તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • 235 Posts Of Technical And Non Technical Branch In Indian Air Force Will Be Recruited, Last Date For Application Is 30th December.

સરકારી નોકરી:ઇન્ડિયન એરફોર્સમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બ્રાંચની 235 પોસ્ટ પર ભરતી થશે, અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર

6 મહિનો પહેલા

ઇન્ડિયન એરફોર્સે ફ્લાઇંગ બ્રાંચ અને ગ્રાઉ્ડ ડ્યુટી ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બ્રાંચની કુલ 235 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી છે. આ પોસ્ટ્સ મુજબ, શારીરિક અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે. આ પોસ્ટ્સમાં ફ્લાઇંગની 69 પોસ્ટ, ગ્રાઉન્ડ ડ્યુટી ટેક્નિકલની 96 પોસ્ટ અને ગ્રાઉન્ડ ડ્યુટી નોન-ટેક્નિકલની 70 પોસ્ટ સામેલ છે.

પોસ્ટની સંખ્યા - 235

પોસ્ટ્સસંખ્યા
ફ્લાઇંગ69
ગ્રાઉન્ડ ડ્યુટી ટેક્નિકલ96
ગ્રાઉન્ડ ડ્યુટી નોન-ટેક્નિકલ70

એલિજિબિલિટી

  • ફ્લાઇંગ બ્રાંચ - મેથ્સ અને ફિઝિક્સમાં મિનિમમ 50% માર્ક્સ સાથે 10 + 2 અને કોઈપણ સ્ટ્રીમમાં મિનિમમ 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ અથવા મિનિમમ 60% માર્ક્સ સાથે BE અથવા B.Tech હોવું જોઇએ.
  • ગ્રાઉન્ડ ડ્યુટી નોન-ટેક્નિકલ એડમિનિસ્ટ્રેશન અને લોજિસ્ટિક્સ માટે બેચલર ડિગ્રી મિનિમમ 60% માર્ક્સ સાથે અકાઉન્ટ્સ માટે B.Com મિનિમમ 60% માર્ક્સ સાથે હોવું જોઇએ.

વય મર્યાદા

  • ફ્લાઇંગ બ્રાંચ - 20થી 24 વર્ષ
  • ગ્રાઉન્ડ ડ્યુટી ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ - 20થી 26 વર્ષ

સેલરી
ફ્લાઇંગ ઓફિસર તરીકે 56,100 રૂપિયાથી 1,77,500 રૂપિયા.

કેવી રીતે અરજી કરવી?
ઓફિશિયલ વેબસાઇટ લિંક afcat.cdac.in દ્વારા છેલ્લી તારીખ એટલે કે 30 ડિસેમ્બર, 2020 સુધી ઓનલાઇ મોડમાં અપ્લાય કરી શકાય છે.

સિલેક્શન પ્રોસેસ
આ તમામ પોસ્ટ્સ માટે યોગ્ય અને કુશળ ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝીકલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ પછી તૈયાર કરેલાં મેરીટ લિસ્ટ મુજબ કરવામાં આવશે.