27 જાન્યુઆરી 2020ના રોજ કેરળમાં ભારતનો પહેલો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. દોઢ વર્ષ બાદ દેશનું દક્ષિણ રાજ્ય હવે ઝીકા વાઈરસના કારણે ચર્ચામાં છે. રાજધાની તિરુવનંતપુરમમાં ગયા અઠવાડિયે ઝીકા વાઈરસના 19 કેસ સામે આવ્યા છે. તેમાં 24 વર્ષની ગર્ભવતી મહિલા પણ સામેલ છે.
આ તે જ ઝીકા વાઈરસ છે જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાના ઘણા દેશોમાં નાના માથાવાળા અને અવિકસિત મગજવાળા બાળકોનો જન્મ થયો છે. કેરળમાં ઝીકા વાઈરસના સમચારા ફેલાતા જ પાડોસી રાજ્ય કર્ણાટક અને તમિલનાડુએ પણ અલર્ટ જાહેર કરી દીધું છે. કેરળના તમામ જિલ્લામાં મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને હોસ્પિટલમાં ખાસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આખરે આ ઝીકા વાઈરસ શું છે? કેમ તેને લઈને સરકાર આટલી ચિંતિત છે? જો ઝીકા વાઈરસ ઘાતક છે તો તેનાથી કેવી રીતે બચી શકાય છે?
તો જાણો ઝીકા સાથે સંબંધિત આવા સવાલોના જવાબ...
Q. ઝીકા વાઈરસ શું છે?
ઝીકા ફ્લેવિવાઈરિડે ફેમિલીનો એક વાઈરસ છે. તે ડેન્ગ્યુ, યલો ફીવર, મગજનો તાવ (જાપાનીઝ ઈંસેફેલાઈટિસ) અને વેસ્ટ નાઈલ વાઈરસ ફેલાવતા એડીઝ પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે.
તેનું નામ યુગાંડાના ઝીકા જંગલોના નામ પર પડ્યું છે. 1947માં આ જ જંગલમાં પહેલી વખત વાનરોને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ બાદ 1952માં યુગાંડા અને તાંઝાનિયામાં આ વાઈરસ મનુષ્યમાં પહેલી વખત જોવા મળ્યો હતો. 2007માં ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઈક્રોનેશિયાના આઈલેન્ડ યપમાં ઝીકા વાઈરસ પહેલી વખત ફેલાયો. ત્યારબાદ 2013માં ઝીકા વાઈરસ મોડા સ્તરે ફ્રેન્ચ પોલીનેશિયા અને તેની આસપાસના નાના દેશોમાં ફેલાયો હતો.
Q. ઝીકા વાઈરસ મચ્છરો સિવાય અન્ય કોઈ બીજી રીતે પણ ફેલાય છે?
હા, મચ્છરો સિવાય શારીરિક સંબંધોથી પણ ઝીકા વાઈરસ એકથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે. તેમજ તે ગર્ભવતી મહિલા દ્વારા તેના ભ્રૂણ એટલે કે ગર્ભમાં ઉછરી રહેલા બાળકને સંક્રમિત કરી શકે છે. અમેરિકાની સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના જણાવ્યા પ્રમાણે, ઝીકા વાઈરસ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી પણ ફેલાઈ શકે છે, જો કે, તેની 100%પુષ્ટિ થઈ નથી.
Q. ઝીકા વાઈરસથી કઈ બીમારી થાય છે?તેને ઘાતક કેમ માનવામાં આવે છે?
ઝીકા વાઈરસને માઈક્રોસેફલીના કારણે ઘાતક માનવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને ઝીકા વાઈરસથી સંક્રમિત થવા પર આ વાઈરસ તેના ગર્ભમાં ઉછરી રહેલા શિશુને પણ સંક્રમિત કરે છે. તેનાથી શિશુ ગર્ભમાં જ માઈક્રોસેફલીનો ભોગ બને છે. આ જન્મજાત ડિસઓર્ડરથી પીડાતા બાળકનું માથું નાનું હોય છે. માઈક્રોસેફલીવાળા નવજાતને મગજ પણ નાનું હોય છે જે વિકસિત નથી થઈ શકતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, બ્રાઝિલ સહિત જે દેશોમાં ઝીકાનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે ત્યાં ગિલેન બારે સિન્ડ્રોમ (Guillain-Barré syndrome)માં પણ ઝડપથી વધારો થયો છે. આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે લકવા અને મૃત્યુનું કારણ બની શકે છે. યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સ્ટડીના અનુસાર, ગિલેન બારે સિન્ડ્રોમથી પીડિત લોકોમાં મૃત્યુદર 8.3% હતો.
Q. ઝીકા વાઈરસના લક્ષણો શું છે?
ઝીકા વાઈરસથી સંક્રમિત ઘણા લોકોમાં કોઈ લક્ષણ દેખાતા નથી. કેટલા લોકોમાં હળવા લક્ષણો હોય છે.
Q. ઝીકા વાઈરસના લક્ષણ કેટલા દિવસ સુધી રહે છે?
ઝીકા વાઈરસના લક્ષણો સામાન્ય રીતે બેથી સાત દિવસ સુધી રહે છે. સામાન્ય રીતે લોકો એટલા બીમાર નથી પડતા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે. ઝીકા વાઈરસથી મૃત્યુની આશંકા ઘણી ઓછી થઈ જાય છે. આ જ કારણોસર ઘણા લોકોને એ પણ ખબર હોતી નથી કે તેઓ ઝીકા વાઈરસથી સંક્રમિત છે. ઝીકા વાઈરસના લક્ષણો મચ્છરના કરડવાથી થતી બીમારીઓ જેવા જ હોય છે. જેમ કે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા.
Q. ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ?
જો તમારામાં ઝીકા વાઈરસના લક્ષણ છે અને તમે ઝીકાના જોખમવાળા વિસ્તારોમાં ગયા છો. જો તમે ગર્ભવતી છો તો ડૉક્ટર્સને બતાવવું જરૂરી છે. ડૉક્ટરને તમારી ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવી જરૂરી છે.
Q. શું તેના માટે કોઈ વેક્સિન છે?
ઝીકા વાઈરસ માટે અત્યારે કોઈ વેક્સિન નથી. આ વાઈરસને ફેલાતો રોકવા મચ્છરોના ઉપદ્રવને રોકવો જરૂરી છે.
Q. ઝીકા વાઈરસથી કેવી રીતે બચી શકાય છે?
Q. જો તમને ઝીકા હોય તો શું કરવું?
Q. જો તમને ઝીકા છે તો તમારી સંભાળ રાખનાર લોકો અને બીજાને તેનાથી કેવી રીતે બચાવશો
Q. ઝીકા વાઈરસના દર્દીઓની સંભાળ રાખનારાઓ ચેપથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે?
Q.શું ભારતમાં પહેલા પણ ઝીકા વાઈરસ ફેલાઈ ચૂક્યો છે?
ભારતમાં પહેલી વખત ઝીકા વાઈરસનો કેસ 1952-53માં સામે આવ્યો હતો. છેલ્લે 2018માં રાજસ્થાનમાં ઝીકા વાઈરસના 80 કેસ મળ્યા હતા. તેમજ મે 2017માં ગુજરાતના અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ત્રણ કેસ મળ્યા હતા. આવી જ રીતે જુલાઈ 2017માં તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં પણ એક કેસ મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.