તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • 16% Of The Country's Population Suffers From Malnutrition, A Big Reason For The Illusion Of Diet, Know The Five Facts

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાયટની ગાઈડ:દેશની 16% વસ્તી ઓવરન્યૂટ્રિશનનો ભોગ, ડાયટને લઈને ભ્રમ મોટું કારણ, જાણો પાંચ ફેક્ટ્સ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં ન્યૂટ્રિશનને લઈને જાગૃતાનો અભાવ છે. આ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે દેશની 16% વસ્તી ઓવરન્યૂટ્રિશનથી પીડિત છે. એટલે દેશમાં લગભગ 20 કરોડ લોકો એવા છે જે જરૂર કરતાં વધારે ખાઈ રહ્યા છે. દેશની 11% વસ્તી એવી છે, જેમાં ન્યૂટ્રિશન ઈમ્બેલેન્સ એટલે પોષણ અસંતુલન છે. દેશમાં 45 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરની 55% વસ્તી અન્ડરન્યૂટ્રિશન અને 45% ઓવરન્યૂટ્રિશનનો ભોગ છે.

શું છે કારણ?
હવે સવાલ એ છે કે આવું કેમ થાય છે? જવાબ છે જાગૃતાનો અભાવ અને મીથ. જાણીતી હેલ્થ સંસ્થા હેલ્થલાઈનના અનુસાર, દુનિયાભરમાં ન્યૂટ્રિશનને લઈને જાગૃતા ઘણી ઓછી છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત એશિયા પેસેફિકના ઘણા દેશોમાં આ સમસ્યા ઘણી વધારે છે. લોકોની વચ્ચે ડાયટ અને ન્યૂટ્રિશન સંબંધિત હજારો મીથ એટલે ભ્રમ ઘણા પ્રચલિત છે. અમે તમને એવા 5 મીથ વિશે જણાવી રહ્યા છીએ.

ખાવા-પીવાને લઈને લોકોમાં ફેલાયેલા 5 મીથનું ફેક્ટ ચેક

1. વધારે ફેટવાળી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી
ન્યૂટ્રિશનને લઈને ઉપયોગ કરવામાં આવતી આ થિયરી ઘણી ફેમસ છે, પરંતુ તે સંપૂર્ણ રીતે યોગ્ય નથી. ફેટને લઈને લોકોની સમજ સામાન્ય રીતે નેગેટિવ જ હોય છે. લોકોને લાગે છે લો ફેટ ફૂડ તેમના ઓવરઓલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. જ્યારે આવું નથી, ફેટ પણ બે પ્રકારના હોય છે. ગુડ ફેટ અને બેડ ફેટ. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અનુસાર, ડાઈટ્રી ફેટ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, તેની ઊણપથી હાર્ટની સમસ્યા થઈ શકે છે.

2. જલ્દી નાસ્તો સૌથી જરૂરી
ભોજન માટે આપવામાં આવતી આ સૌથી કોમન સલાહ છે, પરંતુ એક સ્ટડી પ્રમાણે વહેલી સવારે એટલે કે અર્લી બ્રેકફાસ્ટ લેવાથી આપણને કેલેરીની ઓછી માત્રા મળે છે. જ્યારે તમે મોડોનાસ્તો કરો છો ત્યારે બ્લડ શુગરમાં સ્તરમાં સુધારો થાય છે. રિસર્ચમાં એ પણ ખબર પડી કે, સવારનો નાસ્તો સ્કિપ કરીને ડીનર જલ્દી કરવાથી ફાસ્ટિંગ ટાઈમ એટલે કે લાસ્ટ ડાયટ અને પ્રથમડાયટ વચ્ચે ગેપ વધીને 15થી 16 કલાકનો થઈ જાય છે. ફાસ્ટિંગ ટાઈમ જેટલો વધારે રહે છે, પાચનક્રિયા, મેટાબોલિક લેવલ અને બ્લડ શુગર એટલું જ સારું રહે છે. આથી સવારે વધારે વહેલા નાસ્તો ના કરવો જોઈએ. શક્ય હોય તો અઠવાડિયાંમાં 2થી 3 વાર નાસ્તો ના કરો અને ડીનર જલ્દી કરો. આ માહિતી જેમની ઉંમર 25 વર્ષ કરતાં વધારે છે તેમના માટે છે.

3. સારી હેલ્થ માટે થોડા-થોડા સમયે ખાતા રહો
આ પણ એક સામાન્ય સલાહ છે. લોકોનું માનવું છે કે, સારા મેટાબોલિઝ્મ અને હેલ્ધી વેટ માટે થોડા-થોડા સમયે ખાતું રહેવું જોઈએ, પરંતુ રિસર્ચ પ્રમાણે હંમેશાં કઈને કઈ ખાતા રહેવું સારું નથી. તેનાથી ઊંધું કરવાથી ડાયજેશન સિસ્ટમને એટલો સમય મળતો નથી, આ આદત ડાયટ ઈમબેલેન્સનું કારણ બની શકે છે.

4. સુગર ફ્રી ડાયટથી ડાયાબિટીસ થતી નથી
આ એક નવું ચલણ છે. લોકોનો રસ લો કેલરી, લો કાર્બન અને સુગર ફ્રી ભોજન તરફ વધી રહ્યો છે. જેને લીધે નોન-ન્યૂટ્રીટીવ સ્વીટનર્સનો ઉપયોગ વધી રહ્યો છે. નોન-ન્યૂટ્રીટીવ સ્વીટનર્સ એવી મીઠી વસ્તુઓ હોય છે જેમાં સુગર હોતી નથી. તેમાંથી તૈયાર થતી ડીશને સુગર ફ્રી ડાયટ કહેવાય છે. લોકોની ભ્રમ છે કે તેના ઉપયોગથી કેલરી, કાર્બન અને સુગર વધતું નથી. રિસર્ચ પ્રમાણે આ દાવો ખોટો છે, તેના ઉપયોગથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.

5.લો-કેલરી ડાયટ વેટ લૂઝ કરવા માટે અસરકારક
વેટ-લૂઝ કરનારા લોકોને સૌથી વધારે સલાહ આપવામાં આવે છે કે લો-કેલરી ડાયટ લો, પરંતુ આ પણ એક વહેમ છે. રિસર્ચ પ્રમાણે, ઓછી કેલરી લેવાથી વજન ઓછુ કરવામાં અસરકારક છે, પરંતુ કેલરી ના લેવી એ જોખમી છે. તેનાથી વજન ઓછુ થવાને બદલે વધી શકે છે. સાથે જ મેટાબોલિઝ્મ ઓછું થઈ જાય છે. જે ઘણી વધી તકલીફનું કારણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો