તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) JEE MAINમાં સામેલ થનારા ઉમેદવારોને પરીક્ષાની તારીખની પસંદગી કરવાની તક આપશે. એજન્સીએ CBSE અને ઘણા રાજ્યોની 12મા ધોરણની પરીક્ષાઓ અને JEE MAINની તારીખોમાં થયેલા ક્લેશને કારણે ઉમેદવારોને આ સુવિધા આપવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત, JEE MAINમાં જોડાતા ઉમેદવારોએ એજન્સીને તેમની બોર્ડની પરીક્ષાની તારીખ વિશે જાણ કરવી પડશે. જો એક જ દિવસે પરીક્ષા હશે તો તે ઉમેદવારની એ દિવસે JEE MAIN પરીક્ષા લેવામાં આવશે નહીં.
3 મેથી 12મે સુધી એપ્લિકેશન વિંડો ઓપન રહેશે
NTAએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવાયું છે કે પરીક્ષાની તારીખમાં ક્લેશ થતા આ અંગે ઉમેદવારો પાસેથી મળેલી માહિતીને ધ્યાનમાં રાખીને અને બંને પરીક્ષાઓ વચ્ચે કોઈ ક્લેશ અટકાવવા NTA મે સેશન માટે JEE મેઈન 2021નું એપ્લિકેશન ફોર્મ 3થી 12 મે સુધી ખોલશે. એજન્સીએ એમ પણ કહ્યું હતું કે JEE મેઈન આ વર્ષે ચાર સેશનમાં ચાલી રહી છે. ફર્સ્ટ સેશન ફેબ્રુઆરીમાં, બીજું સેશન 15થી 18 માર્ચ, ત્રીજું સેશન 27થી 30 એપ્રિલ અને ચોથું સેશન 24, 25, 26, 27 અને 28 મેના રોજ યોજાશે.
બોર્ડની પરીક્ષા હશે તો JEE મેઈન નહીં આપવી પડે
ઉમેદવારોએ આ ફોર્મમાં 12મા ધોરણનો રોલ નંબર અને આ ફોર્મમાં બોર્ડ વિશે માગેલી માહિતી આપવાની રહેશે. જેઓ બંને પરીક્ષા આપી રહ્યા છે તેમણે જણાવવાનું રહેશે કે તેમની 12મા ધોરણની પરીક્ષા કઇ તારીખે ચાલુ થાય છે. જો બંને પરીક્ષાની તારીખો સમાન હશે તો તે દિવસે ઉમેદવારની JEE મેઈન પરીક્ષા લેવામાં નહીં આવે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.