• Gujarati News
 • Utility
 • 4 In 10 People Who Die Of Heart Attack Are Under 45, GenNext Risk Doubles If Genetic History

હૃદયને હળવાશમાં ન લો:હાર્ટ અટેકથી મરનારા 10 માંથી 4 લોકોની ઉંમર 45થી ઓછી, જો આનુવંશિક ઈતિહાસ છે તો GenNextનું જોખમ બે ગણું વધી જાય

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જ્યારે હાર્ટ અટેકથી કોઈનું મોત થાય ત્યારે હંમેશા એક લાઈન સાંભળવા મળે છે કે, ‘તેનો જીવ બચી શક્યો હોત જો તેને સમયસર CPR મળી ગયું હોત.’ આખરે CPR શું છે? મોટાભાગના લોકોએ CPR વિશે સાંભળ્યું હશે અને અમુક લોકોએ તેની ટ્રેનિંગ પણ લીધી છે તો બીજી તરફ અમુક વર્ગ એવો છે કે, જેને CPR વિશે કોઈ માહિતી જ નથી. દર વર્ષે 27 જુલાઈના રોજ ‘નેશનલ CPR ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસે તેના મહત્વ વિશે લાંબી ચર્ચા કરવામાં આવે છે પણ પછી બધા ભૂલી જાય છે.

આજે 29 સપ્ટેમ્બરના રોજ ‘વર્લ્ડ હાર્ટ ડે’ ઉજવવામાં આવે છે. આજે CPRની વાત આપણે અહીં એટલા માટે કરીએ છીએ કે, જો સામાન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવામાં આવે તો ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. આજે કામના સમાચારમાં મેદાંતા હોસ્પિટલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. નરેશ ત્રેહનની CPR અને હાર્ટ સાથે જોડાયેલી અમુક બાબતોને સમજીએ અને તેને ફોલો કરીએ.

પ્રશ્ન- આખરે હાર્ટ અટેક અચાનક કેમ આવે છે?
જવાબ- જો દર્દીના હાર્ટ આર્ટરી (ધમની)માં બ્લોકેજ આવી જાય અને દર્દીને ખ્યાલ જ ના રહે તો આવું થઈ શકે છે જેમ કે, આજકાલના અમુક કલાકારોને ખ્યાલ જ હોતો નથી અને તે એક્સરસાઈઝ કરતા રહે છે. એક્સરસાઈઝ કરવાથી શરીરમાં લોહીની માગ વધી જાય છે પણ બ્લોકેજના કારણે લોહીનું પંપિંગ યોગ્ય રીતે થતુ નથી અને લોકો કાર્ડિયાક અરેસ્ટના શિકાર બને છે.

પ્રશ્ન- આંકડાઓ કહે છે કે, હાર્ટ અટેક આવ્યા પછી દર્દીને CPR આપવા પર દર્દીનો જીવ બચાવવાની સંભાવના કેટલી વધી શકે?
જવાબ-
જો કોઈ વ્યક્તિને હાર્ટ અટેક આવે છે તો CPR આપીને તેનો જીવ બચાવી શકાય છે એ આપણે જાણ્યું. હવે એ પણ જાણી લો કે, CPR આપવાની બે રીત છે. પહેલી બેઝિક અને બીજી એડવાન્સ લાઈફ સપોર્ટ. બેઝિક લેવલનો CPR આપીને જ દર્દીનો જીવ બચાવી શકાય છે પણ સાથે એ પણ સમજી લો કે, આ ઉપાયથી 100% દર્દીઓનો જીવ બચાવી શકાય નહી. અમુક હદ સુધી દર્દીનો જીવ બચાવવાની સંભાવના વધી જાય છે.

પ્રશ્ન- CPR શું છે?
જવાબ-
CPRનું ફૂલફોર્મ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન છે. આ એક લાઈફ સેવિંગ ટેકનિક છે, જેનો ઉપયોગ હાર્ટ અટેક આવે ત્યારે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું હૃદય ધબકતું બંધ થઈ જાય તો તેને ઘરથી હોસ્પિટલ સુધી સુરક્ષિત પહોંચાડવા માટે CPR લાઈફ સેવિંગ ટેકનીક માફક કામ કરે છે.

આ 3 પરિસ્થિતિમાં CPR આપવાની જરુરિયાત પડે છે.
1. જો કોઈ વ્યક્તિ એકાએક બેભાન થઈ જાય અને શ્વાસ પણ લઈ ન શકે.
2. કોઈ એક્સિડન્ટ દરમિયાન વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે.
3. જો કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબી જાય તો તેને બહાર કાઢતા સમયે
યાદ રાખો- CPR આપ્યા પછી દર્દીને જલ્દી જ હોસ્પિટલ પહોંચાડવો.

નીચેના ગ્રાફિક્સમાં સમજો કે, CPR આપવા માટેની જુદી-જુદી ઘણી રીતો હોય છે

 • બાળકોને CPR આપવાની રીત પુખ્ત વયના લોકો કરતાં અલગ હોય છે
 • બાળકોને પીઠના બળે સીધા સૂવડાવો અને તેની પાસે ધૂંટણના ટેકે બેસો
 • બાળકને CPR આપવા માટે બે આંગળીઓનો ઉપયોગ કરો
 • છાતી પર હળવું દબાણ આપો. આ દબાણ 1/2થી 2 ઈંચ સુધીનું રાખવું.

યાદ રાખો- આ પરિસ્થિતિમાં બાળકને શક્ય તેટલું વહેલું હોસ્પિટલે પહોંચાડવું.

પ્રશ્ન- CPR આપવાથી શું ફાયદો થાય છે?
જવાબ-
તેની મદદથી દર્દીને શ્વાસ લેવામાં ફાયદો થાય છે. હાર્ટ અને મગજમાં થતા બ્લડ સર્કયુલેશનમાં મદદ મળે છે. જેમ અગાઉ પણ આપણે જાણ્યું કે, ઘણા કેસમાં CPRની મદદથી વ્યક્તિનો જીવ બચી જાય છે.

આગળ વધતા પહેલા એક નજર આ આંકડાઓ પર ફેરવી લઈએ

 • CPR આપવાથી 10માંથી 4 લોકોનો જીવ બચાવી શકાય છે.
 • અમેરિકામાં ફક્ત 20% લોકો જ CPRની ટ્રેનિંગ લઈ ચૂક્યા છે.
 • ભારતમાં ફક્ત 2% લોકોને જ CPR આપતા આવડે છે.

પ્રશ્ન- 40 વર્ષથી ઓછી ઉંમરના મોટાભાગના લોકો હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે, શું તેની કોઈ આંકડાકીય માહિતી છે?
જવાબ-
અમે મેદાંતામાં 5 હજારથી વધુ લોકોની હાર્ટની બાયપાસ સર્જરી કે ઓપરેશન કરીએ છીએ અને તેમાંથી 10% લોકોની ઉંમર 40 વર્ષથી પણ ઓછી છે. (બાયપાસ સર્જરીમાં હૃદયમાં લોહીનું વહન કરતી બ્લોક ધમનીઓને કાપ્યા વિના અથવા સાફ કર્યા વિના, રક્ત વાહિનીઓ એટલે કે કલમ દ્વારા એક નવો માર્ગ બનાવવામાં આવે છે. આ માટે તંદુરસ્ત રક્તવાહિનીઓ હાથ, છાતી અથવા પગમાંથી લેવામાં આવે છે અને પછી અસરગ્રસ્ત ધમની સાથે જોડવામાં આવે છે.)

હવે વાંચો હૃદય સાથે જોડાયેલ વધુ બે સંશોધન. થોડું જૂનું છે, પરંતુ તેને વાંચવાથી તમે તમારા હૃદયની પહેલા કરતાં વધુ કાળજી લેશો.
1. અમેરિકાના રિસર્ચ જનરલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2015 સુધીમાં ભારતમાં 6.2 કરોડ લોકોને હૃદયની બીમારી હતી. જેમાંથી 2.3 કરોડ 40 વર્ષથી ઓછી ઉંમરના હતા એટલે કે 40 ટકા હાર્ટના દર્દીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના હોય છે.

2. બીજો અભ્યાસ વર્ષ 2018નો છે. વિજ્ઞાન જર્નલ લેન્સેટે 1990થી 2016 દરમિયાન હૃદયરોગથી સંબંધિત ડેટા એકત્રિત કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, 1990માં ભારતમાં થયેલા કુલ મૃત્યુના 15.2 ટકા મૃત્યુનું કારણ હૃદયને લગતી બીમારીઓ હતી. વર્ષ 2016માં આ આંકડો વધીને 28.1 ટકા થયો હતો.

હાર્ટ એટેક સામાન્ય રીતે વધુ પડતાં કોલેસ્ટ્રોલના કારણે થાય છે.

કોલેસ્ટ્રોલ માટે આ 8 વસ્તુઓ જવાબદાર છે

 • નબળી જીવનશૈલી
 • ઓવરઈટિંગ
 • મોટાપા
 • ડાયાબિટીસ
 • આલ્કોહોલ
 • ધૂમ્રપાન
 • ફેફસાંમાં ગાંઠો પડવી
 • આનુવંશિક સમસ્યા

જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે આસપાસના લોકો શું ભૂલો કરે છે? જો આ ભૂલો ન થાય તો કોઈપણ વ્યક્તિનો જીવ બચી શકે છે-

 • ગભરાઈને, તે હોસ્પિટલમાં ફોન કરે છે અને દર્દીની આસપાસ ભીડ જમા કરી દે છે. CPR આપવાનો વિચાર મનમાં આવતો નથી.
 • જો કોઈને CPR આપવાનો વિચાર આવે તો પણ ડરના કારણે દર્દીને CPR નથી આપતા.

CPR આપતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

 • CPR આપતી વખતે તમારી કોણી અને બંને હાથ સીધા રાખો.
 • બાળક કે વડીલને જમીન પર પીઠના બળે સૂવડાવીને CPR આપો.
 • દર્દીનો હાથ કે પગ કોઈપણ વસ્તુ પર ન વળેલો હોય.

જાણવા જેવું

 • જો આ લોકોને હાર્ટ એટેક આવ્યા પછી સમયસર CPR આપવામાં આવ્યો હોત, તો જીવન બચાવી શકાયું હોત
 • સિંગર કેકેનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે, તેની ડાબી બાજુની મુખ્ય કોરોનરીમાં 80 ટકા બ્લોકેજ હતું, જ્યારે બાકીની ધમનીઓમાં નાના બ્લોકેજ હતા, એક પણ બ્લોકેજ 100 ટકા ન હતું. જો તેમને તાત્કાલિક CPR આપવામાં આવ્યો હોત, તો તેમને બચાવી શકાયા હોત.
 • સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર આદિત્ય કપૂરના જણાવ્યા પ્રમાણે શિલોંગની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રેક્ષકોમાંથી કોઈ એકને CPR આપ્યો હોત તો ડૉ. એપી જે અબ્દુલ કલામને બચાવી શકાયા હોત.
 • પ્રોફેસર આદિત્ય કપૂરના જણાવ્યા પ્રમાણે જો અભિનેત્રી રીમા લાગૂને પણ CPR મળ્યો હોત તો તેને બચાવી શકાઈ હોત.

આખરે ચાલો તાજેતરનો આ એક વીડિયો જોઈએ, જ્યાં CPRને કારણે જીવ બચી ગયો
હાલમાં જ ચેન્નઈ એરપોર્ટ પર એક મુસાફરને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર CISFના જવાને રાહ જોયા વગર CPR આપીને તેનો જીવ બચાવ્યો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે, જવાને યોગ્ય સમયે CPR આપીને તેનો જીવ બચાવ્યો હતો. CPRથી દર્દીના પલ્સ રેટમાં સુધારો થયો હતો.