આપણી આજુબાજુ ઘણાં એવા લોકો હોય છે જે આખો દિવસ ઓનલાઇન ગેમ્સ રમવામાં જ રચ્યા પચ્યા હોય છે. જેના કારણે ઘણીવાર તો સ્થિતિ એવી આવીને ઊભી રહે છે કે,
ઓનલાઇન ગેમ રમવાના ચક્કરમાં દેણું થઇ જાય છે. જેના કારણે લોકો જીવન ટૂંકાવે છે. ભારતમાં હાલ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીના નિયમન માટે કોઈ કાયદો નથી.તેથી જ હાલમાં દેશના આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નિયમો બનાવતા પહેલાં પબ્લિક ડોમેનમાં નિયમોનો ડ્રાફ્ટ શેર કર્યો છે.
આજે કામના સમાચારમાં આપણે જાણીશું કે ઓનલાઇન ગેમિંગને લગતા નવા નિયમો શું હોઈ શકે છે, જો આપણી આસપાસ કોઈને એની આદત હોય તો એ કેવી રીતે દૂર કરી શકીએ.
આજના અમારા એક્સપર્ટ છે પવન દુગ્ગલ, વરિષ્ઠ વકીલ, સાયબર લો એક્સપર્ટ, દિલ્હી કામના છિબ્બર, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ફોર્ટિસ હોસ્પિટલ, ગુડગાંવ
સવાલ : શું દેશમાં ઓનલાઈન ગેમિંગ અંગે કોઈ કાયદો અમલમાં છે?
જવાબ : ઓનલાઈન ગેમિંગને રેગ્યુલેટ કરવા માટે હાલમાં દેશમાં કોઈ અલગ કાયદો નથી. આ માટેના નિયમો ફેબ્રુઆરીની શરૂઆતમાં તૈયાર કરવામાં આવશે.
દેશમાં તેલંગાણા એક માત્ર રાજ્ય છે જેમાં ઓનલાઇન ગેમિંગને લઈને કાયદો છે. તેલંગાણામાં 2017થી ઓનલાઈન ગેમિંગ લઈને કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ઓનલાઈન ગેમિંગમાં જુગાર રમવા પર 3 મહિનાની જેલ, 5000 દંડ અથવા બંને સજા શકે છે.ઓનલાઈન જુગારની જાહેરાત કરવા માટે જવાબદાર વ્યક્તિને એક વર્ષ સુધીની જેલ, 5 લાખનો દંડ અથવા બંને સજા શકે છે. જે કોઈ ઓનલાઈન ગેમ દ્વારા જુગાર રમતા પકડાશે, ઓનલાઈન ગેમમાં પૈસા કે પ્રોપર્ટી પર સટ્ટો લગાવશે તો તેને 3 વર્ષની જેલ, 10 લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થશે.
સવાલ : ઓનલાઈન ગેમિંગથી આપણને શું નુકસાન થઈ શકે છે?
જવાબ : એને કારણે આપણને માનસિક, શારીરિક અને આર્થિક રીતે અનેક પ્રકારનું નુકસાન થાય છે.જેમ-
સવાલ : ઓનલાઈન ગેમિંગ માટે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે કયા નિયમો નક્કી કર્યા છે?
જવાબ : ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ઓનલાઈન ગેમિંગ માટે ડ્રાફ્ટ નિયમો પણ બહાર પાડ્યા છે. આ નિયમો ફેબ્રુઆરીની શરૂઆતમાં તૈયાર થઈ જશે.
આ ઑનલાઇન ગેમિંગ સંબંધિત નિયમો હોઈ શકે છે...
સવાલ : આખરે સરકારે આ માર્ગદર્શિકા બહાર પાડવાની જરૂર કેમ પડી?
જવાબ : સરકારને આ માર્ગદર્શિકાની જરૂર છે કારણ કે…
આ દેશોમાં ઓનલાઈન ગેમિંગ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે
સવાલ : આજકાલ બાળકો પણ હંમેશાં ઓનલાઈન ગેમ્સના ચક્કરમાં રહે છે, જેને કારણે કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે?
જવાબ : આખો દિવસ ઓનલાઈન ગેમિંગમાં વ્યસ્ત રહેવાને કારણે બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે…
સવાલ : બાળકોને ઓનલાઇન ગેમ્સથી કેવી રીતે દૂર રાખવાં?
જવાબ : બાળકોને વિડિયો ગેમ્સથી દૂર રાખવા માટે આ 7 ટિપ્સને અનુસરો...
સવાલ : ઓનલાઈન ગેમિંગમાં પૈસા રોકવાની આદતમાંથી કેવી રીતે છુટકારો મેળવવો?
જવાબ : ઓનલાઈન ગેમિંગમાં પૈસાનું રોકાણ કરવાની આદતમમાંથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અનુસરો…
સવાલ : ઑનલાઇન ગેમિંગથી થતાં નુકસાનને આપણે કેવી રીતે દૂર રહી શકીએ?
જવાબ : ગેમિંગથી થતા નુકસાનથી બચવા માટે તમે આ ઉપાયો કરી શકો છો...
જો ઓનલાઈન ગેમિંગનું વ્યસન વધી ગયું હોય તો મનોચિકિત્સકની સલાહ લો. ડોક્ટરો ત્રણ રીતે તેની સારવાર કરે છે...
કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી:
આ થેરાપીમાં ડોકટર તમને તમારા વિચારો અને વિચાર પર ધ્યાન આપવાનું કહે છે. આ સાથે તમે સમજી શકશો કે તમારા વિચારો તમારા કામ ઉપર કેવી અસર કરે છે. જેના કારણોથી ગેમિંગની લતથી આવતા નકારાત્મક વિચારોથી છુટકારો મળે છે.
ગ્રુપ થેરાપી:
આ થેરાપીમાં ગેમિંગની લત સાથે ઝઝુમતા ઘણા લોકો એકસાથે બેઠા છે. તે બધા લોકો તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરે છે. જેના કારણે દરેકનેવ્યસન છોડવા માટે નૈતિક સમર્થન અને પ્રેરણા મળે છે.
ફેમિલી અને મેરેજ કાઉન્સેલિંગ:
જેમાં ગેમિંગની લત સાથે સંઘર્ષ કરી રહેલા લોકોના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને દર્દીને કેવી રીતે હેન્ડલ કરવું તે સમજાવવામાં આવે છે.
સવાલ: ઓનલાઈન ગેમિંગ દ્વારા ફ્રોડ કેવી રીતે થાય છે?
જવાબ: ઓનલાઇન ગેમિંગનું સેક્ટર હાલ સંપૂર્ણ રીતે અનરેગ્યુલેટેડ હતું. આ કારણે દેશમાં તેના દ્વારા અવાર-નવાર ફ્રોડ થતાં રહે છે. ઓનલાઇન ગેમિંગ દ્વારા આ પ્રકારના ફ્રોડ થઈ શકે છે..
ગેમિંગ વૉલેટ દ્વારાઃ ગેમિંગ વૉલેટમાં રહેલ રિયલ વર્લ્ડ કરંસી ઉપર સ્કેમર્સની દૃષ્ટિ રહે છે. અહીંથી સરળતાથી તમારા રૂપિયા ચોરી થઈ શકે છે. માલવેયરઃ અનેકવાર યૂઝરને કોઈ ગેમ રમવા માટે અલગ સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડે છે. આ પ્રકારના સોફ્ટવેર મોટાભાગે તમારા ફોનની સિક્યોરિટી અને પ્રાઇવસી માટે ખતરનાક હોય છે.
આ સોફ્ટવેર દ્વારા તમારો કીમતી ડાટા ચોરી થઈ શકે છે
પ્રાઇવસીનું જોખમઃ અનેકવાર ઓનલાઇન ગેમ્સ લોગઇન દરમિયાન તમે પોતાની સાથે જોડાયેલી જાણકારી તેમાં આપી દો છો. હેકર્સ અહીંથી તમારો ડાટા ચોરી કરીને તમને નુકસાન પહોંચાડી શકે છે.
પોપ્યુલર ગેમ્સનું ફેક વર્ઝનઃ અનેક પોપ્યુલર ગેમ્સના ફેક વર્ઝન બસ લોકોને ફસાવવા માટે બનાવવામાં આવે છે. તેના દ્વારા તેમના ડાટા કે રૂપિયા ચોરી શકાય છે.
બાળકોને નિશાન બનાવવામાં આવે છેઃ સાઇબર ક્રિમિનલ્સનું સૌથી સરળ નિશાન બાળકો હોય છે. તેઓ ગેમિંગ દ્વારા બાળકોને ફસાવીને જરૂરી જાણકારી એકઠી કરી લે છે.
સર્વિસ પ્રોવાઇડર્સ દગો આપે છેઃ અનેક સર્વિસ પ્રોવાઇડર્સ એવા પણ છે જેઓ લોકોને લાલચ આપીને ગેમ રમવા માટે આકર્ષિત કરે છે. જ્યારે ગેમર્સ જીતી જાય છે ત્યારે તેમને ઇનામ આપવાની ના પાડી દે છે અથવા જીતનાર ગેમર્સને ડિસક્વોલિફાઇર્ડ કરી દે છે. આવા સર્વિસ પ્રોવાઇડર્સ દગો આપ્યા પછી પોતાની વેબસાઇટ બંધ કરી દે છે અને ફરી નવી વેબસાઇટ શરૂ કરી દે છે.
સવાલઃ શું ઓનલાઇન ગેમિંગનો કોઈ ફાયદો પણ છે? થોડા લોકો હંમેશાં અનેક તર્ક સાથે આખો દિવસ રમે છે.
જવાબઃ ઓનલાઇન ગેમિંગને જો યોગ્ય રીતે માત્ર માઇન્ડ ફ્રેશ કરવા માટે રમવામાં આવે, જો તેની આદત ન લાગે ત્યારે જ તેનો ફાયદો છે. નીચે વાંચો ઓનલાઇન ગેમિંગના ફાયદા...
સમજવા-વિચારવાની શક્તિ મજબૂત થાય છે. પ્રોબ્લમ સોલ્વિંગ સ્કિલ અને લૉજિકલી વિચારવાની ક્ષમતા સારી રહે છે. હેન્ડ-ટુ-આઈ કોર્ડિનેશન સારું બને છે. મલ્ટી-ટાસ્કિંગ કરવાની ક્ષમતા ડેવલપ થાય છે. નિર્ણય લેવાની ક્ષમતા સારી બને છે. ગેમ રમનાર લોકો દરેક બાબતને સારી રીતે ઓબસર્વ કરે છે. વર્ચ્યુઅલ રિએલિટી દ્વારા અનેક એવી ગેમ્સ રમી શકાય છે જેમાં ફિઝિકલ એક્ટિવિટીની જરૂરિયાત પડે છે. ટીમ સાથે રમતાં ગેમ્સ દ્વારા ટીમ વર્કની ભાવના ડેવલપ થાય છે. મોબાઈલમાં જુગારમાં હારો તો રસ્તા ઉપર આવી ગયા...વાંચો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.