તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • 5 Big Changes Have Been Made In The Budget Regarding Taxes, It Will Have A Direct Impact On Your Pocket

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ વ્યવસ્થા:બજેટમાં ટેક્સને લઈને 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા, તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 75 વર્ષથી મોટી ઉંમરના લોકોને હવે ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી
  • એવા કર્મચારી જે PFમાં 2.5 લાખ રૂપિયા અથવા વધારે યોગદાન કરે છે, તેમને હવે વધારે ટેક્સ ભરવો પડશે

આ વખતે બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 75 વર્ષથી વધારે ઉંમરના લોકોને રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. તે ઉપરાંત PF પર મળતા વ્યાજને ટેક્સેબલ ઈન્કમમાં સામેલ કરવામાં આવ્યું છે. અમે તમને આવા જ 5 મહવત્ત્વપૂર્ણ ફેરફારો વિશે જણાવી રહ્યા છે જેને તમારે જાણવા જરૂરી છે.

PF પર ટેક્સ ફ્રી વ્યાજ પર લિમિટ
PF પર મળતા વ્યાજને ટેક્સેબલ ઈન્કમમાં સામેલ કરવામાં આવ્યું છે. એવા કર્મચારી જે PFમાં 2.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે યોગદાન કરે છે, તેમને હવે વધારે ટેક્સ ભરવો પડશે. તેમને મળતા વ્યાજને ટેક્સેબલ ઈન્કમમાં સામેલ કરવામાં આવશે. આ મર્યાદા 1 એપ્રિલ 2021ના રોજ અથવા ત્યારબાદ કરવામાં આવેલા યોગદાન પર લાગુ થશે.

75 વર્ષ કરતા વધારે ઉંમર હશે તો રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી
75 વર્ષથી વધારે ઉંમરના લોકોને હવે ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની જરૂર રહેશે નહીં. નવા નિયમ અનુસાર, 75 વર્ષથી વધારે ઉંમરના એવા લોકોને ITR ભરવાની જરૂર નથી, જે માત્ર પેન્શન અથવા બેંકના વ્યાજથી થતી આવક પર નિર્ભર છે. જો તેઓ બીજા સ્રોતથી કમાણી કરી રહ્યા છે, પછી ભલે તે ભાડું હોય અથવા બીજું કંઈપણ, તો તેના પર હંમેશાંની જેમ ITR ફાઈલ કરવું પડશે.

હવે ITR ભરવાનું સરળ રહેશે
અત્યાર સુધી ITR ભરતી વખતે આપણને પહેલાથી જ ફોર્મમાં નામ, સરનામું, સેલરી પરનો ટેક્સ, ટેક્સની ચૂકવણી, TDS જેવી જાણકારીઓ ભરેલી આવતી હતી. બજેટમાં એક જાહેરાત દ્વારા તેને વધુ સરળ બનાવવામાં આવ્યું છે. હવે ITR ફોર્મમાં લિસ્ટેડ સિક્યોરિટીઝથી થયેલા કેપિટલ ગેઈનની જાણકારી, ડિવિડન્ટ ઈન્કમની જાણકારી અને બેંક-પોસ્ટ ઓફિસમાંથી મળતા વ્યાજની જાણકારી પણ અગાઉથી ભરવામાં આવશે.

હવે 3 વર્ષ જૂના ટેક્સ રિટર્ન જ ખુલી શકશે
50 લાખથી ઓછી આવકના કર ચોરીના કેસોમાં જૂના રિટર્ન ખોલવાની સમય મર્યાદાને 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી છે. તે ઉપરાંત 50 લાખથી વધારે ટેક્સની ચોરીના પુરાવા સામે આવવા પર જ 10 વર્ષ જૂના રિટર્ન ખોલી શકાશે. તેના માટે પણ ઇન્કમટેક્સના પ્રિન્સિપલ કમિશનરની પરવાનગી જરૂરી રહેશે.

2.5 લાખથી વધારે ULIP પ્રીમિયમ પર ટેક્સ આપવો પડશે
બજેટમાં યુનિટ-લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (ULIP)ના પ્રીમિય પર સેક્શન 10(10d) અંતર્ગત મળતા ટેક્સ છૂટને મર્યાદિત કરી છે. જો પ્રીમિયમ 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો ટેક્સની છૂટ નહીં મળે. જો કે વર્તમાનમાં તે ULIP પર લાગુ નહીં થાય, માત્ર 1 ફેબ્રુઆરી 2021 બાદ લેવામાં આવેલી પોલિસી પર તે લાગુ થશે. ULIP એક એવી પ્રોડક્ટ છે જ્યાં વીમા અને રોકાણનો એક સાથે લાભ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો