોકાણ દ્વારા રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ 80C હેઠળ મેળવી શકાય છે.

10 વર્ષ સુધી રોકાણ કર્યું તો કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ હેઠળ જો તમે 10 વર્ષ માટે 1 લાખ રૂપિયા રોકાણ કર્યું તો તમને 2,02,136 રૂપિયા મળશે. એટલે કે, તમને 1,02,136 લાખ રૂપિયા વ્યાજ રૂપે મળશે.

કિસાન વિકાસ પત્ર

  • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • KVPમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ.
  • રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
  • સગીરને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અકાઉન્ટ તેમના માતા-પિતાએ સંભાળવું પડશે.
  • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઇન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
  • આ અંતર્ગત જમા થયેલ રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.

10 વર્ષ સુધી રોકાણ કર્યું તો કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ હેઠળ જો તમે 10 વર્ષ માટે 1 લાખ રૂપિયા રોકાણ કર્યું તો તમને 1,98,201 રૂપિયા મળશે. એટલે કે, તમને 98,201 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ મળશે.

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળો થવા પર આપવામાં આવે છે
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે
  • NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • આ અકાઉન્ટને સગીરના નામે અને 3 પુખ્ત વયના નામે જોઈન્ટ પણ ખોલાવી શકાય છે.
  • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી.

10 વર્ષ સુધી રોકાણ કર્યું તો કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ હેઠળ જો તમે 10 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો તમને 1,96,262 રૂપિયા મળશે. એટલે કે, તમને 96,262 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ મળશે.

ટાઇમ ડિપોઝિટ સ્કીમ

  • પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ કેશ અથવા ચેક દ્વારા ખોલાવી શકાય છે.
  • ઈન્ડિયા પોસ્ટના જણાવ્યાનુસાર, ચેકના કિસ્સામાં સરકારના કાતાંમાંચેકની રકમ આવવાથી તારીખથી જ અકાઉન્ટ ખૂલેલું માનવામાં આવશે.
  • આ અકાઉન્ટ કોઈ સગીરના નામે અને બે પુખ્ત વયના નામે જોઇન્ટ અકાઉન્ટ તરીકે પણ ખોલાવી શકાય છે.
  • પોસ્ટ ઓફિસ FD ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછી 1,000 રૂપિયાની ડિપોઝિટ આવશ્યક છે. તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.
  • પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષના સમયગાળા માટે 5.5%થી 6.7%ના દરે વ્યાજ આપે છે.
  • 1થી 3 વર્ષ માટે ડિપોઝિટ ટેક્સ 5.5% અને 5 વર્ષા રોકાણ માટે 6.7% લેખે ચૂકવવામાં આવશે.
  • 5 વર્ષના રોકાણ માટે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ લઈ શકાય છે.
  • આ સ્કીમ અંતર્ગત વાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.

10 વર્ષ સુધી રોકાણ કર્યું તો કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ હેઠળ જો તમે 10 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો તમને 1,94,342 રૂપિયા મળશે. એટલે કે, તમને 94,342 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ મળશે.

પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ

  • તેમાં 6.6% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછું 1,000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાશે.
  • જો તમારું ખાતું સિંગલ હોય તો તમે 4.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. બીજીબાજુ, જો તમારું જોઇન્ટ અકાઉન્ટ હોય તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા થઈ શકે છે. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષ છે.
  • આ સ્કીમ હેઠળ વ્યાજ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.
  • સગીરના નામે અને 3 પુખ્ત વયના લોકોના નામે જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
  • પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ અકાઉન્ટ ખોલવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.

10 વર્ષ સુધી રોકાણ કર્યું તો કેટલું રિટર્ન મળશે?
આ સ્કીમ અંતર્ગત જો તમે 10 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો તમને 1,92,439 રૂપિયા મળશે. એટલે કે, તમને 92,439 લાખ રૂપિયાથી વધુનું વ્યાજ મળશે.

અન્ય સમાચારો પણ છે...