તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
CBSE બોર્ડની પરીક્ષાઓ આ વખતે 4 મેથી શરૂ થઈ રહી છે, જે 10 જૂન સુધી ચાલશે. દર વર્ષે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવતી હતી, પરંતુ આ વખતે કોરોનાના કારણે તારીખો લંબાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં બાળકોને તૈયારી માટે 2 મહિનાનો વધારાનો ટાઈમ મળી રહ્યો છે.
હવે સવાલ એ છે કે બાળકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરે? કેટલાક બાળકો મૂંઝવણમાં છે કે કેવી રીતે બોર્ડ અને JEE અથવા NEET સાથે મળીને તૈયારી કરવી? કેમ કે આ પરીક્ષાઓ બોર્ડની સાથે, નજીકના દિવસોમાં આવી રહી છે. JEEના ચોથા રાઉન્ડની એક્ઝામ તો બોર્ડ દરમિયાન હશે. જાણો એક્સપર્ટ પાસેથી બાળકોએ બોર્ડ અને કોમ્પિટિશન એક્ઝામની તૈયારીમાં કેવી રીતે બેલેન્સ રાખવું.
મુંબઈ સ્થિતિ CBSE સ્કૂલમાં લેક્ચરર તારા મિશ્રાના જણાવ્યા પ્રમાણે 2 મહિનાનો આ એક્સ્ટ્રા ટાઈમ ગ્રામીણ વિસ્તારના બાળકો માટે ઘણો ઉપયોગી છે. અહીં બાળકો ઈન્ટરનેટ, મોબાઈલ, લેપટોપ જેવા જરૂરી સંસાધનોના અભાવને કારણે અભ્યાસથી પાછળ રહી ગયા છે, હવે તેમની તૈયારી પણ સારી થઈ જશે.
એક્સ્ટ્રા ટાઈમનો 5 પદ્ધતિથી કરો યોગ્ય રીતે ઉપયોગ
1- લખીને વાંચોઃ લખીને વાંચવું સૌથી અસરકારક રીત છે. તેના ઘણા ફાયદા છે જેમ કે- વસ્તુઓ વધારે જલ્દી યાદ રહી જાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. પ્રશ્ન ફ્રેમિંગ યોગ્ય હોય છે અને સ્પીડ વધી જાય છે. તે બાબતો સારા સ્કોર માટે સૌથી મહત્ત્વની છે.
2. રિવિઝનઃ ઈમ્પોર્ટન્ટ સેક્શનનો મલ્ટીપલ ટાઈમ રિવીઝન પણ સારો સ્કોર કરવા માટે જરૂરી છે. જો તમે ફ્રીક્વન્ટલી પૂછવામાં આવતા સવાલો અને ઈમ્પોર્ટન્ટ સેક્શનને હાઈલાઈટ કરી તેને વારંવાર રિવાઈઝ કરી રહ્યા છો તો તમે તમારા સ્કોરને 10થી 15 ટકા સુધી વધારી શકો છો.
3- વીક સેક્શનને મજબૂત કરોઃ સામાન્ય રીતે બાળકો વીક સેક્શન પર વધારે સમય આપે છે. સામાન્ય વ્યૂહરચના એ હોય છે કે સ્ટ્રોન્ગ સેક્શનને વધારે મજબૂત કરવામાં આવે. પરંતુ હવે તમને 2 મહિના વધારે મળે છે, તે પણ જ્યારે તમે એક્ઝામને લઈને લગભગ તૈયાર થઈ ગયા છો તો આ તક છે કે તમે વીક સેક્શનને પણ સ્ટ્રોન્ગ સેક્શનમાં બદલો.
4- મોક ટેસ્ટ- મોક ટેસ્ટ આપતા રહો, તેનાથી તમારામાં આત્મવિશ્વાસ આવશે અને તમે તમારા 3 કલાકને સારી રીતે મેનેજ કરવાનું શીખી શકશો.
5- કી-નોટ્સઃ એક્સ્ટ્રા ટાઈમ મળી રહ્યો છે તો તેની નોટ્સ જરૂર બનાવી. તેમાં ઈમ્પોર્ટન્ટ લોજ, પ્રિન્સિપલ અને ફોર્મ્યુલા સામેલ કરો અને તેને દરરોજ રિવાઈઝ કરો.
કોમ્પિટિટીવ એક્ઝામ અને બોર્ડ્સમાં બેલેન્સ કેવી રીતે બનાવવું?
એક્સપર્ટ તારા મિશ્રાનું કહેવું છે કે, NCERTની ટેક્સ્ટ બુક્સ કરતાં બીજું સારું કંઇ નથી. તે કોઈપણ સ્ટડી મટિરિયલને રિપ્લેસ કરી શકે છે. એટલે કે, તમે જે ટેક્સ્ટ બુક વાંચી રહ્યા છો એ જ બેસ્ટ છે. જો તમે કોમ્પિટિટીવ એક્ઝામ આપવાનું વિચારી રહ્યા હો તો તમારે ટેક્સ્ટ બુક પર ફોકસ કરવું જોઇએ, તે તમારી બંને તૈયારીઓમાં વધુ સારી સાબિત થશે. આ વખતે પરીક્ષાની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. પહેલીવાર તમને મલ્ટિપલ ક્વેશ્ચ્યન મળવાના છે. મલ્ટિપલ ટાઇપ ક્વલેશ્ચ્યન માટે પણ ટેક્સ્ટ બુક જ શ્રેષ્ઠ છે.
આ બે મહિનામાં તમારું ટાઇમ-ટેબલ કેવું હોવું જોઈએ?
સારા ટાઇમ મેનેજમેન્ટ માટે એક સારું ટાઇમ-ટેબલ જરૂરી છે. પરંતુ તમારું ટાઇમ-ટેબલ એવું હોવું જોઈએ કે તે તમને માનસિક રીતે ફાયદાકારક હોય. કોઈ એવા સબ્જેક્ટ અથવા ટોપિકથી શરૂઆત કરો જે તમને ટફ અથવા અઘરો લાગે છે. તમારા ટાઇમ-ટેબલને હંમેશાં ટફથી ઇઝી ઓર્ડરમાં રાખો. એટલે કે પહેલાં ટફ સબ્જેક્ટ અને પછી ઇઝી સબ્જેક્ટ. તેનાથી તમને તમારા અભ્યાસ દરમિયાન માનસિક દબાણ અને માનસિક થાક નહીં અનુભવાય.
રાજ્યોની બોર્ડ એક્ઝામનું સ્ટેટસ શું છે?
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.