તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુવાનોમાં સુસાઈડ કરવાના વિચાર પહેલાની તુલનામાં આવી રહ્યા છે. કારણ બીજું કંઈ નથી, કોરોના છે. અમેરિકામાં કરવામાં આવેલી સ્ટડીના અનુસાર, કોરોનાના સમયગાળામાં વિશ્વમાં ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીના કેસ 40% સુધી વધી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, દુનિયામાં દર વર્ષે 8 લાખ લોકો સુસાઈડ કરી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત લો અને મિડલ ઈન્કમ ધરાવતા દેશ છે, કેમ કે અહીં મેન્ટલ ડિસઓર્ડરથી પીડિત 76%થી 85% લોકોને કોઈ ટ્રીટમેન્ટ નથી મળતી.
15થી 29 વર્ષના યુવાઓની વાત કરીએ તો તેમનામાં સુસાઈડનું સૌથી મોટું કારણ ડિપ્રેશન છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો અને માતાપિતા બાળકોના મનમાંથી સુસાઈડ કરવાના વિચારોને દૂર કરવાની રીત શોધી રહ્યા છે. જાણો યુવાનોમાં સુસાઈડનું રિસ્ક ફેક્ટર શું છે અને તેઓ તેમાંથી કેવી રીતે બહાર આવી શકે છે.
યુવાનોમાં 45% આત્મહત્યાનું કારણ, મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર
અમેરિકાની સંસ્થા સુસાઈડ અવેયરનેસ વોઈસિસ ઓફ એજ્યુકેશનના અનુસાર, યુવાનોમાં આત્મહત્યા વધવાનું કોઈ એક કારણ નથી. ઘણા એવા ફેક્ટર્સ છે, જે યુવાનોમાં આત્મહત્યાનું રિસ્ક વધારે છે. વિશ્વમાં દર વર્ષે જેટલા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે, તેમાંથી 45% મેન્ટલ હેલ્થ ડિસઓર્ડરનો શિકાર હોય છે. દુનિયામાં સૌથી મોટું રિસ્ક ફેક્ટર ડિપ્રેશન છે.
ભારતમાં સુસાઈડનું સૌથી મોટું કારણ પારિવારિક સમસ્યા છે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડાના અનુસાર, 2019માં દેશમાં 1 લાખ 39 હજાર લોકોએ સુસાઈડ કર્યું. તેમાંથી 67% એટલે કે 93 હજાર લોકો એવા હતા જેમની ઉંમર 18થી 45 વર્ષની હતી. 2018માં આ આંકડો 89 હજાર 407 હતો. એટલે કે 2019માં દેશમાં યુવાનોમાં આત્મહત્યાના કેસ 4% વધી ગયા છે. દેશમાં સુસાઈડનું સૌથી મોટું કારણ પારિવારિક સમસ્યા છે, ત્યારબાદ ડ્રગનું વ્યસન અને મેન્ટલ ડિસઓર્ડર અન્ય કારણ છે.
જે યુવાનોમાં આત્મહત્યાનું રિસ્ક વધારે, તેમની સારવાર જરૂરી
અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સાયન્ટિસ્ટ ડૉક્ટર રેબેકા લીબના જણાવ્યા પ્રમાણે, જે યુવાનો તણાવ, ડિપ્રેશન, વ્યસન અને કુટુંબની સમસ્યાઓથી વધુ પરેશાન રહે છે, તેમાં આત્મહત્યાનું રિસ્ક સૌથી વધારે હોય છે.
જાણો ડૉ. લીબ પાસેથી તે યુવાનોની સારવારની 3 રીત, જેમને આત્મહત્યાનું રિસ્ક વધારે છે
1. ટૉક થેરપી
ટૉક થેરપીને સાઈકોથેરપી અથવાકોગ્નિટિવ બિહેવિયરલ થેરપી (CBT)પણ કહેવામાં આવે છે. તે યુવાનોમાં આત્મહત્યાના જોખમને ઘટાડવા માટેની સૌથી અસરકારક સારવાર છે. તેમાં પીડિત સાથે વાત કરવામાં આવે છે, આ દરમિયાન તેની નેગેટિવ અને પોઝિટિવ ફિલિંગ્સને નોંધવામાં આવે છે. ત્યારબાદ પીડિતનું કાઉન્સિલિંગ કરીને નકારાત્મક લાગણીને પોઝિટિવમાં રિપ્લેસ કરવામાં આવે છે.
2. દવાઓ દ્વારા
ટૉક થેરપી અસરકાર તો છે, પરંતુ એટલી નથી કે તે પીડિતને સંપૂર્ણ રીતે નોર્મલ કરે. જો કોઈ યુવાનમાં આત્મહત્યાનું જોખમ વધી ગયું છે, તો દેખીતી રીતે તેમાં એન્ક્ઝાઈટી અને ડિપ્રેશનનું સ્તર વધી ગયું હોય છે. આવા કેસમાં દવાઓ ઘણી જરૂરી હોય છે.
3. લાઈફ સ્ટાઈલમાં ફેરફાર
એવા લોકો જેમને આત્મહત્યાનું જોખમ વધારે છે, તેમને પોતાની લાઈફસ્ટાઈલ પર વધારે ધ્યાન આપવું જોઈએ. ઘણી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે લાઈફસ્ટાઈલ કોઈપણ મેન્ટલ ડિસઓર્ડરને દૂર કરવામાં 50% સુધી અસરકારક છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.